જાણો છો, રોજા કેમ રખાય છે

News18 Gujarati

First published: June 19, 2015, 12:53 PM IST | Updated: June 19, 2015, 2:42 PM IST
facebook Twitter google skype whatsapp
જાણો છો, રોજા કેમ રખાય છે
રમજાનનો પવિત્ર મહીનો શુક્રવાર(જુમા)થી શરૂ થયો છે. ઇસ્લામ અને મુસલમાનો શું છે? ઇસ્લામ ધર્મમાં વ્યક્તિની ઓળખ જોવા મળે છે. તેના માટે મુસલમાન પુરતુ નથી પરંતુ તેના માટે મુળભુત પાંચ ફરજો લાવવી આવશ્યક છે.

રમજાનનો પવિત્ર મહીનો શુક્રવાર(જુમા)થી શરૂ થયો છે. ઇસ્લામ અને મુસલમાનો શું છે? ઇસ્લામ ધર્મમાં વ્યક્તિની ઓળખ જોવા મળે છે. તેના માટે મુસલમાન પુરતુ નથી પરંતુ તેના માટે મુળભુત પાંચ ફરજો લાવવી આવશ્યક છે.

પહેલું ઇમાન, બીજું નમાજ, ત્રીજુ રોજા, ચૌથુ હજ અને પાંચમું જકાત. મુસ્લિમ સમાજમાં બતાવાયેલા આ પાંચ મુળભુત કર્તવ્યો ઇસ્લામમાં માનતા ઇન્સાનથી પ્રેમ. સહાનુભૂતિ,સહાયતા તથા હમદર્દીની પ્રેરણા સ્વત ઉત્પન કરી દે છે.

રમજાનમાં રોજાને અરબીમાં સોમ કહેવાય છે. જેનો અર્થ રોકાવું છે. રોજા એટલે તમામ બુરાઇઓને દુર કરવી. રોજામાં દિવસભર ભુખ્યા અને તરસ્યા જ રહેવું પડે છે. એવી રીતે કોઇ અલગ જગ્યાએ કોઇની ખોદણી કરતું હોય તો રોજા રાખતી વ્યક્તિએ તે સ્થાન પર ઉભુ રહેવું યોગ્ય નથી.

જ્યારે મુસ્લિમ બિરાદર રોજા રાખે છે, ત્યારે તેના દિલમાં ભુખ્યા વ્યક્તિ માટે હમદર્દી પેદા થાય છે.રમજાનમાં પુણ્યનું અનેરુ મહત્વ છે. જકાત આ મહિનામાં જ ચુકવવામાં આવે છે.

રોજા ખોટુ,હિંસા,બુરાઇ,રિશ્વત તથા અન્ય તમામ ખોટા કામોથી બચવાની પ્રેરણા આપે છે. તેનો અભ્યાસ એક મહિના કરાવાય છે. જેનાથી માણસ વર્ષ દરમિયાન ખોટા કામ કરતા બચી શકે.કુરાનમાં અલ્લાહએ કહ્યું છે કે રોજા તમારા માટે એટલા માટે જરૂરી છે કે તમે ખુદાથી ડરતા બનો અને ખુદાથી ડરવાનો મતલબ એ છે કે માણસ તેની અંદર વિનમ્રતા તથા કોમલતા ઉત્પન કરે.

રમજાન મહિનાના ત્રણ ભાગરમજાન ઇસ્લામી મહીનાનો નવમો મહિનો છે. તેનું નામ પણ ઇસ્લામિક કેલેન્ડરના નવમા મહિનાથી બન્યું છે. આ મહિનો ઇસ્લામના સૌથી પાક મહિનામાં સમાવેશ કરવામાં આવે છે.રમજાનના મહીનાના ત્રણ ભાગમાં વહેચવામાં આવ્યો છે. દરેક હિસ્સામાં 10-10દિવસ આવે છે.

દરેક દસ દિવસના ભાગને અશરા કહેવાય છે જેનો મતલબ અરબીમાં 10 થાય છે.કુરાનના બીજા પારાના આયત નંબર 183માં રોજા રાખવા દરેક મુસ્લિમ બિરાદર માટે જરૂરી બતાવવામાં આવ્યું છે.

facebook Twitter google skype whatsapp

LIVE Now

    તાજેતરના સમાચાર