શું કોંગ્રેસે ગુજરાતમાં અપનાવી 1985 વાળી KHAM થિયરી ?

Margi

First published: October 24, 2017, 1:55 PM IST | Updated: November 18, 2017, 4:37 PM IST
facebook Twitter google skype whatsapp
શું કોંગ્રેસે ગુજરાતમાં અપનાવી 1985 વાળી KHAM થિયરી ?
આ વાત ખુદ ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વિકારી લીધી છે. આજે ચૂંટણી લક્ષી જાહેરાતો કરતા સમયે નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કોંગ્રેસને ટારગેટ કરતાં કહ્યું કે, એક સમયે KHAM થિઅરીને લઇને ગુજરાતમાં તોફાનો થયા હતા.

હાલમાં ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી જાણે કોઇ થ્રિલર ફિલ્મ હોય તેમ લાગે છે. એક બાદ એક પત્તા ખુલી રહ્યાં છે. અને આ પત્તા ખુલતાની સાથે જ રાજકીય ભૂકંપ પણ સર્જાઇ રહ્યાં છે. એક તરફ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીની ત્રિપુટી. આ ત્રિપુટી સત્તા સરકાર ભાજપનાં નાકમાં દમ કરી રહી છે તો બીજી તરફ આ ત્રણનાં પ્રતાપે જ ગુજરાતમાં કોંગ્રેસને 22 વર્ષ બાદ જીત મેળવવાની આશા જાગી રહી છે.

જી હાં એક તરફ જ્યાં અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ હોય કે ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેમ ન હોય તમામ ભાજપનાં ગઢ ગુજરાતની સીટ્સ બચાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે ત્યારે સામે પક્ષે રાહુલ ગાંધી પણ પોતાનાં તરફથી ભાજપની દરેક ચાલ નિષ્ફળ કરવાનાં પૂરતા પ્રયાસ કરી રહ્યાં છે.

ભાજપનાં ગઢમાં જ જ્યારે ગાબડુ પાડવા કોંગ્રેસ અડીખમ થઇને પાછી ફરી છે ત્યારે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ધાર્યા કરતાં ઘણાં જ અલગ આવે તે સ્વાભાવિક થઇ જાય છે. તેમાં પણ હાલમાં કોંગ્રેસ પાર્ટીનાં ઉપ પ્રમુખ ગુજરાતમાં ફરી એક વખત KHAM થિયરી પર કામ કરી રહ્યાં છે. જી હાં કોંગ્રેસ ગુજરાતમાં મત મેળવા આ વખતે KHAM થિઅરી એટલે કે (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમીકરણ તૈયાર કરી રહ્યું છે.

આ વાત ખુદ ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વિકારી લીધી છે. આજે ચૂંટણી લક્ષી જાહેરાતો કરતા સમયે નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં કોંગ્રેસને ટારગેટ કરતાં કહ્યું કે, એક સમયે KHAM થિઅરીને લઇને ગુજરાતમાં તોફાનો થયા હતા. રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યા બાદ લાગે છે કે કોંગ્રેસ ફરી એક વખત એજ માર્ગ અપનાવી રહી છે. જે સમજાને વહેંચીને મત મેળવવા માંગે છે.

શું છે ખામ થિયરી?

ખામ થિયરીની વાત કરીએ તો વર્ષ 1985માં માધવસિંહ સોલંકીએ આ થિયરી અપનાવી ગુજરાતમાં 149 બેઠકો કબજે કરી હતી. જે આજ સુધીની સૌથી હાઈએસ્ટ બેઠકો છે. કોઈ પણ પક્ષ આટલી બેઠકો કબજે નથી કરી શકયો. માધવસિંહે રાજ્યમાં મહત્વની ગણાતી 4 જાતિઓ ક્ષત્રિય, આદિવાસી, હરિજન અને મુસ્લિમને સાંકળીને ચૂંટણી જીતવાનો પ્રયોગ કર્યો હતો. જે ખુબજ

સફળ રહ્યો હતો. હાલના સમયે કોંગ્રેસને આ ચાર જાતિઓ સાથે પાટીદાર મતો પણ મળી શકે છે.તેથી વિધાનસભા જીતવા માટે કોંગ્રેસ ઉત્સાહમાં છે.

હવે આવનારા દિવસોમાં જોવાનું એ રહેશે કે કોંગ્રેસનો KHAM થિઅરીની સાથે સાથે પાટિદારોનો સાથ વાળો આ ફોર્મ્યુલા સફળ થાય છે કે પછી ભાજપની વિકાસ થિઅરી લોકોનાં મનમાં ઉતરે છે.

facebook Twitter google skype whatsapp

LIVE Now

    તાજેતરના સમાચાર