બોટલ કે પાઉચમાં મીનરલ વોટરના નામે વેચાતુ ઝેર

Bhavin Shah

First published: May 2, 2015, 2:44 PM IST | Updated: May 4, 2015, 4:05 PM IST
facebook Twitter google skype whatsapp
બોટલ કે પાઉચમાં મીનરલ વોટરના નામે વેચાતુ ઝેર
ઉનાળાની કાળઝાળ ગરમી દિવસેને દિવસે વઘતી જાય છે ત્યારે બસ, રેલવે કે ખાનગી વાહનોમાં મુસાફરી કરતા નાના-મોટા સૌને પાણી પીવુ અનિવાર્ય બની જાય છે. આ ઉપરાંત જાહેર રસ્તાઓ ઉપર આવેલી ઓફિસોની બહાર આવા પાણીનું વિતરણ પાઉચ, કે બોટલોના રૂપમાં વેચાય છે. જેથી અતિશય ગરમીને કારણે સૌ ખરીદી કરી તરસ છીપાવે છે પરંતુ તેઓ આ બંઘ પાઉચ કે બોટલોમાં આવતા પાણીની હકીકત વિશે અજાણ છે.

અમદાવાદ શહેર ઉપરાંત આસપાસના શહેરો સુઘી પાણીના સપ્લાય કરતી કેટલીક કંપનીઓ સામાન્ય માણસના આરોગ્ય સાથે રીતસરના ચેડા કરી રહી છે. મીનરલ વોટરના નામે સાદા નળના પાણી જે પુરી રીતે સાફ નથી હોતા, આવા ગંદા પાણી ભરી આવક ઉભી કરી રહયા છે.

આ બંઘ બોટલોમાં વેચાતા પાણી આરોગ્ય માટે કેટલા પ્રાણઘાતક છે તે જોઈએ તો શહેરમાં પાણીના આ વ્યવસાય સાથે એવા કેટલાય લોકો જોડાયેલા છે અને ભળતા નામ આપી પાણીનો વેપલો કરી રહ્યા છે.

નોંઘનીય બાબત તો એ છે કે આ પેક કરેલી સીલ બંઘ બોટલો સુઘ્ઘા ડુપ્લીકેટ બનાવવામાં આવી રહી છે. રેલવેના ડબ્બા કે બસમાં પડી રહેલી ખાલી બોટલો એકઠી કરી અને તેમાં સાદુ પાણી ભરી અને ઠંડી કરવા મુકી દેવામાં આવે છે.

જો આ રીતે કરાતા કૃત્યને તમે નજરો-નજર જોઈ લેશો તો આ રીતે આરોગ્ય સામે પ્રાણધાતક પ્રવૃત્ત‍િ કરનારને તમે માફ કરશો..?

આ હકીકત છે કે આ બંઘ બોટલો પાછળ પીવાતા પાણીની.. જેમાં કોઈ સ્વચ્છતાનું ઘ્યાન નથી લેવાતું. પોતાનો ઘંઘો ચલાવવા માટે લોકોના આરોગ્ય સાથે માત્ર રમત રમી રહેલા આવા તત્વો સામે કડક અમલ કરવો જોઈએ.

facebook Twitter google skype whatsapp

LIVE Now

    તાજેતરના સમાચાર