ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
Home / News / business / Business Idea: ફક્ત 10 હજાર રૂપિયાના રોકાણ સાથે શરૂ કરો આ બિઝનેસ, દર મહિને કરો લાખોની કમાણી

Business Idea: ફક્ત 10 હજાર રૂપિયાના રોકાણ સાથે શરૂ કરો આ બિઝનેસ, દર મહિને કરો લાખોની કમાણી

Recycling business Idea: આ બિઝનેસ (Recycling Business Ideas)નો વ્યાપ ખૂબ વિશાળ છે. આખી દુનિયામાં વર્ષે આશરે બે અબજ ટનથી વધારે વેસ્ટ મટીરિયલ (Waste Material) ઉત્પન્ન થાય છે.

રિસાઈકલિંગ બિઝનેસ

રિસાઈકલિંગ બિઝનેસ

મુંબઇ. Business Idea: કોરોના કાળમાં તમે કોઈ બિઝનેસની શોધમાં છો તો આજે અમે તમને એક બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. આ બિઝનેસમાં તાત્કાલિક કમાણી પણ શરૂ થઈ જશે. તમે ફક્ત 10-15 હજાર રૂપિયાના રોકાણ સાથે આ બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસમાં તમે મહિને સરળતાથી મોટી કમાણી કરી શકો છો. તહેવારોની સિઝનમાં તમારી કમાણી પણ વધી જશે. આ બિઝનેસને તમે વેસ્ટ મટિરિયલ (Recycling Business Ideas)થી શરૂ કરી શકો છો. આ બિઝનેસને તમે ઘરના ભંગાર સાથે શરૂ કરી શકો છો. એટલે કે ઘર બેઠા તમે વેસ્ટમાંથી બેસ્ટ બિઝનેસ શરૂ કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ બિઝનેસની ખૂબ માંગ છે. આ બિઝનેસમાં અનેક લોકો સારી કમાણી કરી રહ્યા છે. તો જાણીએ આ બિઝનેસ વિશે...

શાનદાર છે ભંગારનો બિઝનેસ

આ બિઝનેસ (Recycling Business Ideas)નો વ્યાપ ખૂબ વિશાળ છે. આખી દુનિયામાં વર્ષે આશરે બે અબજ ટનથી વધારે વેસ્ટ મટીરિયલ (Waste Material) ઉત્પન્ન થાય છે. ભારતની વાત કરીએ તો દેશમાં દર વર્ષે આશરે 27.7 કરોડ ટન ભંગાર ઉત્પન્ન થાય છે.

ભારે પ્રમાણમાં વેસ્ટને હેન્ડલ કરવાનું કામ (Waste Management) ખૂબ જ મુશ્કેલ છે. આવા સમયે લોકોએ વેસ્ટમાંથી બેસ્ટનો આઇડિયા અપનાવીને તેમાંથી ઘરના સજાવટની વસ્તુઓ તૈયાર કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવી દીધું છે. અમુક લોકોએ આને બિઝનેસ જ બનાવી દીધો છે. આ બિઝનેસથી તેઓ લાખોની કમાણી કરી રહ્યા છે.

કેવી રીતે શરૂ કરવો?

- આ બિઝનેસ (Recycling Business Ideas) શરૂ કરવા માટે સૌથી પહેલા તમારે તમારા ઘરમાં કે તેની આસપાસ બેકાર સામાન એકઠો કરવાની શરૂઆત કરવી પડશે.

- તમે ઇચ્છો તો નગર નિગમ પાસેથી પણ વેસ્ટ લાવી શકો છો. અનેક વેપારીઓ પણ વેસ્ટ ઉપલબ્ધ કરાવે છે. અહીંથી તમે ખરીદી કરી શકો છો. જે બાદમાં તે ભંગારની સારી રીતે સફાઈ કરવી પડશે.

- જે બાદમાં અલગ અલગ સામાનનું ડિઝાઇનિંગ (Uniform Designing and Coloring) અને કલર કરવો પડશે.

ભંગારમાંથી અથવા વેસ્ટમાંથી તમે ઘણું બધું બનાવી શકો છો. જેમ કે ટાયરમાંથી સીટિંગ ચેર (Tyre seating chair) બનાવી શકાય છે. અમેઝોન પર તેની કિંમત 700 રૂપિયા આસપાસ છે. આ ઉપરાંત Cut, Wooden Craft, Kettle, Glass, Comb, અને ગૃહ સજાવટની અન્ય વસ્તુઓ પણ તૈયાર કરી શકો છો.

અંતમાં માર્કેટિંગનું કામ શરૂ થાય છે. ઈ-કોમર્સ કંપની જેમ કે અમેઝોન અને ફ્લિપકાર્ટ (E-commerce company Amazon and Flipkart) પર પણ તમે આ સામાન વેચી શકો છો. આ સામાન તમે ઓનલાઈન અને ઓફલાઇન એમ બંને રીતે વેચી શકો છો.

આ પણ વાંચો: Small Business Idea: આ રીતે શરૂ કરો ફ્રોઝન વટાણાનો બિઝનેસ, થશે જોરદાર ફાયદો

દર મહિને 10 લાખ રૂપિયાની કમાણી

ન્યૂઝ18માં છપાયેલા સમાચાર પ્રમાણે ધ કબાડી ડૉટ કૉમ સ્ટાર્ટઅપ (The Kabadi!com startup)ના માલિક શુભમે આ બિઝનેસ શરૂ કરવા અંગે જણાવ્યું હતું. શુભમે કહ્યુ કે તેમણે શરૂઆતમાં એક રિક્ષા, એક ઑટો અને ત્રણ લોકો સાથે ઘરે ઘરે જઈને ભંગાર એકઠો કરવાનું કામ શરૂ કર્યું હતું. આજે આ વસ્તુઓનું મહિને આઠથી 10 લાખનું ટર્નઓવર છે. આ કંપની મહિને 40-50 ટન ભંગાર ઉઠાવે છે.

Published by: Vinod Zankhaliya
First published: December 05, 2021, 05:53 IST

Tags: Business , Business Ideas , Investment