નવી દિલ્હી. Gold Silver price today, 21 January 2022: છેલ્લા થોડા દિવસથી સોના અને ચાંદીની કિંમતમાં ઉતાર અને ચઢાણ જોવા મળી રહ્યું છે. આજે સોનાની કિંમતમાં ઉછાળો (Gold price today) જોવા મળ્યો છે. સોનું 48,500 રૂપિયા નજીક પહોંચી ગયું છે. જ્યારે ચાંદીની કિંમતમાં કડાકો (Silver price today) બોલી ગયો છે. મલ્ટી કૉમોટિડી એક્સચેન્જ (MCX) પર આજે સવારે 9:19 વાગ્યે સોનાની કિંમતમાં 0.18%નો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે ચાંદીની કિંમતમાં 0.43%નો ઘટાડો જોવા મળ્યો હતો.
સોના-ચાંદીની કિંમત (Gold-Silver Price Today)
એમસીએક્સ પર સવારે સોનું 0.18 ટકાના વધારા સાથે 48,467 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. એટલે કે ફેબ્રુઆરી વાયદા સોનાની કિંમતમાં પ્રતિ 10 ગ્રામ 87 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. ચાંદીની વાત કરીએ તો સવારે એમસીએક્સ પર માર્ચ વાયદા ચાંદીમાં 0.43 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી પ્રતિ કિલોગ્રામ 95,095 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યું હતું.
50,000 રૂપિયાના પાર જઈ શકે છે સોનું
દેશમાં લગ્નની સિઝનમાં સોનાની ખૂબ ખરીદી થઈ રહી છે. આથી સોના અને ચાંદીના ભાવને (Gold Silver Price Update) સમર્થન મળ્યું છે. સોનાનો ભાવ ફરી એકવાર ધીમે ધીમે 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નજીક પહોંચી રહ્યો છે. ફન્ડામેન્ટલ પણ મજબૂત લાગી રહ્યા છે.
દેશના વિવિધ શહેરમાં આજે સોનાનો ભાવ (સોર્સ- goodreturn.in)
શહેર | 22 કેરેટ | 24 કેરેટ |
Chennai | ₹45,820 | ₹50,010 |
Mumbai | ₹47,600 | ₹49,600 |
Delhi | ₹47,710 | ₹52,050 |
Kolkata | ₹47,810 | ₹50,510 |
Bangalore | ₹45,560 | ₹49,710 |
Hyderabad | ₹45,560 | ₹49,710 |
Kerala | ₹45,560 | ₹49,710 |
Pune | ₹46,840 | ₹49,380 |
Vadodara | ₹47,280 | ₹49,830 |
Ahmedabad | ₹47,060 | ₹49,910 |
Jaipur | ₹47,910 | ₹50,010 |
Lucknow | ₹46,410 | ₹49,410 |
Coimbatore | ₹45,820 | ₹50,010 |
Madurai | ₹45,820 | ₹50,010 |
Vijayawada | ₹45,560 | ₹49,710 |
Patna | ₹46,840 | ₹49,380 |
Nagpur | ₹47,600 | ₹49,600 |
Chandigarh | ₹46,410 | ₹49,410 |
Surat | ₹47,060 | ₹49,910 |
Bhubaneswar | ₹45,560 | ₹49,940 |
Mangalore | ₹45,560 | ₹49,710 |
Visakhapatnam | ₹45,560 | ₹49,710 |
Nashik | ₹46,840 | ₹49,380 |
Mysore | ₹45,560 | ₹49,710 |
સોનાની શુદ્ધતાના માપદંડ
24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
આ પણ વાંચો: વિદેશથી કેટલું સોનું લાવી શકાય? કેટલી કિંમતથી વધારે સોનું લાવવા પર ટેક્સ ચૂકવવો પડે? જાણો નિયમ
આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.
મિસ્ડ કૉલ કરીને જાણો સોનાનો ભાવ
નોંધનીય છે કે, તમે આ રેટ્સને સરળતાથી ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કૉલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.