PREVNEXT

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
વધુ વાંચો
Home / News / tech / ટાટાની આ 4 કારનું નવું CNG વેરિએન્ટ તમારું ખિસ્સું હળવું થતું બચાવશે, મળશે દમદાર માઇલેજ

ટાટાની આ 4 કારનું નવું CNG વેરિએન્ટ તમારું ખિસ્સું હળવું થતું બચાવશે, મળશે દમદાર માઇલેજ

Tata Motors CNG cars: CNG માર્કેટમાં અત્યારસુધી મારૂતિ સુઝૂકીનો જ દબદબો છે, તેના વ્હીકલ પોર્ટફોલિયોમાં સૌથી વધુ 6 CNG મોડેલ્સ છે. પરંતુ હવે આ સ્પર્ધામાં ટાટા પણ ઉતર્યું છે.

ટાટા અલ્ટ્રોઝ (ફાઇલ તસવીર)

ટાટા અલ્ટ્રોઝ (ફાઇલ તસવીર)

મુંબઈ: હાલ દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel price)ના કારણે સામાન્ય માણસ માટે વાહનો ચલાવવું મુશ્કેલ બન્યું છે. તેવામાં દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સ (TATA motors) પણ હવે CNG વાહનોની સ્પર્ધામાં આગળ વધવાની તૈયારી કરી રહી છે. ટાટા મોટર્સ ઝડપથી જ મોર્કેટમાં પોતાના 4 મોડલના નવા CNG વેરિએન્ટ લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં કોમ્પેક્ટ સેડાન, સબ-કોમ્પેક્ટ SUV, એન્ટ્રી લેવલ હેચબેક અને પ્રીમિયમ હેચબેક કાર્સ સામેલ છે.

CNG માર્કેટમાં અત્યારસુધી મારૂતિ સુઝૂકીનો જ દબદબો છે, તેના વ્હીકલ પોર્ટફોલિયોમાં સૌથી વધુ 6 CNG મોડેલ્સ છે. પરંતુ હવે આ સ્પર્ધામાં ટાટા પણ ઉતર્યું છે અને પોતાની કારોને CNG કિટની સાથે લોન્ચ કરશે. જેમાં ટિગોર, નેક્સોન, ટિએગો અને અલ્ટ્રોઝ જેવી કાર્સ સામેલ છે. જોકે, કંપનીએ આ કાર્સના લોન્ચિંગ અંગે કોઈ આધિકારિક પુષ્ટિ નથી કરી, પરંતુ આમાંથી અમુક કારો ટેસ્ટિંગ દરમિયાન દેખાઇ હતી.

Tata Altroz CNGને પૂણેમાં તેના ટેસ્ટ રાઉન્ડ દરમિયાન કેમેરામાં કેદ કરાઈ હતી. ફેક્ટરી ફીટેડ સીએનજી કિટને હેચબેકના અમુક વેરિએન્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. હાલ અલ્ટ્રોઝ મોડલ લાઇનઅપ 7 ટ્રિમ્સ – XE, XM, XM+, XT, XZ, XZ (O) અને XZ+માં આવે છે. સીએનજી કિટ 1.2 લીટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિનની સાથે આવશે, જે 85BHP અને 113NM ટોર્ક જનરેટ કરવામા સક્ષમ હશે. રિપોર્ટ્સ અનુસાર, 1.2 લીટર ટર્બો પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જીનમાં સીએનજી કિટ નહીં મળે.

શું હશે કિંમત?

CNG વેરિએન્ટમાં પાવરની થોડી કમી જોવા મળશે. તો કંપની એકમાત્ર કોમ્પેક્ટ એસયૂવી Tata Nexon CNGમાં 1.2 લીટર પેટ્રોલ મોટરની સાથે CNG કિટની સાથે આવે તેવી શક્યતા છે. આવનાર ટાટા સીએનજી કારોની કિંમત પેટ્રોલ-ડીઝલ વેરિએન્ટની સરખામણીએ રૂ. 40,000થી રૂ. 50,000 સુધી મોંઘી હોઇ શકે છે.

આ પણ વાંચો: 30 સપ્ટેમ્બર પહેલા બેંક, ટ્રેડિંગ એકાઉન્ટને લાગતા આ 4 કામ ભૂલ્યા વગર પતાવી લો, નહીં તો થશે પેરશાની

હાલમાં જ ટાટા મોટર્સે પોતાની માઇક્રો SUV Tata Punch પરથી પડદો ઉઠાવ્યો છે. તેનું બુકિંગ પહેલા જ ડિલરશિપ સ્તરે શરૂ થઇ ચૂક્યું છે, જ્યારે લોન્ચિંગ આગામી મહિને (ઓક્ટોબર 2021)માં થશે. મિની એસયૂવી, જે ટાટા HBX કોન્સેપ્ટનું પ્રોડક્શન એડિશન છે. પોતાના પ્લેટફોર્મને અલ્ટ્રોઝ હેચબેક સાથે શેર કરશે. તેને ટાટાની ઇમ્પેક્ટ 2.0 ડિઝાઇન લેંગ્વેજ પર તૈયાર કરાઇ છે. ટાટા પંચમાં 1.2 લીટર નેચરલી એસ્પિરેટેડ અને ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જીન જોવા મળશે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 5 સ્પીડ મેન્યૂઅલ અને એએમટી સામેલ હશે. કહેવામાં આવી રહ્યું છે કે કંપની આ કારને 5 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ફેસ્ટીવ સિઝનમાં લોન્ચ કરી શકે છે.

Published by: Vinod Zankhaliya
First published: September 21, 2021, 13:19 IST

Tags: CNG , CNG Cars , Tata motors , Vehicle