#GiftaMask આ છે રીયલ લાઇફના સુપર હીરો, એમના વિશે ક્યારેય વિચાર્યું છે તમે?

Haresh Suthar

First published: May 10, 2016, 10:43 AM IST | Updated: May 10, 2016, 10:43 AM IST
facebook Twitter google skype whatsapp
#GiftaMask આ છે રીયલ લાઇફના સુપર હીરો, એમના વિશે ક્યારેય વિચાર્યું છે તમે?
#શું તમે ક્યારેય સુપર હીરો જોયો છે? ફિલ્મી પરદે નહીં પરંતુ અસલી જીંદગીમાં? સ્વાભાવિક છે કે જવાબ હશે ના. પરંતુ જવાબ આપતાં પહેલા જરા શાંતચિત્તથી વિચાર કરો. ઘરે જવાની ઉતાવળમાં રસ્તાની બાજુમાં ઉભા રહેતા એ શખ્સ વિશે ક્યારેય વિચાર કર્યો નથી કે આપણે એને નજર અંદાજ કરીએ છીએ.

નવી દિલ્હી #શું તમે ક્યારેય સુપર હીરો જોયો છે? ફિલ્મી પરદે નહીં પરંતુ અસલી જીંદગીમાં? સ્વાભાવિક છે કે જવાબ હશે ના. પરંતુ જવાબ આપતાં પહેલા જરા શાંતચિત્તથી વિચાર કરો. ઘરે જવાની ઉતાવળમાં રસ્તાની બાજુમાં ઉભા રહેતા એ શખ્સ વિશે ક્યારેય વિચાર કર્યો નથી કે આપણે એને નજર અંદાજ કરીએ છીએ.

ગમે તેવો ભારે વરસાદ હોય કે વાવાઝોડું, કડકડતી ઠંડી હોય કે ધખધમતો તાપ. તે અડગ છે પોતાની ફરજ માટે. વિપરીત પરિસ્થિતિમાં પણ તે પોતાની જગ્યા છોડતો નથી અને જવાબદારીથી પોતાની ફરજ નિભાવે છે. એની નોકરીમાં જોખમ છે. આરોગ્યના ભોગે પણ એ રસ્તાને જતા મુસાફરો, વાહનચાલકોને સુરક્ષિત રાખવા કટીબધ્ધ છે. હવે તમે જ વિચાર કરો કે એક ટ્રાફિક પોલીસ શું કોઇ સુપર હિરો કરતાં કમ છે?

પરંતુ આજે આ સુપર હીરો એક ગંભીર જોખમ સામે ઝઝુમી રહ્યો છે. એક સર્વેમાં જણાયું છે કે, રસ્તા પર વધતા પ્રદુષણને પગલે આ સુપર હીરોનું આરોગ્ય જલ્દીથી બગડી રહ્યું છે. ફેફસાની બિમારીઓ લાગુ થઇ રહી છે. એટલું જ નહીં ચામડીના પણ રોગ આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ જવાનોને આ મુસીબતમાંથી બહાર લાવવા માટે ગેલ ઇન્ડિયા લિમિટેડે જન આંદોલનના ભાગરૂપે અભિયાન શરૂ કર્યું છે. આ માટે હેશ ટેગ #GiftaMask અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે પ્રદુષણમાં ઉભા પરહી પોતાની ફરજ બજાવતા ટ્રાફિક પોલીસને માસ્ક ઉપલબ્ધ કરાવે છે કે જેથી ઝેરીલા વાયુઓ એમના ચહેરા અને ફેફસાને નુકશાનથી બચાવે.

તમે પણ આ સરાહનિય કાર્યમાં સહભાગી બની શકો છો. #GiftaMask સાથે કરાયેલ ટ્વિટ એવા જવાનો માટે રાહતનું કામ કરી શકે છે કે આપ સૌની સુરક્ષામાં કટીબધ્ધ છે. હવા બદલો વાયુ પ્રદુષણ વિરૂધ્ધ શરૂ થયેલ જાગૃતિ અભિયાનમાં આપ પણ જોડાવ. જે આજે ભારતમાં મોતનું પાંચમું કારણ બની ચુક્યું છે. અમે તમે જણાવીએ છીએ કે આ અભિયાનથી જોડાયેલ એક વીડિયો યૂ ટ્યબ પર વાયરલ થયો છે. જેને અત્યાર સુધી 3 લાખથી વધુ લોકોએ જોયો છે. આ અનોખા અભિયાનમાં જોડાવા માટે તથા વધુ જાણકારી માટે આ વીડિયોને જરૂરથી જોવો.

તમારા દ્વારા કરાયેલ ટ્વિટ ટ્રાફિક પોલીસ જવાનોને મુસીબતમાંથી બહાર લાવવા માટે રાહતરૂપ બની રહેશે. આ અભિયાનમાં આમ આદમીની સાથોસાથ મોટા મોટા મહાનુભાવો પણ જોડાઇ રહ્યા છે. જો તમે #changeTheAir ના આ સરાહનિય કાર્યમાં સહભાગી થવા ઇચ્છો છો તો changetheair.org પર મુલાકાત લઇ શકો છો. #GiftaMask અભિયાનમાં વધુ જાણકારી માટે તમે સીધા જ http://changetheair.org/giftamask/ વિઝિટ કરી શકો છે.

facebook Twitter google skype whatsapp

LIVE Now

    તાજેતરના સમાચાર