ભાષા પસંદ કરો :

ભાષા બદલો
આગળની સ્ટોરી
PRIYANKA CHOPRA:લંડનમાં નિક નહીં આ લોકો સાથે CHILL OUT કરતી નજર આવી

IPL 2021 Auction: ભાવનગરના ટેમ્પો ચાલકના પુત્ર ચેતન સાકરિયાને Rajasthan Royalsએ 1.2 કરોડમાં ખરીદ્યો

ચેતન સાકરિયાએ કહ્યું હતું કે હું સ્કૂલમાં હતો ત્યારે ઘરે કોઈને કહ્યા વગર ક્રિકેટ રમવા જતો રહેતો હતો. તે સમયે મારા પર પરિવારના લોકો ઘણા ગુસ્સે થતા હતા. મેં માર પણ ઘણો ખાધો છે

નીતિન ગોહેલ, ભાવનગર : આઈપીએલની હરાજીમાં (IPL 2021 Auction)સૌરાષ્ટ્રના ભાવનગરના વરતેજ ગામના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને (Chetan Sakaria)રાજસ્થાન રોયલ્સની ટીમે 1.2 કરોડમાં ખરીદ્યો છે. વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારના ચેતનને બાળપણથી ક્રિકેટનો જબરો શોખ હતો, પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું હતું. બસ, અહીંથી ચેતને પાછું વળીને જોયું નથી અને આ વખતે IPL હરાજીમાં 1.2 કરોડમાં વેચાતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 22 વર્ષીય ફાસ્ટ બોલરે આ વખતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઈકોનોમી રેટથી 12 વિકેટ ઝડપી હતી. ચેતન સાકરિયાએ તાજેતરમાં જ પોતાની ક્રિકેટ જર્ની વિશે વાત કરી હતી.

Published by: Ashish Goyal
First published: February 18, 2021, 7:21 PM IST