
- News18 Gujarati
- Last Updated: April 30, 2021, 20:14 pm
નવી દિલ્હીઃ દેશ આ સમયે કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેર સામે લડી રહ્યો છે. આ કારણે ઓક્સીજનની માંગમાં વધારો થયો છે. જેથી ઓક્સીજનની (oxygen) અછત પણ સર્જાઈ છે. કોરોના વાયરસ સંક્રમણ સામે લડાઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited)એ મોટી પહેલ કરી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાની જામનગર રિફાઈનરી માટે વિવિધ રાજ્યમાં લિક્વિડ મેડિકલ ઓક્સીજન અથવા એલએમઓની (Liquid Medical Oxygen) સપ્લાય કરે છે.
રિલાયન્સની પહેલનું સુપ્રીમ કોર્ટમાં પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. એક મામલા ઉપર સુનાવણી દરમિયાન જસ્ટીસ ડી.વાઈ. ચંદ્રચૂડની સામે અગ્ર સચિવ સુમિતા ડાવરાએ કહ્યું કે એક પ્રશાસકના રૂપમાં મારા માટે આ એક આંખ ખોલનારું છે. કે કેવી રીતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે જામનગર રિફાઈનરી થકી એલએમઓનું ઉત્પાદન કર્યું અને આ 700 મેટ્રીક વધારે ટન વધુ ગયું છે.
મુકેશ અને નીતા અંબાણી અંગત રીતે કરી રહ્યા છે કામ ઉપર દેખરેખ
બીજી તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયસ ફાઉન્ડેશનની ચેરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણી પોતે ગ્રુપ તરફથી કોરોના સામે કરવામાં આવેલી આ પહેલીની દેખરેખ રાખે છે. આ મામલાની જાણકારી રાખનાર લોકોએ કહ્યું કે મુકેશ અંબાણીએ ગ્રૂપની મેગા રિફાઈનરી અને પેટ્રોલકેમિકલ્સ કોમ્પ્લેક્સમાં ચાલી રહેલા કોવિડ-19 રાહત કાર્યનું વ્યક્તિગત નિરીક્ષણ કરી રહ્યા છે. પરંતુ રવિવારે મોડી રાત્રે જામનગર માટે ઉડાન ભરી હતી. આરાઈએલે 100 ટન પ્રતિ દિનથી 700 ટન પ્રતિદિન સુધી મેડિકલ ગ્રેડ ઓક્સીજનનું ઉત્પાદન કરવાની ક્ષમતાને વધારી છે. વધતી માંગને પુરી કરવા માટે આગામી સપ્તાહ સુધી 1100 ટન પ્રતિ દિન વધારવામાં આવશે.
રિલાયન્સ ફાઉન્ડેશન જામનગરમાં 1,000 બેડની કોવિડ કેર સુવિધા ઊભી કરશે
જામનગર : રિલાયન્સ ફાઉન્ડેશન જામનગરમાં ઓક્સિજન સુવિધા સાથેની 1,000 બેડની કોવિડ કેર સુવિધા ઊભી કરશે . નાગરિકોને તમામ સેવાઓ નિઃશુલ્ક પ્રદાન કરવામાં આવશે અને તેના પરિચાલનનો સંપૂર્ણ ખર્ચે રિલાયન્સ દ્વારા ભોગવવામાં આવશે. આગામી એક સપ્તાહમાં જામનગરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં 400 બેડની કોવિડ કેર સુવિધા શરૂ થઈ જશે. ત્યારબાદ , 600 બેડની અન્ય સુવિધા જામનગરમાં અન્ય જગ્યાએ બે સપ્તાહમાં શરૂ કરી દેવામાં આવશે.
આ પણ વાંચોઃ-રિલાયન્સ ફાઉન્ડેશન જામનગરમાં 1,000 બેડની કોવિડ કેર સુવિધા ઊભી કરશે, તૈયારીઓ પૂરજોશમાં શરૂ
આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! 'મારા પતિને બચાવી લો' કોરોનાથી પતિનું મોત થતાં પ્રેમલગ્ન કરાર પ્રોફેસર પત્નીની આત્મહત્યા
આ પણ વાંચોઃ-કરુણ ઘટના! કાળમુખો કોરોના ભાઈ-બહેનને ભરખી ગયો, ભાઈએ લગ્નના દિવસે જ લીધા અંતિમશ્વાસ
આ સુવિધા માટે જરૂરી માનવસંસાધન , મેડિકલ સપોર્ટ , સાધનો અને અન્ય ડિસ્પીસેબલ આઇટમ રિલાયન્સ દ્વારા પુરા પાડવામાં આવશે . હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ રાજ્ય સરકાર દ્વારા પુરા પાડવામાં આવશે. આ હોસ્પિટલ જામનગર , ખંભાળિયા , દ્વારકા , પોરબંદર અને સૌરાષ્ટ્રના અન્ય પ્રદેશોના લોકો માટે ખૂબ જ રાહત પૂરી પાડશે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી જામનગરમાં છે અને વ્યક્તિગતરૂપથી દેખરેખ રાખી રહ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન અને સંસ્થાપક નીતા અંબાણી અને પરિવાર પણ મુકેશ અંબાણી સાથે છે.
આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પતિને બચાવવા માટે પત્નીએ મોંઢાથી ઓક્સીજન આપ્યો, પત્નીના ખોળામાં જ પતિએ તોડ્યો દમ
આ પણ વાંચોઃ-સુરતઃ પોલીસ સ્ટેશન બહાર જ PSIની પ્રજા સાથે દાદાગીરી, live video થયો વાયરલ
કોવિડ-19 મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચાલી સુનાવણી
કોરોના સંકટ વચ્ચે દિલ્હીમાં ઓક્સીજનની અછત સર્જાઈ રહી છે ત્યારે સુપ્રિમ કોર્ટમાં કોવિડ-19 મુદ્દા ઉપર સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી દિલ્હીના નાગરિકોની જરૂરતોનો પ્રશ્ન છે. તો કેન્દ્ર સરકારની એક વિશેષ જવાબદારી છે. ન્યાયમૂર્તી ડી.વાઈચંદ્ર ચૂંડે કોવિડ-19 મુદ્દા ઉપર સુનાવણી કરતા કહ્યું હતું કે, દિલ્હી રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે. અને ભાગ્યે જ કોઈ પ્રજાતીય દિલ્હીવાળો છે. કેન્દ્રના રૂપમાં તમારી એક વિશેષ જવાબદારી છે. એક રાષ્ટ્રીય પ્રાધિકરણના રૂપમાં જે રાષ્ટ્રીય રાજધાની માટે એક જવાબદારી છે અને તમે નાગરિકો માટે જવાબદાર છો.
સુપ્રીમ કોર્ટમાં દેશભરમાં ઓક્સીનની અછતના મુદ્દા પર સોલિસિટર જનરલ તુષાર મેહતાની સુનાવણી કરી રહી હતી. સુનવણી દરમિયાન એસજીએ દાવો કર્યો છે કે ઓક્સીજનની અછત નથી પરંતુ કેટલાક ક્ષેત્રોમાં ઉપલબ્ધતા, ઉદાહરણ માટે દિલ્હીમાં ઓક્સીજનની આપૂર્તીની અપર્યાપ્ત ઉઠાવવાના કારણે કમી હોઈ શકે છે. જોકે પીઠે કહ્યું કે દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવેલી 700 મેટ્રીક ટનની માંગ અનુસાર કેન્દ્રએ 490 મેટ્રીક ટન ઓક્સીન ફળવણી કરવામાં આવી છે. આમાં નોંધવામાં આવ્યું હતું કે માત્ર પાંચ દિવસની અંદર 500થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હતો. સ્થિતિને સુધારવા માટે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ.
ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યું કે દિલ્હી રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે કોઈ ઓક્સીજન નહીં ઉછાવવા અંગે ભૂલી જાઓ. તમારે લોકોનો જીવ બચાવવો પડશે. કેન્દ્રના રૂપમાં તમારી વિશેષ જવાબદારી છે. પીઠે દિલ્હી સરકારને કહ્યું કે તે આ માનવીય સંકટ દરમિયાન કેન્દ્ર સરકારથી સહયોગથી કામ કરે. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે દિલ્હી સરકારના વકિલ રાહુલ મેહરાને રાજ્યમાં સર્વોચ્ચ પ્રાધિકરણના તેના સંદેશ આપવા માટે કહ્યું. એસજીએ બેંચને જણાવ્યું આ મુદ્દો મોટાભાગે એટલા માટે છે કે દિલ્હી એક ગેર ઔદ્યોગિક રાજ્ય છે. કોઈ પણ ઉત્પાદનના અભાવમાં છે. તેમની પાસે તરલ ઓક્સીજનના પરિવહન માટે ક્રાયોજેનિક ટેન્કર નથી.