Afghanistan News: કાબુલમાં ‘પાકિસ્તાન મુર્દાબાદા’ના નારા લગાવી રહ્યા હતા પ્રદર્શનકારી, તાલિબાને ગોળીઓ વરસાવી

Taliban Terror: કાબુલમાં મંગળવારે પાકિસ્તાન વિરુદ્ધના પ્રદર્શનને રોકવા માટે તાલિબાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું

Afghanistan News: કાબુલમાં ‘પાકિસ્તાન મુર્દાબાદા’ના નારા લગાવી રહ્યા હતા પ્રદર્શનકારી, તાલિબાને ગોળીઓ વરસાવી

કાબુલ. અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનના (Taliban) કબજા બાદ પાકિસ્તાને ખુલીને તાલિબાનનું સમર્થન કર્યું છે. આ દરમિયાન પાકિસ્તાનની વિરુદ્ધ કાબૂલથી લઈને વોશિંગટન સુધી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ન્યૂઝ એજન્સી એઅફપીના રિપોર્ટ મુજબ, કાબુલમાં મંગળવારે પાકિસ્તાનની (Pakistan) વિરુદ્ધ પ્રદર્શનને રોકવા માટે તાલિબાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ફાયરિંગમાં (Talibani Firing in Kabul) અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ થવાના અહેવાલ છે.

સમાચાર એજન્સી એએફપી મુજબ, કાબુલ સ્થિત પાકિસ્તાની દૂતાવાસની બહાર 70થી વધુ લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી. આ વિરોધ પ્રદર્શનના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં પ્રદર્શનકારી ‘પાકિસ્તાન મુર્દાબાદ’ અને ‘પંજશીર જિંદાબાદ’ જેવા નારા સાંભળવા મળ્યા.

મૂળે, પંજશીરની જંગમાં તાલિબાન તરફથી પાકિસ્તાનના ડ્રોન હુમલા કરવા અને આઇએસઆઇ હેડ ફૈજ હામિદના કાબુલ પ્રવાસી અફઘાનિઓમાં આક્રોશ છે. આંતરરાષ્ટ્રીય બિરાદરીએ પણ તેની ટીકા કરી છે. અફઘાનિસ્તાનના લોકો કાબુલમાં અનેક સ્થળે પાકિસ્તાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.

આમ તો, અફઘાનિસ્તાનના અલગ-અલગ શહેરોમાં મહિલાઓ ઘણા દિવસોથી પોતાના અધિકારો માટે પ્રદર્શન કરી રહી છે, પરંતુ કાબુલમાં પહેલીવાર રાતમાં પ્રદર્શન થયું છે. કાબુલ ઉપરાંત અમેરિકાના વોશિંગટનમાં પણ રેલીઓ યોજીને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાડવામાં આવી રહ્યા છે. લોકોએ પાકિસ્તાન પર નવેસરથી પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

આ પણ જુઓ, Pakistan Viral Video: પાકિસ્તાની મંત્રી ફૈયાજ ઉલ હસને દાંતથી Ribbon કાપી દુકાનનું કર્યું ઉદ્ઘાટન

પંજશીરમાં (Panjshir) નેશનલ રેજિસ્ટેંસ ફોર્સ (NRF) એટલે કે નોર્ધન અલાયન્સની આગેવાની કરી રહેલા અહમદ મસૂદે પણ કહ્યું છે કે, પાકિસ્તાની એરફોર્સ સતત હુમલા કરી રહી છે, જેથી તાલિબાન આગળ વધી શકે. હવે અમારી અસલી લડાઈ પાકિસ્તાન સાથે છે, કારણ કે પાકિસ્તાની સેના અને ISI તાલિબાનીઓના યુદ્ધનું નેતૃત્વ કરી રહ્યા છે. બીજી તરફ, અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપ્રમુખ અમરુલ્લાહ સાલેહ પણ અનેકવાર કહી ચૂક્યા છે કે પાકિસ્તાન તાલિબાનને દરેક પ્રકારની મદદ પૂરી પાડી રહ્યું છે. પાકિસ્તાનની મદદથી જ તાલિબાન અફઘાનિસ્તાન પર કબજો કરી શક્યું છે.

આ પણ વાંચો, Neerja Bhanot Birth Anniversary: ‘હિરોઇન ઓફ હાઇજેક’ના નામથી જાણીતી નીરજા ભનોટે આતંકવાદીઓનો આવી રીતે કર્યો હતો સામનો

પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સના પ્રમુખ ફૈજ હામિદ કાબુલ પ્રવાસ પર ગયા તો બીજી તરફ તેમની સ્પેશલ બટાલિયન, તાલિબાનની સાથે ખભાથી ખભા મેળવીને નેશનલ રેજિસ્ટેંસ ફોર્સ (NRF)ના યોદ્ધાઓ પર હુમલાઓ કરી રહ્યા છે. તેના કારણે દુનિયાભરમાં પાકિસ્તાનની વિરુદ્ધ રોષ વ્યાપક થતો જઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લગાવવાની માંગ પણ ઉઠી રહી છે. લોકો તેને ‘પંજશીરમાં પાકિસ્તાનનું પાપ’ને યુદ્ધ અપરાધ માની રહ્યા છે.

Published by:Mrunal Bhojak
First published:September 07, 2021, 13:57 pm