એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: વિશાલ વીરુ દેવગણ આજ છે અજય દેવગણ (Ajay Devgn)નું સાચુ નામ. અજય દેવગણ આજે તેનો 52મો જન્મ દિવસ (Happy Birthday Ajay Devgn) ઉજવી રહ્યો છે. અજય તેની એક્શન સ્ટાઇલની સાથે સાથે તેનાં શોખને કારણે પણ જાણીતો છે. તેણે તેની એક્ટિંગનાં દમ પર 2 નેશનલ એવોર્ડ પોતાનાં નામે કર્યા છે. અજયે તેનાં કરિઅરની શરૂઆત વર્ષ 1991માં કરી હતી. તે બાદ તેણે 'જિગર','સંગ્રામ', 'દિલવાલે','દિલજલે', 'હમ દિલ દે ચુકે સનમ', 'ગોલમાલ', 'સિંઘમ' જેવી સુપરહિટ ફિલ્મો કરી છે. અને આજે પણ તે હિટ ફિલ્મો આપે છે. 51 વર્ષનો અજય ઘણી મોટી મોટી ફિલ્મોનો ભાગ રહ્યો છે. તે તેનાં અનોખા સેન્સ ઓફ હ્યૂમરની સાથે સાતે તેનાં ક્લાસી ચોઇસ અને મોંઘા શોખને કારણે જાણીતો છે. પ્રાઇવેટ જેટથી લઇ કરોડો રૂપિયાની કારનાં મોંઘા શોખ ધરાવે છે અજય દેવગણ