PREVNEXT

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
વધુ વાંચો
Home / News / gujarat / અમદાવાદઃ બે ભાઈ વચ્ચે ખેલાયો ખૂની ખેલ! ગેસની બોટલ માથામાં મારી ભાઈએ જ ભાઈની કરી હત્યા

અમદાવાદઃ બે ભાઈ વચ્ચે ખેલાયો ખૂની ખેલ! ગેસની બોટલ માથામાં મારી ભાઈએ જ ભાઈની કરી હત્યા

Ahmedabad crime news: નિલેશએ તેનો ભાઈ સુભાષ પડી જતા વાગી ગયું હોવાની સ્ટોરી ઉભી કરી રહ્યો હતો. પણ બીજીતરફ 108એ મણિનગર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

ભાઈની હત્યા કરનાર આરોપી ભાઈની ફાઈલ તસવીર

ભાઈની હત્યા કરનાર આરોપી ભાઈની ફાઈલ તસવીર

અમદાવાદ:  અમદાવાદના (Ahmedabad east area) પૂર્વ વિસ્તારમાં ગુનાખોરી બેફામ વધી રહી છે. તાજેતરમાં બનેલી કાગડાપીઠ લૂંટનો ભેદ (Kagadapith loot case) ઉકેલાયો નથી અને અમરાઈવાડીમાં (Amaraivadi murder case) હત્યા કર્યા બાદ લૂંટ ચલાવનાર આરોપી પકડાયાએ નથી ત્યાં શનિવારે વધુ એક હત્યાનો બનાવ બન્યો હતો. બાદમાં રવિવારે મણિનગરમાં (Maninagar) ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનો (brother killed brother) બનાવ બનતા પૂર્વ વિસ્તાર જાણે કે લોહિયાળ બન્યો છે.

36 વર્ષીય યુવકની તેના ભાઈએ જ ગેસ રિફિલ માથા અને મોઢાના ભાગે બોલાચાલી થતા મારી દેતા મોત નીપજ્યું હતું. આરોપીએ 108ને જાણ કરી તેનો ભાઈ પડી ગયો હોવાની કહાની ઉભી કરી પણ પોલીસને જાણ થતાં પોલીસે તપાસ કરતા જ ગણતરીના સમયમાં હત્યા થઈ હોવાનું બહાર લાવી આરોપીની ધરપકડ કરી છે.

મણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દક્ષિણી સોસાયટી પાસેની સરદારની ચાલી ગણપત ગલીમાં રહેતા 36 વર્ષીય સુભાષ મધુકર ગોગવલે અને તેનો ભાઈ નિલેશ માતા સાથે રહે છે. રવિવારે બપોરે બે વાગ્યાના સુમારે સુભાષ ઘરે આવીને  તેના નાના ભાઈ  નિલેશ મધુકર ગોગવલે સાથે કામધંધો ન કરતો હોવાની બાબતને લઈને ઝઘડો અને માથાકૂટ કરવા લાગ્યો હતો.

તમારા શહેરમાંથી (અમદાવાદ)

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 303 કેસ નોંધાયા, વલસાડમાં એકનું મોત

અમદાવાદ: લૂંટેરી દુલ્હન લગ્ન કરી કાંકરિયા ફરવા ગઇ, પતિ બાઇક લેવા ગયો ને થઇ ગઇ રફૂચક્કર

Atiq Ahmed News: અતીક અહેમદ મેડિકલ ચેકઅપ બાદ પોલીસ કાફલા સાથે UP જવા રવાના

Atiq Ahemad Case: અતીકને લઈ જતી ટીમના 5 અધિકારીઓ પાસે જ મોબાઇલ, 40 કોન્સ્ટેબલના મોબાઇલ જપ્ત કર્યા

અમદાવાદઃ ગર્ભવતી વહુને લાત મારી, ચુંટલી ખણીને સાસુ ઉઠાડતી, ત્રાસ વધતા નોંધાવી ફરિયાદ

ઉમેશ પાલ હત્યાકાંડઃ આરોપી અતિક અહેમદને લેવા યુપી પોલીસ પોતાના વાહનો લઈને અમદાવાદ પહોંચી

અમદાવાદ: 8 મહિનાના બાળકને થયો કોરોના, સિવિલમાં ઓક્સિઝન પર

અમદાવાદમાં પૈસા માટે વૃદ્ધ માતા પર દીકરાનો જીવલેણ હુમલો, બીકથી માતાએ બસ સ્ટેન્ડે ઊંઘવું પડ્યું!

કમોસમી વરસાદને કારણે ફ્રૂટના ભાવ આસમાને, ચૈત્રી નવરાત્રી-રમઝાનને માગ વધુ આવક ઓછી; 20થી 30 ટકા ભાવવધારો

રાહુલના સમર્થનમાં કોંગ્રેસના સત્યાગ્રહ સંકલ્પ ધરણા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓની અટકાયત

શું તમારે ડ્રોન બનાવતા શીખવું છે? જાણો ડિગ્રી-ડિપ્લોમાં કોર્સની કેટલી છે ફી

બોલાચાલી એટલી હદે વણસી ગઈ કે સુભાષ તેના ભાઈ નિલેશ ને ગેસનો બાટલો (રીફીલ) ઉપાડીને મારવા ગયો હતો. તે વખતે તેના નાનાભાઈ નિલેશ મધુકર ગોગબલે એ તેના મોટાભાઈ સુભાષ મધુકર ગોગવલેના હાથમાંથી ગેસનો બાટલો (રીફીલ) લઈને તે સુભાષના માથાના ભાગમાં તથા છાતીના ભાગમાં મારી દીધો હતો. જેના કારણે સુભાષ મધુકર ગોગવલે ના માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

બાદમાં આરોપી નિલેશએ જ 108 ફોન કર્યો હતો. 108ની ટીમ પહોંચી તો સુભાષનું મૃત્યુ થયું હતું. નિલેશએ તેનો ભાઈ સુભાષ પડી જતા વાગી ગયું હોવાની સ્ટોરી ઉભી કરી રહ્યો હતો. પણ બીજીતરફ 108એ મણિનગર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

શરૂઆતથી જ નિલેશ ખોટું બોલી રહ્યો હોવાનું માની પોલીસે ઉલટ પૂછપરછ કરતા નિલેશ એ તેના ભાઈ સુભાષ સાથે બોલાચાલી થતા તેને મારવા આવતા ગેસ બોટલ મારી દઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

મણિનગર પોલીસસ્ટેશન ના પીઆઇ ભરત ગોયલ એ જણાવ્યું કે આરોપી નિલેશ ની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સુભાસ કોઈ કામધંધો કરતો ન હતો. તેના છૂટાછેડા થયા ત્યારથી માતા અને બે ભાઈઓ આ મકાનમાં રહે છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ પ્રેમમાં આંધળી બનેલી માતાની કરતૂત! પ્રેમી સાથે સંબંધમાં નડતા પુત્રને દૂધમાં ઝેર પીવડાવી કરી હત્યા

આ પણ વાંચોઃ-Ahmedabad: દીકરીને પ્રેમી ભગાડી જતા માતાએ પોલીસ સાથે રમી ગેમ, સાસુના માસ્ટર પ્લાનમાં જમાઈ પણ ભરાયો

108ને આરોપીએ જાતે જ જાણ કરી હતી અને તેનો ભાઈ પડી ગયો હોવાની કહાની બનાવી હતી. જોકે તપાસ કરતા હત્યા કરી હોવાનું સામે આવતા ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

Published by: ankit patel
First published: August 15, 2021, 23:52 IST

Tags: Ahmedabad news , Crime news