- News18 Gujarati
- Last Updated: May 4, 2020, 8:18 AM IST
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (Pradhan Mantri Garib Kalyan Package) હેઠળ પ્રધાનમંત્રી જનધન યોજના (PM Jan Dhan Yojana)ના મહિલા ખાતાધારકોના ખાતામાં 500-500 રૂપિયાના બીજા હપ્તાની રકમ આજથી જમા કરવામાં આવશે. આ ખાતામાં પૈસા ટ્રાન્સફર જનધન ખાતાના છેલ્લા નંબરના હિસાબથી કરવામાં આવશે. પૈસા 5 દિવસમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
તેમાં સામાજિક અંતરના દિશા-નિર્દેશોનું પાલન કરવામાં મદદ મળશે. નોંધનીય છે કે એપ્રિલ મહિનામાં 20.5 કરોડ મહિલા જનધન ખાતાઓમાં 500-500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
લૉકડાઉન 17 મે સુધી લંબાવાયું - સરકારે લૉકડાઉનને 17 મે સુધી લંબાવી દીધું છે. જોકે આ દરમિયાન સમગ્ર દેશમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. કોવિડ-19 સંકટ દરમિયાન ગરીબોની મદદ માટે નાણા મંત્રી નિર્મલા સીતારમણે 26 માર્ચે મહિલા જનધન ખાતાધારકોના ખાતામાં એપ્રિલથી 3 મહિના સુધી દર મહિને 500 રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી હતી.
શું છે ટાઇમ ટેબલ? - જનધન લાભાર્થી મહિલાઓને તેમના એકાઉન્ટ નંબરના આધારે પૈસા ઉપાડવાની મંજૂરી આપી છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, જે ખાતાધારકોનો એકાઉન્ટ નંબર 0 કે 1 પર ખતમ થાય છે, તેમના ખાતામાં 4 મેના રોજ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે.