પરિવારે આધાર ગુમાવ્યો ને નેતાઓએ આધાર બનાવ્યો

Haresh Suthar

First published: April 23, 2015, 1:07 PM IST | Updated: May 12, 2015, 2:55 PM IST
facebook Twitter google skype whatsapp
પરિવારે આધાર ગુમાવ્યો ને નેતાઓએ આધાર બનાવ્યો
જીત હથિયારથી નહી પણ હુન્નરથી મળે છે. આધુનિક હથિયાર ભલે હોય પણ જો ચલાવતા ન આવડે તો બૂઠ્ઠા થઇ પડે. આ નિયમ બધે જ લાગુ પડે છે. ભલે એ યુધ્ધનું મેદાન હોય કે, રાજકીય અખાડો. કેન્દ્રની સરકારે તૈયાર કરેલા ભૂમિ અધિગ્રહણ બિલનો વિરોધ કરવા અને ખેડૂતોના મસીહા બનવા આવેલા કેજરીવાલ ખુદ ભરાઇ ગયા,

દિલ્હીના જંતરમંતર પર ખેડૂતોને એકઠા કરી કેજરીવાલ કેન્દ્રની ભાજપ સરકાર સામે બાથ ભીડવા ગયા પણ દાવ ઉંધો પડ્યો. આમ આદમી પાર્ટીના જ એક સમર્થક ખેડૂતે રેલી કાર્યક્રમ સ્થળ નજીક ઝાડ પર ફાંસો ખાઇ આત્મહત્યા કરતાં ભારે હોબાળો મચ્યો. કુદરતી આફતથી લાચાર ખેડૂત પરિવારના પગ તળેથી જમીન સરકી ગઇ, ઘરનો આધાર તૂટી ગયો.

દુખની આ ઘડીને પણ કહેવાતા નેતાઓએ ન છોડી અને શરૂ થઇ ગયો રાજકીય અખાડો, ભાજપ કોંગ્રેસે આમ આદમી પાર્ટીના કેજરીવાલને દોષિત ગણાવ્યા તો આમ આદમી પાર્ટીએ આ ઘટના થવા પાછળ સરકારની નીતિને જવાબદાર ઠેરવી. એક તરફ ગજેન્દ્રસિંહના ગામમાં શોકની લાલીમા હતી, ચિતા પણ સળગી ન હતી તો બીજી તરફ નેતાઓ નિવેદનોની આગ ઓકી રહ્યા હતા. નિલર્જ નેતાઓએ મોતનો મલાજો પણ ન જાળવ્યો...

facebook Twitter google skype whatsapp

LIVE Now

    તાજેતરના સમાચાર