શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે ફક્ત ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. તેથી વ્યક્તિએ હંમેશાં શિક્ષકોને માન આપવું જોઈએ. આ સિવાય સાચા માર્ગ તરફ દોરવામાં મદદ કરનાર માતા-પિતા, ભાઈ-બહેન કે આવી કોઈ પણ વ્યક્તિ આપણા માટે આદરણીય છે અને ગુરુ સમાન છે. દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમા (Purnima)ના દિવસને ગુરુ પૂર્ણિમા (Guru Purnima) તરીકે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે વેદ વ્યાસજીનો જન્મ પણ આ દિવસે જ થયો હતો. વેદ વ્યાસે જ માનવજાતને ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું. તેથી જ તેમને પ્રથમ ગુરુ માનવામાં આવે છે અને તેમના જન્મની તિથિને વ્યાસ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. આ વર્ષે 24 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા ઉજવાશે.
ગુરુ પૂર્ણિમાનો ઈતિહાસ- ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો ઈતિહાસ આદિકાળથી છે. ગુરુ સંસ્કૃતમાંથી ઉતરેલો શબ્દ છે. 'ગુ'નો અર્થ અંધકાર અને 'રૂ'નો અર્થ અંધકાર દૂર કરનાર થાય છે. આ તહેવાર હિંદુઓ, જૈનો અને બૌદ્ધો દ્વારા પોતાના ગુરુનો આદર અને સન્માન કરીને ઉજવવામાં આવે છે.
આ પણ વાંચો- ખિસ્સામાંથી પૈસા પડી જાય તો દુ:ખી ન થતા, આ છે નસીબનાં દરવાજા ખુલવાની નિશાની
ગુરુ પૂર્ણિમા બૌદ્ધ ધર્મના લોકો માટે ખૂબ જ શુભ તહેવાર માનવામાં આવે છે. આ દિવસે જ ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો. જેથી આ દિવસને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે.
ગુરુપૂર્ણિમા: સમય અને તારીખ ગુરુપૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમા 24 જુલાઈના રોજ ઉજવાશે. ગુરુપૂર્ણિમા 23 જુલાઈ શુક્રવારની સવારે 10:45થી 24 જુલાઈ રાત્રે 8:08 કલાક સુધી રહેશે. જેથી 24 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી થશે.
આ પણ વાંચો- Durga Ashtami 2021: આજે છે દુર્ગાષ્ટમી, જાણો તેની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત
ગુરુપૂર્ણિમાનું મહત્વ- આ દિવસ ગુરુઓ અને તેમના દ્વારા કરવામાં આવેલી મહેનત, બલિદાન તેમજ શિષ્ય પ્રત્યે સમર્પણને માન આપવા મનાવવામાં આવે છે. આ દિવસે લોકો સવારે વહેલા ઉઠી, સ્નાન કરીને ગુરુના આશીર્વાદ લે છે. પ્રાર્થના કરે છે અને ગુરૂ દક્ષિણા આપે છે.
તો ચાલો આ વર્ષે આપણા ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરીએ, જેઓ આપણા માર્ગદર્શક છે. સફળતા તરફ પહેલું ડગલુ ભરવા પાછળ ગુરુ જવાબદાર હોય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર