
- News18 Gujarati
- Last Updated: April 23, 2021, 17:20 pm
- કિર્તેશ પટેલ
સુરતમાં (Surat) રાત્રી કર્ફ્યું હોવા છતાં પણ ચોરી, લુંટફાટ, હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહ્યી છે. ત્યારે ખટોદરામાં બંગલામાંથી મોડી રાત્રે7 લાખની રોકડ ચોરી ચોરો ફરાર થઇ ગયા હતા. જો કે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV)માં કેદ થઇ ગઈ હતી. જો કે બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ખટોદરા પોલીસે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરતમાં મોડી રાતે કર્ફ્યૂ લાગી જતા કોઈપણ વ્યક્તિની અવરજવર શક્ય રહેતી નથી. જો કે એવા સમયમાં પણ ચોરી લુંટફાટ, હત્યા જેવી ગામ,ભીર ઘટના બને તે ચોકાવનારી વાત છે. ત્યારે ખટોદરા (Khatodara) વિસ્તારમાં કર્ફ્યૂ દરમિયાન ચોરી થવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે ચોર હાથફેરો કરીને નાસી ગયા હતાં. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી.
આ પણ વાંચો : સુરત : મોડી રાત્રે ડબલ મર્ડર! ચાકુનાં 20 જેટલા ઘા ઝીંકી બે મિત્રોની ઘાતકી હત્યા
ખટોદરા વિસ્તારમાં આવેલા બંગલામાં પ્રવેશીને રૂપિયા 7 લાખની રોકડ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. મહત્વની બાબત એ છે કે, રાત્રે કર્ફયૂના સમયે પણ તસ્કરો પોલીસને ચકમો આપીને ઘટનાને અંજામ આપવામાં સફળ થઇ રહ્યા છે. બંગ્લામાં ચોરી થઈ હોવાનું જાણવા મળતા CCTV ફૂટેજ જ તપાસવામાં આવ્યા હતાં.
બંગ્લાના માલિકે પોલીસને ઘટના વિશેની માહિતી આપતા પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાની તપાસ કરતા CCTV ફૂટેજના ચોરી કરવા આવનાર ઇસમો ઝડપાયા હતાં. CCTV ફુટેજમાં ઘરમાંથી ચોરી કરીને બહાર નીકળતા 7 જેટલા ઈસમો દેખાયાં હતાં. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે ચડ્ડીધારી ગેંગે ઘટનાને અંજામ આપ્યો હોવાનું CCTVમાં દેખાય છે. CCTVના ફુટેજના આધારે ખટોદરા પોલીસે આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો : સુરત : સરથાણામાં અસામાજિક તત્વો વચ્ચે ધીંગાણું, મારામારીનો CCTV વીડિયો થયો Viral
મોડી રાતે કર્ફ્યૂ લાગી જતા કોઈપણ વ્યક્તિની અવરજવર શક્ય રહેતી નથી. એવા સમયે આ ચડ્ડીધારી બંગલામાં કેવી રીતે પ્રવેશી તે તપાસનો વિષય છે .ચડ્ડીધારી ગેંગના આ તસ્કરો ક્યાંથી આવ્યા હતાં. તે અંગે શોધખોળ શરૂ કરવામાં આવી છે. કર્ફ્યૂના કારણે શેરી મહોલ્લાઓમાં પણ પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે. તેમજ રસ્તાઓ પર ઠેર ઠેર ચેકપોસ્ટની માફક અલગ-અલગ પોઈન્ટ ઉપર પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.છતાં રાત્રિના સમયે સાત જેટલા ઈસમો એક બંગ્લામાં પ્રવેશી ને ચોરી કરી જાય તો આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે