નવી દિલ્હી: સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થા વધારવાની આશા ઘણા સમયથી ચાલી રહી છે. તો વળી 7માં પગારપંચે વેતન પેકેજ અંતર્ગત કેન્દ્ર સરકારના કર્મચારીઓને માર્ચ 2023 સુધીમાં કંઈક સારા સમાચાર મળી શકે છે. કેટલાય મીડિયા રિપોર્ટ્સમાં જણાવે છે કે, મોંઘવારી ભથ્થામાં માર્ચ 2023 સુધી વધારો થવાની સંભાવના છે. ડીએ વધારો ઉપરાંત, કેન્દ્ર સરકાર પેન્શનધારકો માટે મોંઘવારી રાહત વધારી શકે છે.
આ પણ વાંચો: ચૂંટણી કમિશનર તરીકે અરૂણ ગોયલની નિમણૂંક પર ઉઠ્યા સવાલ, સુપ્રીમે માંગ્યો કેન્દ્ર સરકાર પાસે જવાબ
Dearness Allowance and Dearness Relief
સરકારી કર્મચારીઓને ખબર હોવી જોઈએ કે, મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત બંને વર્ષમાં બે વાર સંશોધિત કરવામાં આવે છે. પહેલા જાન્યુઆરીમાં અને બાદમાં જૂલાઈમાં અને હવે નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે સરકારી કર્મચારીઓને ડીએ વધારવાના સમાચાર આવી શકે છે. જે નિશ્ચિતપણે તેમને ખુશ કરી દેશે. રિપોર્ટ્સનું માનીએ તો, માર્ચ 2023 સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓને 3થી 5 ટકા ડીએ વધારો મળવાની આશા છે.
Last DA Hike
કેન્દ્રએ સપ્ટેમ્બર 2022માં ડીએમાં વધારો કર્યો હતો, જેનાથી લગભગ 48 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68 લાક પેન્શનધારકોને લાભ થયો હતો. સરકારે ડીએમાં 4 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી અને ત્યાર બાદ કુલ મોંઘવારી ભથ્થામાં 38 ટકા પર પહોંચી ગયું હતું. સપ્ટેમ્બર વધારા પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓને 34 ટકા ડીએમ મળી રહ્યું હતું. જેને માર્ચ 2022માં 3 ટકાનો વધારો મળ્યો હતો.
આ પણ વાંચો: DA Hike: કર્મચારીઓ બનશે માલામાલ! કેન્દ્ર સરકાર કરશે મોંઘવારી ભથ્થામાં વધારો
7th Pay Commission DA
જો કે, આ અગાઉ સરકારે કોવિડ મહામારી દરમિયાન ડીએ વધારાની જાહેરાત કરી નહોતી. 1 જૂલાઈ 2021થી મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો હતો. તો વળી જૂલાઈ 2021થી ડીએ 17થી વધારીને 28 ટકા કરી દીધું હતું. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 38 ટકા ડીએ મળી રહ્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર