જન્મ દિવસ વિશેષ : કવિ હ્રદયી અટલજી પત્રકાર બનવા ઇચ્છતા હતા

Haresh Suthar

First published: December 25, 2015, 3:45 PM IST | Updated: December 25, 2015, 3:45 PM IST
facebook Twitter google skype whatsapp
જન્મ દિવસ વિશેષ : કવિ હ્રદયી અટલજી પત્રકાર બનવા ઇચ્છતા હતા
અદભૂત વાકછટા ધરાવતા અટલજીનું ભાષણ સાંભળી તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ પણ કહ્યું હતું કે, એક દિવસ આ વડાપ્રધાન બનશે. જે એમણે સાચું કરી બતાવ્યું, આજે ભલે તેઓ નાદુરસ્ત તબિયતને લીધે રાજકારણમાં સક્રિય નથી પરંતુ વિપક્ષ પણ માન સન્માનની નજરે જોવે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇનો આજે જન્મ દિવસ છે. તેઓ આજે 91 વર્ષના થયા છે. કવિ હ્રદયી અટલજી પત્રકાર બનવા ઇચ્છતા હતા.

નવી દિલ્હી # અદભૂત વાકછટા ધરાવતા અટલજીનું ભાષણ સાંભળી તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ પણ કહ્યું હતું કે, એક દિવસ આ વડાપ્રધાન બનશે. જે એમણે સાચું કરી બતાવ્યું, આજે ભલે તેઓ નાદુરસ્ત તબિયતને લીધે રાજકારણમાં સક્રિય નથી પરંતુ વિપક્ષ પણ માન સન્માનની નજરે જોવે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇનો આજે જન્મ દિવસ છે. તેઓ આજે 91 વર્ષના થયા છે. કવિ હ્રદયી અટલજી પત્રકાર બનવા ઇચ્છતા હતા.

રાજકારણથી મુઠી ઉંચેરા માનવી : ભારતીય રાજકારણની એક એવી શખ્સિયત કે વિપક્ષ પણ એમની ટીકા કરતું નથી. પત્રકારથી દેશના વડાપ્રધાન પદ સુધીની સફર કાપનાર અટલ બિહારી વાજપાઇ એક રાજનેતા કરતાં પણ મુઠી ઉંચેરા છે. અટલજીના નેતૃત્વની કમાલ હતી કે, રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એટલે કે એનડીએમાં 23 પક્ષોને સાથે રાખી સરકાર બનાવી અને કાર્યકાળ પુરો કર્યો, અટલજી ભલે આજે રાજકારણથી દુર હોય પરંતુ આજે પણ લોકો એમને એજ ભાવ અને આદરથી જોવે છે.

બાળપણમાં બાળ નટખટ : 25 ડિસેમ્બર 1942માં ગ્વાલિયરમાં એમનો જન્મ થયો હતો. પિતાનું નામપંડિત કૃષ્ણ બિહારી તથા માતાનું નામ કૃષ્ણા હતું. તેમને ત્રણ ભાઇ અને ત્રણ બહેનો હતી. તેઓ બાળપણમાં બાળ નટખટ હતા. લખોટી રમવામાં તે ઉસ્તાદ હતા. કવિ સંમેલનમાં જવાનું તો તેઓ ચુકતા જ નહીં.

આંદોલન વખતે જેલમાં પણ ગયા : અટલજીને બાળપણથી જ સાહિત્યકાર અને પત્રકાર બનવાની ઇચ્છા હતી. એમનું પ્રાથમિક શિક્ષણ બડનગરના ગોરખી વિદ્યાલયમાં થયું હતું. બડનગરમાં જ એમના પિતા શિક્ષક હતા. કોલેજના અભ્યાસ માટે તેઓ ગ્વાલિયર આવ્યા હતા. અહીં વિક્ટોરીયા કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હતો. અહીં તેઓ આરએસએસ સાથે જોડાયા અને ભારત છોડો આંદોલન વખતે જેલમાં પણ ગયા હતા.

પત્રકાર તરીકે કારર્કિદી શરૂ કરી : બીએનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અટલજીએ પત્રકારત્વમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી. તેમણે રાષ્ટ્ર ધર્મ, પાંચજન્ય અને વીર અર્જુનનું સંપાદન કર્યું હતું. 1951માં તે ભારતીય જનસંઘના સંસ્થાપક સભ્ય બન્યા હતા. પોતાની વાકછટાથી તેઓએ રાજકારણમાં શરૂઆતથી રંગ જમાવવાનું શરૂ કર્યું હતું.

1957માં પ્રથમ ચૂંટણી લડ્યા : 1957માં જનસંઘે એમને લખનૌ, મથુરા અને બલરામપુર એમ ત્રણ બેઠકો પરથી લોકસભાની ચૂંટણી લડાવી હતી. લખનૌમાં ચૂંટણી હારી ગયા હતા, મથુરામાં ડિપોઝીટ ડૂબી હતી પરંતુ બલરામપુરમાં ચૂંટણી જીતી 33 વર્ષની ઉંમરે લોકસભામાં પહોંચ્યા હતા. લોકસભામાં એમનું ભાષણ સાંભળી તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ કહ્યું હતું કે, એક દિવસ આ વ્યક્તિ દેશનો વડાપ્રધાન બનશે.

કટોકટીમાં જેલ ગયા : અટલ બિહારી વાજપાઇ 1968થી 1973 સુધી ભારતીય જનસંઘના અધ્યક્ષ રહ્યા હતા. કટોકટી સમયે તેઓ જેલ ગયા હતા. 1977માં જ્યારે કોંગ્રેસ ખરાબ રીતે હારી તો જનતા પાર્ટી સરકારમાં તે વિદેશ મંત્રી બન્યા હતા. એ વખતે તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘના અધિવેશનમાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું, જે લોકો આજે પણ યાદ કરે છે.

1980માં ભાજપની રચના : 1980માં ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી હતી અને વાજપાઇ એના અધ્યક્ષ બન્યા હતા. 1980થી 1986 સુધી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહ્યા અને આ દરમિયાન તેઓ ભાજપ સંસદીય દળના પણ નેતા રહ્યા હતા. 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સહાનુભૂતિની એવી લહેર ઉઠી કે કોંગ્રેસને ભારે બહુમતી મળી અને ભાજપ એમાં ડૂબી ગયું. માત્ર બે બેઠકો જ મળી હતી.

facebook Twitter google skype whatsapp

LIVE NOW

    તાજેતરના સમાચાર