
- News18 Gujarati
- Last Updated: April 29, 2021, 21:49 pm
- મયુર માકડિયા
અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે (Alpesh Thakor)સરકાર સામે નારાજગી દર્શાવી છે. અલ્પેશ ઠાકોરે સરકાર પર ઓક્સિજન ફાળવણીમાં ભેદભાવ કરવાનો આક્ષેપ કર્યો છે. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ઓક્સિજન નથી, રેમડેસિવીર છે નહીં, દર્દીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઓક્સિજનન અભાવે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. પરિસ્થિતિ ખરેખર દયાજનક છે.
અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે માનનીય મુખ્યમંત્રીએ આપના માધ્યમથી અપીલ કરીએ છીએ કે સાહેબ અમે જઈએ તો જઈએ ક્યાં, માંગીએ તો કોની જોડે માંગીએ. આ બીમારી એવી છે કે ડરના કારણે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રીએ અંતરિયાળ વિસ્તારના જીવ બચવા જોઈએ. સરકારના રોજ નવા નિયમો બદલવાના પરિણામે પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે.
આ પણ વાંચો - મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 18થી વધુની વયના યુવાનોને કરી આવી અપીલ
રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 14,327 કેસ નોંધાયા છે. જેની સામે 9544 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 180 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 7010 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 76.82 ટકા છે. અત્યાર સુધીમાં 96,33,415 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 22,89,426 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 1,64,979 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.