Home » Photo Gallery » lifestyle
News18 Gujarat | November 03, 2021, 12:39 IST

જો આ સમસ્યા હોય તો ભુલથી પણ ન ખાઓ તુલસીના પાન, ઊંધી થશે અસર

તુલસીના પાન (Tulsi Leaves)માં અનેક ઔષધીય ગુણો હોય છે. આયુર્વેદ અનુસાર તુલસીના પાનનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાયદાકારક છે,

 નવી દિલ્હીઃ તુલસીના પાન (Tulsi Leaves)માં અનેક ઔષધીય ગુણો હોય છે. આયુર્વેદ અનુસાર તુલસીના પાનનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાયદાકારક છે, પરંતુ તમારે તુલસીના પાંદડાના સેવનમાં પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મોટી માત્રામાં તુલસીના પાન (Tulsi Leaves Side Effects)નું સેવન કરવું ખતરનાક બની શકે છે.
1/ 5

નવી દિલ્હીઃ તુલસીના પાન (Tulsi Leaves)માં અનેક ઔષધીય ગુણો હોય છે. આયુર્વેદ અનુસાર તુલસીના પાનનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાયદાકારક છે, પરંતુ તમારે તુલસીના પાંદડાના સેવનમાં પણ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. મોટી માત્રામાં તુલસીના પાન (Tulsi Leaves Side Effects)નું સેવન કરવું ખતરનાક બની શકે છે.

2/ 5

તુલસીના પાનમાં પારાના તત્વ હોય છે. જ્યારે તમે તેને ચાવો છો, ત્યારે આ તત્વો બહાર આવે છે અને તે તમારા દાંતને નુકસાન પહોંચાડે છે. તુલસીના પાન એસીડીક હોય છે અને જો તમે તેને રોજ વધુ પ્રમાણમાં ચાવો છો તો દાંતના મીનો પર અસર થાય છે. તુલસી ખાવાથી દાતમાં સેન્સીટિવીટીની તકલીફ પણ થઈ શકે છે. માટે ધાર્મિક રીતે તુલસી સૌથી પવિત્ર છોડ છે પરંતુ તેને અમુક લોકોએ ખાવું જોઈએ નહિં.

3/ 5

તુલસીનું યોગ્ય માત્રામાં સેવન કરવું ફાયદાકારક છે, પરંતુ વધુ માત્રામાં તેનું સેવન કરવાથી પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી થઈ શકે છે. NCBIના રિપોર્ટ અનુસાર, તુલસીના પાનમાં એન્ટિ-ફર્ટિલિટી ગુણ જોવા મળે છે. જો તમે તુલસીના વધુ પાન ખાઓ છો, તો તે શુક્રાણુઓની સંખ્યાને અસર કરી શકે છે.

4/ 5

જે મહિલાઓ ગર્ભવતી હોય અને સ્તનપાન કરાવતી હોય તેમણે પણ નિષ્ણાતોની સલાહ પર જ તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. સલાહ વગર તુલસીના પાન ખાવાથી પણ નુકસાન થઈ શકે છે. જો તમે ડાયાબિટીસની દવા લેતા હોવ તો તુલસીના પાનનું સેવન ન કરો. તુલસીના પાનમાં અનેક ગુણો હોય છે, પરંતુ જો તમે કોઈ પણ પ્રકારની દવા લેતા હોવ તો નિષ્ણાતોની સલાહ પર જ તુલસીના પાનનું સેવન કરો.

5/ 5

આયુર્વેદ અનુસાર, તુલસીના પાનમાં લોહીના ગંઠાઈ જવાની સમસ્યા છે, પરંતુ જો તમને લોહીના ગંઠાઈ જવાની સમસ્યા નથી અને તમે લોહીને પાતળું કરવાની દવાઓ લેતા હોવ તો તુલસીના પાનનું વધુ પ્રમાણમાં સેવન ન કરો. આ લોહીને પાતળું બનાવી શકે છે. અનેક સ્ટડીઝમાં ખુલાસો થયો છે કે તુલસીના પાનનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઓછું થઈ જાય છે. જો કોઈ ડાયાબિટીસનો દર્દી દવાઓ લેતો હોય અને ઉપરથી તુલસીના પાનનું સેવન કરે તો શરીરમાં જરુર કરતા વધારે શુગરનું પ્રમાણ ઘટી શકે છે અને તે નુકસાનકારક છે.