Home / News / business /

LIC plan: ફક્ત એક પ્રીમિયમ ચૂકવીને આજીવન દર મહિને મેળવો પેન્શન, આટલી ઉંમરથી કરી શકો છો શરૂઆત

LIC plan: ફક્ત એક પ્રીમિયમ ચૂકવીને આજીવન દર મહિને મેળવો પેન્શન, આટલી ઉંમરથી કરી શકો છો શરૂઆત

એલઆઈસી સરલ પેન્શન યોજના

એલઆઈસી સરલ પેન્શન યોજના

LIC Jeevan Saral Plan : LICની આ સ્કીમમાં તમારે ફક્ત એક જ વખત પ્રીમિયમ ચૂકવવાનું હોય છે. આ એક તાત્કાલિક એન્યુઇટી સ્કીમ છે. એટલે કે પ્રીમિયમ ભરતાની સાથે જ પેન્શન શરૂ થઈ જાય છે.

નવી દિલ્હી: ચોક્કસ આવક/પગાર અને સારી એવી બચત ભવિષ્યને સુરક્ષિત (Future security) રાખવા માટે પુરતા નથી. જીવનમાં સ્વાસ્થ્યને લઈને ગમે ત્યારે સમસ્યા આવી શકે છે. આ વાત દરેક વ્યક્તિએ હંમેશા યાદ રાખવી જોઈએ. આથી જ એલઆઈસીની એક ગેરંટી રિટર્ન આપતી સ્કીમ (LIC Scheme)માં રોકાણ કરવું સલાહભર્યું છે. કદાચ તમે તમારી નોકરી કે બિઝનેસ ગુમાવો તો આ સ્કીમ ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. નિવૃત્તિના આયોજન માટે આ ખૂબ સારી યોજના છે. કોઈ પણ વ્યક્તિ ભવિષ્ય અંગે કંઈ કહી શકતી નથી, આથી આપણે અત્યારથી જ તૈયારી આરંભી દેવી જોઈએ. અમુક સ્કીમમાં તમને આની ખાતરી મળે છે, જેમ કે એલઆઈસીની પેન્શન (LIC Saral Pension Yojana) યોજના.

40 વર્ષે પણ શરૂ કરી શકાય છે સ્કીમ

LICની આ સ્કીમમાં તમારે ફક્ત એક જ વખત પ્રીમિયમ ચૂકવવાનું હોય છે. આ એક તાત્કાલિક એન્યુઇટી સ્કીમ છે. એટલે કે પ્રીમિયમ ભરતાની સાથે જ પેન્શન શરૂ થઈ જાય છે. એટલે કે આખી જિંદગી તમને સમાન પેન્શન મળતું રહેશે. આ સ્કીમમાં જોડાવવા માટે તમારી ઉંમર 60 વર્ષ હોય તેવું જરૂરી નથી. તમે 40 વર્ષની ઉંમરે પણ આ સ્કીમ શરૂ કરી શકો છો. એલઆઈસીની આ સ્કીમ વિશે વિસ્તારથી માહિતી મેળવીએ.

એલઆઈસી સરલ પેન્શન યોજના:

જીવન વીમા નિગમ સરલ પેન્શન યોજના અંતર્ગત બે પ્રકારના પ્લાન આપે છે. એટલે કે આ સ્કીમ લેવા માંગતી વ્યક્તિને બે પસંદગી મળે છે.

1) સિંગલ લાઈફ પ્લાન: આ પોલિસી કોઈ એક જ વ્યક્તિના નામ પર રહેશે. આ સ્કીમ હેઠળ વ્યક્તિ જ્યાં સુધી જીવિત રહેશે તેને દર મહિને પેન્શન મળતું રહેશે. મોતના કિસ્સામાં નોમિનીને બેઝિક પ્રીમિયમની તમામ રકમ પરત કરી દેવામાં આવશે.

2) સંયુક્ત જીવન પેન્શન યોજના: આ પ્લાન હેઠળ પતિ અને પત્ની બંને પેન્શનના હકદાર બને છે. એટલે કે જે વ્યક્તિ વધુ જીવે છે તેને પોલિસીના લાભ પ્રાપ્ત થશે. બંનેના નિધન બાદ નોમિનીને મૂળ કિંમત પરત મળશે.

આ સ્કીમ કોણ લઈ શકે?

આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછી ઉંમર 40 વર્ષ અને મહત્તમ ઉંમર 80 વર્ષ છે. આ એક પેન્શન પોલિસી હોવાથી પોલિસી ધારક જ્યાં સુધી જીવિત રહેશે ત્યાં સુધી તેને પેન્શન મળતું રહેશે. આ પોલિસી શરૂ થયાના છ મહિના પછી તેને સરેન્ડર પણ કરી શકાય છે.

કેટલું પેન્શન મળશે?

સૌથી મોટો સવાલ એ છે કે આ પોલિસી હેઠળ તમને કેટલું પેન્શન મળશે અને આ માટે તમારે કેટલી રકમ ચૂકવવી પડશે. આ માટે પેન્શનની રકમ તમારે જ પસંદ કરવાની રહેશે. તમે જેટલી રકમ પસંદ કરશો એ પ્રમાણે પ્રીમિયમ ચૂકવવું પડશે. જો તમે દર મહિને પેન્શન મેળવવા માંગો છો તો તમારે ઓછામાં ઓછું 1,000 રૂપિયાનું પેન્શન લેવું પડશે. એટલે કે વર્ષે ઓછામાં ઓછું 12,000 રૂપિયા પેન્શન લેવું પડશે. વધારે કેટલું પેન્શન લેવું તેની કોઈ મર્યાદા નથી.

ઉદાહરણથી સમજો

જો તમારી ઉંમર 40 વર્ષ છે અને તમે 10 લાખ રૂપિયાનું સિંગલ પ્રીમિયમ જમા કરાવો છો તો તમને વર્ષે 50,250 રૂપિયા મળશે. આ રકમ તમને આજીવન મળશે. આ ઉપરાંત અધવચ્ચેથી તમારે રકમની જરૂરિયાત હોય તો પાંચ ટકા કપાત બાદ રકમ પરત આપી દેવામાં આવે છે.

આ સ્કીમની ખાસ વાતો:

>> આ પોલિસી તમે ઑનલાઇન અને ઑફલાઇન બંને રીતે લઈ શકો છો. પોલિસી માટે વધારે વિગત મેળવવા તમારે ક્યાંય જવાની પણ જરૂર નથી. તમને ઑનલાઇન જ અઢળખ સાહિત્ય મળી જશે.

>> પોલિસી લીધા બાદ તુંરત જ પેન્શન શરૂ થઈ જશે.

>> તમે પેન્શન માટે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે પછી વાર્ષિકની પસંદગી કરી શકો છે.

આ પણ વાંચો: LICની શાનદાર સ્કીમ, દરરોજ માત્ર રૂ. 251ની ચૂકવણી કરીને મેળવો રૂ. 20 લાખનું રિટર્ન

>> આ સ્કીમ માટે તમારે વર્ષે 12,000 રૂપિયાનું પેન્શન લેવું પડશે. મહત્તમ રકમ માટે કોઈ મર્યાદા નથી.

>> તમે આ સ્કીમનો 40 વર્ષથી 80 વર્ષ સુધી લાભ લઈ શકો છો. પેન્શન આજીવન ચાલુ રહેશે.

>> પોલિસી શરૂ કર્યાંના છ મહિના બાદ પોલિસી ધારક ઇચ્છે તો લોન લઈ શકે છે.

Published by: Vinod Zankhaliya
First published: January 21, 2022, 13:55 IST

Tags: Insurance , Investment , LIC , Pension