Home / News / business /

RIL Q3 Results: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નેટ પ્રોફિટ 20,539 કરોડ, અત્યારસુધીનું સૌથી સારું ક્વાર્ટર પરિણામ

RIL Q3 Results: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની નેટ પ્રોફિટ 20,539 કરોડ, અત્યારસુધીનું સૌથી સારું ક્વાર્ટર પરિણામ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (Reliance Industries Limited)રેકોર્ડ પ્રદર્શન કરતા ડિસેમ્બર ક્વાર્ટરમાં સૌથી વધારે નફો મેળવ્યો છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (Reliance Industries Limited)રેકોર્ડ પ્રદર્શન કરતા ડિસેમ્બર ક્વાર્ટરમાં સૌથી વધારે નફો મેળવ્યો છે

RIL Q3 Results - કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 2.09 લાખ કરોડ રૂપિયાની કુલ રાજસ્વની કમાણી કરી, જેમાં કંપનીનો શુદ્ધ નફો 20,539 કરોડ રૂપિયા રહ્યો, જે ગત વર્ષ કરતા 37.9 ટકા વધારે છે

RIL Q3 Results LIVE: : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (Reliance Industries Limited)રેકોર્ડ પ્રદર્શન કરતા ડિસેમ્બર ક્વાર્ટરમાં સૌથી વધારે નફો મેળવ્યો છે. કોરોના મહામારીના દબાણમાં પણ કંપનીનું કુલ રાજસ્વ 52.2 ટકા વધીને 2.09 લાખ કરોડ રૂપિયાથી વધારે પહોંચી ગયું છે. જ્યારે 20,539 કરોડનો શુદ્ધ નફો (Reliance Net Profit Q3)પણ થયો છે. આ ગત વર્ષ સમાન ક્વાર્ટરના મુકાબલે 37.9 ટકા વધારે છે.

આ નફામાં સૌથી વધારે ભાગીદારી તેલ-રસાયણ ક્ષેત્રની છે. જેનાથી કંપનીને 10,167 કરોડનો શુદ્ધ લાભ થયો છે. આ સિવાય જિયોએ (Jio)પણ ડિસેમ્બર ક્વાર્ટરમાં 3795 કરોડનો શુદ્ધ લાભ કરાવ્યો છે. જ્યારે રિટેલ ક્ષેત્રએ 2872 કરોડનો શુદ્ધ લાભ આપ્યો છે. કંપનીને મીડિયા, ઇન્ટરનેટ સહિત અન્ય ઉદ્યોગોથી પણ 1,446 કરોડનો શુદ્ધ લાભ (Net Profit)થયો છે.

રિટેલથી 57,714 કરોડની કમાણી, 2259 કરોડનો શુદ્ધ લાભ

RIL એ જણાવ્યું કે રિટેલ ક્ષેત્રથી (Reliance Retail Q3 Result)ડિસેમ્બર ક્વાર્ટરમાં 57,714 કરોડની કમાણી થઇ છે. જે ગત વર્ષથી 23.8 ટકા વધારે છે. કંપનીએ આ દરમિયાન 837 નવા સ્ટોર ખોલ્યા અને કુલ સ્ટોર્સની સંખ્યા વધીને 14,412 થઇ ગઈ છે. કંપનીને ટિયર-2 કે નાના શહેરોથી ડિજિટલ કોમર્સના 50% ઓર્ડર મળે છે. તેનાથી ડિસેમ્બર ક્વાર્ટરમાં શુદ્ધ નફો 2,259 કરોડ રૂપિયા પહોંચી ગયો, જે ગત વર્ષથી 23.4% વધારે છે.

આ પણ વાંચો - TV18 Broadcast એ ત્રીજા ક્વાર્ટરમાં મેળવ્યો 35 ટકા વધારે શુદ્ધ લાભ, ચેક કરો ડિટેલ્સ

રિલાયન્સ જિયોનું બેજોડ પ્રદર્શન, 1.02 કરોડ નવા ગ્રાહકો જોડ્યા

રિલાયન્સ જિયોએ (Reliance Jio Q3 Results) ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં પણ દમદાર પ્રદર્શન કર્યું અને કંપનીના કુલ નફામાં મોટી ભાગીદારી નોંધાવી છે. 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં જિયોની કુલ કમાણી 13.8 ટકા વધીને 24,176 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. જેમાં ટેક્સ પૂર્વ નફો 10,008 કરોડ રૂપિયા રહ્યો. જ્યારે શુદ્ધ લાભ 3795 કરોડ રૂપિયા પહોંચી ગયો, જે ગત વર્ષથી 8.9 ટકા વધારે છે. 31 ડિસેમ્બર સુધી કંપનીના ગ્રાહકોની સંખ્યા 42.10 કરોડ રહી છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં 1.02 કરોડ નવા ગ્રાહકો જોડાયા છે.

રિલાયન્સના અત્યાર સુધીના સૌથી શાનદાર પરિણામ

મુકેશ અંબાણીએ (Mukesh Ambani)કહ્યું કે કંપનીએ આ વખતે અત્યાર સુધીનું સૌથી શાનદાર ક્વાર્ટર પરિણામ રજુ કર્યું છે. બધા બિઝનેસે મજબૂત યોગદાન આપ્યું છે. અમારા બન્ને કન્ઝ્યુમર બિઝનેસ (Consumer Businesses), રિટેલ (Retail) અને ડિજીટલ સેવાઓએ (Digital Services)અત્યાર સુધીની સૌથી વધારે રાજસ્વ અને EBITDA નોંધાવી છે. આ ક્વાર્ટર દરમિયાન અમે ભવિષ્યના વિકાસ માટે પોતાના વ્યવસાયોમાં રણનીતિક નિવેશ અને ભાગીદારી પર ધ્યાન કેન્દ્રીત કર્યું.

Published by: Ashish Goyal
First published: January 21, 2022, 22:38 IST

Tags: Reliance Industries , Reliance Retail , રિલાયન્સ