Home / News / business /

Stock tips: લોકોની ધીરજની પરીક્ષા લેનાર ITCના શેર પર ICICI સિક્યોરિટીઝનું Bullish વલણ

Stock tips: લોકોની ધીરજની પરીક્ષા લેનાર ITCના શેર પર ICICI સિક્યોરિટીઝનું Bullish વલણ

આઈટીસી શેર

આઈટીસી શેર

ITC Stock: રૂ. 2,71,000 કરોડથી વધુના મૂડીકરણ સાથે ITCનો શેર અગાઉના રૂ. 220.80ના સ્તરેથી 0.20 પૈસા ઘટીને રૂ. 220.35 પર બંધ રહ્યો હતો. શેરની સપાટી 20 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતા વધુ છે, પરંતુ 5 દિવસ, 50 દિવસ અને 100 દિવસની મૂવિંગ એવરેજ કરતા નીચી છે.

નવી દિલ્હી: દેશની બીજા ક્રમની સૌથી મોટી FMCG કંપની ITC લિમિટેડના શેર (Stock)ની હિલચાલને લઈ ઇન્ટરનેટ પર અવારનવાર રમુજી મિમ (Meme) જોવા મળે છે. ITCના શેર પર લોકોને ઘણી અપેક્ષાઓ છે પણ હજી સુધી શેર લોકોની અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નથી. આવી સ્થિતિમાં ICICI સિક્યોરિટીઝ (ICICI Securities) આ શેર પર બુલિશ (Bullish) જોવા મળી છે. ITC તરફ મેક્રો અને માઈક્રો ફેક્ટરનું સકારાત્મક વલણ છે. અલબત્ત છેલ્લા ઘણા મહિનાથી ITCના શેરમાં રોકાણકારોને યોગ્ય રિટર્ન મળ્યું નથી. આ શેર રોકાણકારોના ધીરજની પરીક્ષા લઈ રહ્યો હોય તેવું ફલિત થાય છે.

શેરની કિંમત

રૂ. 2,71,000 કરોડથી વધુના મૂડીકરણ સાથે ITCનો શેર અગાઉના રૂ. 220.80ના સ્તરેથી 0.20 પૈસા ઘટીને રૂ. 220.35 પર બંધ રહ્યો હતો. શેરની સપાટી 20 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજ કરતા વધુ છે, પરંતુ 5 દિવસ, 50 દિવસ અને 100 દિવસની મૂવિંગ એવરેજ કરતા નીચી છે.

ITCના સ્ટોકે ગત 18 ઓક્ટોબર રોજ 52 સપ્તાહની ઊંચી સપાટી 265.30 રૂપિયા અને 4 મે રોજ 52 સપ્તાહની નીચી સપાટી 199.10 રૂપિયા પર પહોંચ્યો હતો. હાલમાં તે તેના 52 સપ્તાહની નીચી સપાટીથી 10.5 ટકા ઉપર અને તેની 52 સપ્તાહની ઊંચી સપાટીથી 17 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો છે.

બ્રોકરેજનો અભિપ્રાય

ICICI સિક્યોરિટીઝને અપેક્ષા છે કે, ITCને મૂલ્ય (વર્તમાન FCF પ્રોફાઇલ ધોરણે) વૃદ્ધિ, હાલના ફુગાવાના વાતાવરણમાં સિગારેટમાં સંભવિત ભાવ વધારો, વધુ નફા (અને EVA) પર ધ્યાન કેન્દ્રિત કરવાનો લાભ મળશે. આ સાથે FMCG બિઝનેસમાં સારી કામગીરી અને હોટેલ્સ બિઝનેસના આઉટલુકમાં સુધારો કરવાની અપેક્ષા છે. વધુમાં જણાવાયું છે કે, અમે સિગારેટ, FMCG સ્કેલ-અપ અને નફાકારકતામાં બજાર હિસ્સામાં વધારો જળવાઈ રહે અને સપ્લાય ચેઇન રિકાસ્ટ મારફતે ખર્ચ-બચતને વેગ આપવાની સંભાવના જોઈએ છીએ.

આપ્યો 250 રૂપિયાનો ટાર્ગેટ

ICICI સિક્યોરિટીઝે નોંધ્યું હતું કે, તાજેતરના મીડિયા અહેવાલો સૂચવે છે કે તમાકુ માટે કરવેરા પોલિસી અંગે નિર્ણય લેવા માટે રચાયેલી સરકારી પેનલ માત્ર સિગારેટ જ નહીં, તમાકુ પર અન્ય રીતે પણ કર લાદવાની પદ્ધતિ સૂચવી રહી છે. અમારું માનવું છે કે તર્કસંગત પોલિસી મધ્યમ ગાળામાં થોડી નિશ્ચિતતા પ્રદાન કરી શકે છે.

આ પણ વાંચો: ઘર ખરીદનારા લોકોને નિર્મલા સીતારમણના બજેટમાં મળી શકે છે મોટી ભેટ

વધુમાં જણાવાયું છે કે, અમારી કમાણીના અંદાજમાં કોઈ ફેરફાર થયો નથી. અમે ટાર્ગેટ પ્રાઇસ 250 રૂપિયા જાળવી રાખીએ છીએ. અમારા ટાર્ગેટ પ્રાઇસ પર આ સ્ટોક 18x P/E મલ્ટીપલ Mar’23E પર ટ્રેડ કરશે. મુખ્ય ડાઉનસાઇડ જોખમ કર વધારો છે, જેના કારણે વોલ્યુમ પ્રેશર થાય છે.

કંપનીનો નફો

ITCએ અગાઉના જૂન ક્વાર્ટરમાં ભારે વિક્ષેપ બાદ તમામ ઓપરેટિંગ સેગમેન્ટમાં મજબૂત લેવાલીના કારણે સપ્ટેમ્બર 2021માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 13.7 ટકાનો વધારો નોંધાવ્યો હતો. તે 3,697 કરોડ રૂપિયા થયો હતો.

આ પણ વાંચો: ભારતના 'વોરન બફેટે' ડિસેમ્બર ત્રિમાસિકમાં આ ચાર શેરમાં વધાર્યું રોકાણ

બીજી તરફ કંપનીની ચોખ્ખી આવક 11.2 ટકા વધીને રૂ.12,543 કરોડ થઈ હતી, જ્યારે વ્યાજ, કર, ઘસારા અને એમોર્ટાઇઝેશન (EBITDA) પહેલાંની આવક 12.9 ટકા વધીને રૂ. 4,615 કરોડ થઈ હતી.

First published: January 21, 2022, 08:19 IST

Tags: ICICI , Investment , Share market , Stock tips