વેપાર

Powered by

Post Office Scheme: પોસ્ટ ઓફિસની આ 9 સ્કીમ છે જોરદાર, જાણો કેટલા સમયમાં રુપિયા થશે ડબલ?

Post Office Scheme: પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાની સૌથી મોટી ખાસિયત એ છે કે, અહીં સુરક્ષા સાથે રિટર્નની પણ ગેરંટી આપવામાં આવે છે.

Post Office Scheme: પોસ્ટ ઓફિસની આ 9 સ્કીમ છે જોરદાર, જાણો કેટલા સમયમાં રુપિયા થશે ડબલ?

Post Office Scheme: આજકાલ મોટાભાગના લોકો બચત કરવા તરફ વધુ ધ્યાન આપી રહ્યા છે. ચાહે તમે નોકરી કરતા હોવ, ખેતી કરતા હોવ કે પોતાનો વ્યવસાય ચલાવતા હોવ, બચત કરવું દરેક માટે એક મહત્વપૂર્ણ છે. જ્યારે સૌથી વધુ સુરક્ષિત બચતની વાત આવે ત્યારે મોટાભાગના લોકો પોસ્ટઓફિસ પર વધુ વિશ્વાસ ધરાવતા હોય છે. પોસ્ટ ઓફિસમાં તમારી બચત, જરૂરત અને ઉદ્દેશ્ય અનુસાર ઘણા પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે.

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાની સૌથી મોટી ખાસિયત એ છે કે, અહીં સુરક્ષા સાથે રિટર્નની પણ ગેરંટી આપવામાં આવે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસમાં ચલાવવામાં આવતી 9 પ્રમુખ યોજનાઓ વિશે જણાવીશું. અહીં તમે જાણી શકશો કે પોસ્ટ ઓફિસની કઈ યોજનામાં તમારા પૈસા કેટલા દિવસમાં ડબલ થઇ જશે.

આ જાણવા માટે તમારે યુનિવર્સલ ફોર્મ્યુલા શોધવો પડશે, જેને ફોર્મ્યુલા 72 કહેવાય છે. આ ફોર્મ્યુલા અંતર્ગત તમારે યોજનાના વ્યાજદરને 72થી વિભાજીત કરવાનું રહેશે. ત્યારબાદ તમે જાણી શકશો કે તમારા પૈસા ક્યાં વર્ષે ડબલ થઇ જશે. આજે અહીં આ જ ફોર્મ્યુલાના આધારે આ 9 યોજનાઓ વિશે જાણીશું.

આ પણ વાંચો - Share market tips: ભારતી એરટેલે કરી રાઇટ ઇશ્યૂની જાહેરાત, શું તમારે ખરીદવા જોઈએ કે નહીં આ શેર?

1. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ

આ યોજનામાં પોસ્ટ ઓફિસ 1થી 3 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.5 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે. આ વ્યાજ દરથી 72ને વિભાજીત કરો તો તેનું પરિણામ 13.09 મળે છે. એટલે કે, જો કોઈ આ યોજનામાં પોતાના નાણાં રોકે છે, તો લગભગ 13 વર્ષ પછી તેના પૈસા બમણા થઈ જશે. એટલું જ નહીં પોસ્ટ ઓફિસ 5 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 6.7 ટકા વ્યાજ દર મળી રહ્યું છે. એટલે કે તમારા પૈસા 10.74 એટલે કે લગભગ 11 વર્ષ (10 વર્ષ 9 મહિના)માં ડબલ થઈ જશે.

2. પોસ્ટ ઓફિસ બચત યોજના

પોસ્ટ ઓફિસ બચત યોજનામાં 4.4 ટકા વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે. આ પણ ખૂબ જ વિશ્વસનીય યોજના છે. ફોર્મ્યુલા 72ની ગણતરી મુજબ, જો તમે આ યોજનામાં રોકાણ કરો છો, તો તમારા પૈસા લગભગ 18 વર્ષ પછી બેગણા થઈ જશે.

3. સુકન્યા સમૃદ્ધિ યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂઆતથી જ ઘણા લોકોને આકર્ષી રહી છે. આ યોજના હેઠળ હવે 7.6 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. ફોર્મ્યુલા 72 મુજબ, જો કોઈ આ યોજનામાં રોકાણ કરે છે, તો તેના પૈસા 9 વર્ષ 6 મહિનામાં બમણા થઈ જશે.

4. રિકરિંગ ડિપોઝિટ

હાલ પોસ્ટ ઓફિસની RD યોજનામાં 5.8 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. આ યોજનામાં નાણાં રોકીવાથી તમારા પૈસા 12 વર્ષ 5 મહિનામાં ડબલ થઈ જશે.

5. પોસ્ટ ઓફિસ વરિષ્ઠ નાગરિક યોજના

હાલ પોસ્ટ ઓફિસ વરિષ્ઠ નાગરિક યોજનામાં 7.4 ટકા વ્યાજ દર છે. જો તમારા ઘરના વરિષ્ઠ નાગરિક આ યોજનામાં રોકાણ કરે છે, તો તેમના પૈસા 9.73 વર્ષમાં બમણા થઈ જશે.

આ પણ વાંચો- Indian Railway Recruitment 2021: 10 પાસ માટે રેલવેમાં નોકરીની સોનેરી તક, સારો મળશે પગાર

6. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના

હાલ પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં 6.6 ટકા વ્યાજ દર ઉપલબ્ધ છે. આ યોજનામાં રોકાણ કરવાથી તમારા પૈસા 10.91 એટલે કે લગભગ 11 વર્ષમાં બમણા થઈ જશે.

7. PPF સ્કીમ

PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ એ લોન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે. હાલ આ યોજના પર 7.1 ટકા વ્યાજ દર મળે છે. જો તમે આ યોજનામાં રોકાણ કરો છો, તો તમારી રકમ 10.14 વર્ષમાં બમણી થઈ જશે.

8. કિસાન વિકાસ પત્ર (પોસ્ટ ઓફિસ KVP યોજના)

આ યોજનામાં રોકાણ કરવાથી સારું વળતર મળે છે. હાલ આ યોજના પર વ્યાજ દર 6.9 ટકા છે. અહીં 124 મહિનામાં એટલે કે 10 વર્ષ 4 મહિનામાં તમારા પૈસા બમણા થઈ જશે. આમાં તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાના રોકાણ સાથે શરૂઆત કરી શકો છો, સાથે જ આ યોજનામાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી.

9. રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (National Saving Certificate)

કિસાન વિકાસ પત્રની જેમ પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં પણ સારું વળતર મળી રહ્યું છે. હાલ આ યોજનામાં રોકાણ કરવા પર 6.8 ટકા વ્યાજ દર મળી રહ્યો છે. આ યોજનામાં તમારા પૈસા લગભગ 10 વર્ષ 7 મહિનામાં બમણા થઈ જશે.

Published by:Kaushal Pancholi
First published:August 31, 2021, 12:38 pm