રાક્ષસની તાકાત વધી, માનવતા સામે જોખમ

Haresh Suthar

First published: April 22, 2015, 5:12 AM IST | Updated: May 1, 2015, 5:11 PM IST
facebook Twitter google skype whatsapp
રાક્ષસની તાકાત વધી, માનવતા સામે જોખમ
ગુજરાતીની એક જાણીતી કહેવત છે. વાંદરાના હાથમાં પિસ્તોલ પકડાવી દેવી. હાલમાં કંઇક આવું જ જોવા મળી રહ્યું છે. માનવતાના દુશ્મન એવા તહેરિક-એ-તાલિમાને વિશ્વને ચિંતાના દરિયામાં લાવી મુકી દીધું છે.

ગુજરાતીની એક જાણીતી કહેવત છે. વાંદરાના હાથમાં પિસ્તોલ પકડાવી દેવી.  હાલમાં કંઇક આવું જ જોવા મળી રહ્યું છે. માનવતાના દુશ્મન એવા તહેરિક-એ-તાલિમાને વિશ્વને ચિંતાના દરિયામાં લાવી મુકી દીધું છે.

શરૂઆત તો આની દાયકાઓથી ચાલી આવે છે. માનવતાના દુશ્મન સમુ તહેરિક-એ-તાલિમાન જાણે કે હાલમાં બાળકમાંથી પુખ્ત થઇ રહ્યું છે. વાંદરાને નિસરણી આપવામાં આવે એ રીતે પાકિસ્તાન સહિતના સહયોગી મિત્ર દેશોએ સતત આ રાક્ષસને બળ પુરૂ પાડ્યું છે.

હવે ચિંતાની વાત એ છે કે આ માનવતાના શત્રુ સમા આ જુથ પાસે માનવતાના ચીંથરા ઉડાવી શકે એવી તાકાત આવી છે. હમણાં તહેરિક-એ-તાલિબાને જાહેરાત કરી કે, એમણે ઓમર-1 નામની મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યું છે.

આ મિસાઇલ અંદાજે 4 હજાર કિલોમીટર સુધી મારક ક્ષમતા ધરાવે છે. જો આ વાતમાં થોડું પણ તથ્ય હોય તો જરૂરથી ચિંતાનો વિષય છે. માનવતાના આ શત્રુને હણવા માટે નહીં તો એનાથી બચવા માટે પણ સજજનોએ એક તો થવું જ પડશે. સાથોસાથ સજાગ બનવું પણ એટલું જ જરૂરી થઇ પડ્યું છે. નહીંતો આવા જુથોને માનવતા બાનમાં લેતાં ઘડીની પણ વાર નહીં લાગે.

facebook Twitter google skype whatsapp

LIVE Now

    તાજેતરના સમાચાર