અમેરિકાને લપડાક : ઓપરેશન જીપીએસ

Haresh Suthar

First published: April 28, 2016, 3:39 PM IST | Updated: April 28, 2016, 3:39 PM IST
facebook Twitter google skype whatsapp
અમેરિકાને લપડાક : ઓપરેશન જીપીએસ
આજનો દિવસ ભારત માટે ગોરવવંતો છે. ઓપરેશન વિજય પછીઓનો આજે વધુ એક ઐતિહાસિક વિજય થયો છે. 1999ના કારગિલ યુધ્ધનો કાળજે લાગેલો ઘા આજે રૂઝાયો છે. નાપાક ઇરાદા સાથે પાકિસ્તાને ઓપરેશન બદ્ર સાથે કારગિલમાં ચડાઇ કરી ગતી. જેના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન વિજયથી પાકિસ્તાનને ધુળ ચાટતું કર્યું હતું. પરંતુ આ યુધ્ધમાં ભારતને ઘણી કપરી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

આજનો દિવસ ભારત માટે ગોરવવંતો છે. ઓપરેશન વિજય પછીઓનો આજે વધુ એક ઐતિહાસિક વિજય થયો છે. 1999ના કારગિલ યુધ્ધનો કાળજે લાગેલો ઘા આજે રૂઝાયો છે. નાપાક ઇરાદા સાથે પાકિસ્તાને ઓપરેશન બદ્ર સાથે કારગિલમાં ચડાઇ કરી ગતી. જેના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન વિજયથી પાકિસ્તાનને ધુળ ચાટતું કર્યું હતું. પરંતુ આ યુધ્ધમાં ભારતને ઘણી કપરી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

સત્તાવાર રીતે આ યુધ્ધમાં ભારતે 573 સૈનિકો ગુમાવ્યા હતા તો 1363 સૈનિકો ઘવાયા હતા. પાકિસ્તાની સેનાના કહેવા મુજબ આ આંકડો ઘણો મોટો હતો. કારગિલ પાછુ મેળવતાં ભારતને નાકે દમ આવી ગયો હતો. ભારતીય સેનાનો હોંસલો, આત્મ વિશ્વાસ અપાર હતો પરંતુ કારગિલની સ્થળ સ્થિતિને લીધે ભારતીય સેના લાચાર હતી. પાકિસ્તાનના ઘુસણખોરો ઉંચે સ્થાને હતા તો આપણા સૈનિકો નીચે હતા. ચઢાણ કપરૂ હોવાથી યુધ્ધ પર કાબુ મેળવવો કઠીન હતો.

બળની સાથે એ વખતે કળની જરૂર હતી. પરંતુ ભારત પાસે લેટેસ્ટ ટેકનોલોજી હતી નહીં. સેટેલાઇટથી સ્થળ સ્થિતિ લોકેશન જાણી શકવાની ટેકનોલોજી ભારત પાસે હતી નહીં. આ માટે ભારતે અમેરિકા પાસે મદદ માગી હતી. પરંતુ વાજપાઇ સરકારને અમેરિકી સરકારે મદદનો ઇન્કાર કર્યો હતો.

પાકિસ્તાન અને ભારત સાથે ડબલ ગેમ રમવાની અમેરિકી ચાલનો એ સમયે જ પર્દાફાશ થઇ ગયો હતો. અમેરિકાએ મદદનો ઇન્કાર કરતાં જ ભારતીય સેનાની સાથોસાથ ભારતીય વૈજ્ઞાનિકો પણ મેદાનમાં ઉતરી આવ્યા હતા. ભારતીય સેનાએ ઓપરેશન વિજય પાર પાડયું તો, ભારતીય વૈજ્ઞાનિકોએ પણ આપરેશન જીપીએસ સફળ કરી બતાવ્યું.

17 વર્ષની મહેનતની બાદ ભારતીય વૈજ્ઞાનિકોએ છેવટે સ્વદેશી જીપીએસ સેટેલાઇટ લોન્ચ કરી આજે અમેરિકાને જોરદાર લપડાક આપી છે. ભારતે આજે અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક હરણફાળ ભરી છે. આજે શ્રી હરિકોટોથી સફળતાપૂર્વક સ્વદેશી GPS લોન્ચ કરાયો. પીએસએલવી-સી33થી આ લોન્ચ કરાયો. આ સાથે અમેરિકા અને રશિયાની લાઇનમાં આવી ગયું છે.

આ સાથે ભારતે સ્વદેશી જીપીએસ બનાવવાની મંઝીલ પણ પ્રાપ્ત કરી છે. અમેરિકા આધારિત ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસ જેવી ક્ષમતા પ્રાપ્ત કરવાની દિશામાં આજે આ મહત્વપૂર્ણ કદમ માંડતાં પોતાના સાતમા નેવિગેશન સેટેલાઇટ IRNSS 1 Gને શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો.

2016 ભારતીય અંતરિક્ષ વિજ્ઞાનના ઇતિહાસમાં યાદગાર સાબિત થવા જઇ રહ્યું છે. ઇસરોના PSLV C-33 રોકેટ પોતાના 35મા મિશનમાં IRNSS 1 G સેટેલાઇટને જો આજે પૃથ્વીની કક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરી દે તો ભારતીય વૈજ્ઞાનિકોને એમની 17 વર્ષની મહેનતનું સફળ ફળ મળશે.

આનાથી ના માત્ર ભારતના અંતરીયાળ વિસ્તારોમાં સાચુ લોકેશન મળશે સાથોસાથ વ્યવસ્થાપન પણ ઘણું સરળ થઇ જશે. ખાસ કરીને લાંબા અતરે જનારા સમુદ્દી જહાજોને આનો મોટો ફાયદો મળશે. ભારતની ઇન્ડિયન નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ એટલે કે IRNSS અમેરિકાના ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએ અને રશિયાના ગ્લોનાસને ટક્કર આપે એમ છે. આ પ્રકારની પ્રણાલી યૂરોપીય સંઘ અને ચીન પણ વર્ષ 2020 સુધી વિકસિત કરી શકશે પરંતુ ભારતે આ કામયાબી આજે મેળવી છે.

કેમ જરૂર પડી?

વાસ્તવમાં 1999માં કારગીલ યુધ્ધ વખતે ભારત અને પાકિસ્તાની સેનાના લોકેશન જાણવા માટે અમેરિકાની જીપીએસ સેવાની માંગ કરી હતી પરંતુ અમેરિકાએ ત્યારે ભારતને આ સેવા આપવાનો ઇન્કાર કર્યો હતો. એ સમયે ભારતીય વૈજ્ઞાનિકોએ સ્વદેશી જીપીએસ બનાવવાનું મનમાં નક્કી કર્યું હતું.

સાતમું સ્ટેપ સંપૂર્ણ થયું

જીપીએસ પ્રણાલીને સમગ્ર રીતે તૈયાર કરવા માટે વૈજ્ઞાનિકો 17 વર્ષથી મહેનત કરી રહ્યા હતા. આ માટે વૈજ્ઞાનિકોએ સાત સેટેલાઇટને એક નક્ષત્રની જેમ પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. જેનો સાતમો અને છેલ્લો સેટેલાઇટ આજે છોડવામાં આવ્યો છે. હવે IRNSS 1 G છોડાતાં વૈજ્ઞાનિકોનું સપનું સાકાર થયું છે.

facebook Twitter google skype whatsapp

LIVE Now

    તાજેતરના સમાચાર