Taliban Captures Panjshir: તાલિબાનનો દાવો- પંજશીર પર હવે અમારો કબજો, NRFના ચીફ કમાન્ડરનું મોત

Afghanistan Latest News: તાલિબાનના મુખ્ય પ્રવક્તા જલીહુલ્લાહ મુજાહિદે એક નિવેદનમાં કહ્યું કે, પંજશીરની જીતથી અમારો દેશ સંપૂર્ણપણે યુદ્ધમાંથી બહાર આવી ગયો છે

Taliban Captures Panjshir: તાલિબાનનો દાવો- પંજશીર પર હવે અમારો કબજો, NRFના ચીફ કમાન્ડરનું મોત

કાબુલ. અફઘાનિસ્તાનના (Afghanistan) પંજશીર (Panjshir) ઘાટીને લઈ તાલિબાને (Taliban) મોટો દાવો કર્યો છે. ન્યૂઝ એજન્સી એએફપી મુજબ, તાલિબાનનું કહેવું છે કે તેણે પંજશીર પ્રાંત ઉપર પણ સંપૂર્ણપણે કબજો કરી દીધો છે. તેની સાથોસાથ રજિસ્ટેંસ ફોર્સ (NRF) એટલે કે નોર્ધન અલાયન્સના ચીફ કમાન્ડર સાલેહ મોહમ્મદના (Saleh Mohammad) મોતનો પણ દાવો કરવામાં આવ્યો છે. તાલિબાનના મુખ્ય પ્રવક્તા જલીહુલ્લાહ મુજાહિદે એક નિવેદનમાં કહ્યું કે, આ જીતથી અમારો દેશ પૂર્ણ પણે યુદ્ધમાંથી બહાર આવી ગયો છે.

સોશિયલ મીડિયા (Social Media) પર સામે આવી રહેલી તસવીરોમાં તાલિબાનના ફાઇટર્સ (Talibani Fighters) પંજશીરના પ્રાંતીય ગવર્નરના પરિસરના દરવાજાના સામે ઊભેલા જોવા મળી રહ્યા છે. તાલિબાનનું કહેવું છે કે પંજશીશને ટૂંક સમયમાં સમૂદ પરિવારથી સ્વતંત્ર જાહેર કરી દેવામાં આવશે. પંજશીર ઘાટીમાં પણ તાલિબાનનું રાજ (Taliban Government) હશે.

આ પહેલા પંજશીરના સિંહ તરીકે ઓળખાતા અહમદ મસૂદે તાલિબાનની સામે ફરીથી શાંતિ વાર્તાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મસૂદે દાવો કર્યો હતો કે તાલિબાને પોતાના ફાઇટરોને પંજશીરથી પરત બોલાવી દીધા છે. તાલિબાનના ફાઇટરો બાગલાન પ્રાંતના અંદરાબ જિલ્લાથી પણ પાછળ હટી ગયા છે. મસૂદે કહ્યું કે, તાલિબાનીઓ પાછળ હટ્યા NRFએ પોતાનું મિલિટ્રી ઓપરેશન રોકવાનો આદેશ આપ્યો છે.

જોકે, સોમવારે તાલિબાનના પ્રવક્તા જલીહુલ્લાહ મુજાહિદે પંજશીરમાં તાલિબાનનો કબજો હોવાનો દાવો કર્યો અને તાલિબાનનો ઝંડો લહેરાવવાની પુષ્ટિ કરી છે. નોર્ધન અલાયન્સ તરફથી હજુ સુધી કોઈ નિવેદન સામે નથી આવ્યું.

આ પણ જુઓ, Pakistan Viral Video: પાકિસ્તાની મંત્રી ફૈયાજ ઉલ હસને દાંતથી Ribbon કાપી દુકાનનું કર્યું ઉદ્ઘાટન

તાલિબાન માટે પાકિસ્તાને સાલેહના ઘરે પર ડ્રોનથી બોમ્બ ફેંક્યા?

કેટલાક રિપોર્ટ્સ એવો દાવો કરી રહ્યા છે કે, પાકિસ્તાને પોતાના સૌથી મોટા દુશ્મન અમરૂલ્લા સાલેહના ઘરને ફાઇટર જેટ અને ડ્રોનથી નિશાન બનાવ્યું છે. જોકે, સાલેહ આ હુમલામાં આબાદ બચી ગયા છે. ત્યારબાદ તેઓ કોઈ અજ્ઞાત સ્થળે છુપાઈ ગયા છે. આ પહેલા તાલિબાની હુમલામાં પંજશીર ઘાટીના વિદ્રોહી નેતા અહમદ મસૂદના પ્રવક્તા અને પત્રકાર ફહીમ દશ્તીનું મોત થયું હતું.

આ પણ વાંચો, કોણ છે Mullah Abdul Ghani Baradar જે અફઘાનિસ્તાનમાં ચલાવશે Taliban સરકાર?

ક્યાં આવેલું છે પંજશીર?

પંજશીર ઘાટીનો (Panjshir Valley) અર્થ થાય છે પાંચ સિંહોની ઘાટી. તેનું નામ એક દંતકથા સાથે જોડાયેલું છે. માનવામાં આવે છે કે, 10મી સદીમાં પાંચ ભાઈ પૂરના પાણીને નિયંત્રિત કરવામાં સફળ રહ્યા હતા. તેમણે ગઝનીના સુલ્તાન મહમૂદ માટે એક ડેમ બનાવ્યો. ત્યારબાદથી તેને પંજશીર ઘાટી તરીકે ઓળખવામાં આવે છે. પંજશીર ઘાટી કાબુલના ઉત્તરમાં હિન્દુ કુશમાં સ્થિત છે. આ ક્ષેત્ર 1980ના દશકમાં સોવિયત સંઘ અને બાદમાં 1990ના દશકમાં તાલિબાનની વિરુદ્ધ પ્રતિરોધનો ગઢ હતો. આ ઘાટીમાં દોઢ લાખથી વધુ લોકો રહે છે, જેમાંથી મોટાભાગના તાજિક મૂળના છે.

Published by:Mrunal Bhojak
First published:September 06, 2021, 11:03 am