વેપાર

Powered by
Home » Photo Gallery » business
News18 Gujarat | January 29, 2020, 15:32 IST

આનંદો! આપનો ફરવાનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે, શરૂ થઈ નવી સ્કીમ

એક વર્ષમાં પોતાના ગૃહ રાજ્યની બહારના 15 પર્યટક સ્થળોની મુલાકાત લઈ લો સ્કીમનો લાભ

 નવી દિલ્હી : પર્યટન (Tourism)ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકાર (Central Government)એ ભારતીય પ્રવાસીઓ માટે એક કાર્યક્રમ (Programme)ની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ હેઠળ વર્ષ 2022 સુધી આપના ગૃહ રાજ્યને બાદ કરતાં બાકી 15 પર્યટન સ્થળનો પ્રવાસ કરવાનો રહેશે. તેનો ખર્ચ સરકાર ઉઠાવશે.
1/ 6

નવી દિલ્હી : પર્યટન (Tourism)ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકાર (Central Government)એ ભારતીય પ્રવાસીઓ માટે એક કાર્યક્રમ (Programme)ની શરૂઆત કરી છે. આ કાર્યક્રમ હેઠળ વર્ષ 2022 સુધી આપના ગૃહ રાજ્યને બાદ કરતાં બાકી 15 પર્યટન સ્થળનો પ્રવાસ કરવાનો રહેશે. તેનો ખર્ચ સરકાર ઉઠાવશે.

2/ 6

પર્યટન મંત્રાલયે 'દેખો અપના દેશ' કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમની વિગત વેબસાઇટ પર આપવામાં આવી છે. 'દેખો અપના દેશ' (Dekho Apna Desh) કાર્યક્રમ હેઠળ 2022 સુધી ઓછામાં ઓછા 15 પર્યટન સ્થળોનો પ્રવાસ કરવાનો રહેશે.

3/ 6

તેની જાણકારી કેન્દ્રીય પર્યટન મંત્રી (Union Tourism Minister) પ્રહ્લાદસિંહ પટેલે ઓડિશાના કોણાર્કમાં રાષ્ટ્રીય પર્યટન સંમેલનમાં આપી. પટેલે કહ્યું કે એક વર્ષમાં દેશના 15 સ્થળો પર જનારા પર્યટકોનો પ્રવાસ ખર્ચ અને તસવીર અમારી વેબસાઇટ પર અપલોડ કરવાની રહેશે.

4/ 6

આ પ્રવાસીઓને એક વર્ષમાં 15 પર્યટન સ્થળ ફરવા પડશે. આ યોજના 2022 સુધી લાગુ છે. એટલે કે તમે તમારી યાત્રા ક્યારેય શરૂ કરો, પરંતુ એક વર્ષની અંદર ખતમ કરવાની છે. ફરી એક વર્ષમાં કોઈ પણ 15 પર્યટન સ્થળોની મુલાકાત લીધા બાદ વેબસાઇટ https://pledge.mygov.in/my-country/ પર પોતાની તસવીરો અપલોડ કરવાની રહેશે. ધ્યાન રાખવાની બાબત છે કે તમામ પર્યટન સ્થળ તમારા ગૃહ રાજ્યથી બહારના હોવા જોઈએ.

5/ 6

જોકે, આ ખર્ચને મૉનિટરી લાભ માટે નહીં પરંતુ પ્રોત્સાહિત રકમ તરીકે લેવી જોઈએ. પર્યટન મંત્રીએ વધુમાં કહ્યું કે કોણાર્કના સૂર્ય મંદિર (Sun Temple)ને પ્રતિષ્ઠિત સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવશે.

6/ 6

આ ઉપરાંત પર્યટનના એડિશનલ ડાયરેક્ટર રૂપિન્દર બરાડે જણાવ્યું કે મંત્રાલય પર્યટન ગાઈડના રૂપમાં કામ કરવા ઈચ્છુક ઉમેદવારો માટે એક સર્ટિફિકેટ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવે છે પરંતુ આ પ્રોગ્રામમાં ઓડિશાની ભાગીદારી ઘણી ઓછી છે અને તેને વધારવાની જરૂર છે. રાજ્ય સરકારને સ્ટુડન્ટ્સને સર્ટિફિકેટ કોર્સમાં હિસ્સો લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.