
અમેરિકી ફૂડ કંપની હાઇન્ઝ (Heinz)એ પોતાના ફેમસ કેચઅપ (Heinz Ketchup)ના એક વર્ઝનને મંગળ ગ્રહ (Mars) જેવી માટીમાં ઉગેલા ટમેટાથી (Tomatoes) તૈયાર કર્યો છે. આ પ્રયોગ મંગળ ગ્રહ પર માનવ અસ્તિત્વ અંગેના પ્રયત્નો હેઠળ કરવામાં આવ્યો છે. પૃથ્વી પર જોવા મળતી માટીથી વિપરીત, મંગળની જમીન પાક માટે વધુ સખત છે. (Image- AP)
મંગળ ગ્રહની માટીને માર્ટિયન રેજોલિથ તરીકે ઓળખવામાં આવે છે. મંગળ ગ્રહની માટીમાં કાર્બનિક પદાર્થો હાજર નથી. આ ઉપરાંત મંગળ ગ્રહ પર સૂર્યપ્રકાશ પણ ઓછો પહોંચે છે. આ કારણે ટમેટા ઉગાડવાની ટીમે તેને ઉગાડવા માટે નવી તકનીકો શોધી કાઢી. (Image- AP)
એક દિવસ મંગળ ગ્રહ પર માનવીએ પોતાનો પાક જાતે જ ઉગાડવો પડશે. એવામાં આ દિશામાં કામ કરનારી ટીમે મંગળ ગ્રહ જેવા ગ્રીનહાઉસ વાળા વાતાવરણને બનાવ્યું અને મંગળ ગ્રહ જેવી માટીનો ઉપયોગ કર્યો. તેમણે એમાં ટમેટા ઉગાડયા અને પછી હાઇન્ઝે તેને કેચઅપમાં બદલી નાખ્યું. (Image- AP)
આ ટમેટા તૈયાર કરનારી ટીમનું કહેવું છે કે, પૃથ્વી પર વાતાવરણમાં બદલાવના કારણે પાક ઉગાડવો મુશ્કેલ બની રહ્યો છે.એટલે પૃથ્વી પર આ રીતે પાક ઉગાડી શકાય છે. નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી માઇક મેસિમિનોએ જણાવ્યું કે ઘરથી બહુ દૂર હોવા પર પરિચિત સ્વાદ હોવો એ દરેકની ભલાઈ અને મનોબળ માટે જરૂરી છે. (Image- AP)
હાઇન્ઝ (Heinz Ketchup)એ આ ટમેટાથી ‘માર્સ એડિશન’ (Mars)વાળું કેચઅપ તૈયાર કર્યું છે. કંપનીનું કહેવું છે કે આ કેચઅપનો સ્વાદ નોર્મલ વર્ઝન કરતાં અલગ છે. હાઇન્ઝે માર્સ વર્ઝન કેચઅપની બોટલને અંતરિક્ષમાં પણ મૂકી, જ્યાં આ બોટલ -94 ડિગ્રી તાપમાન પર રહી. ત્યારબાદ એ ધરતી પર પાછી ફરી. (Image- AP)
ટોમેટો માસ્ટર્સે મંગળ પર ભવિષ્યમાં જાનારા લોકો ગ્રહની જમીનમાં ટમેટાં ઉગાડીને કેચઅપ બનાવી શકે છે કે કેમ તે શોધવા માટે આ મિશન શરૂ કર્યું. આ માટે શ્રેષ્ઠ બિયારણ લેવામાં આવ્યું અને પાક ઉગાડવા માટે વિશ્વ કક્ષાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો. (Image- AP)