Home / News / business /

Share Market: વિદેશી રોકાણકારોએ 76 Small Caps પર લગાવ્યો દાવ, આ 7 સ્ટોકે 1 વર્ષમાં આપ્યો ત્રણ ગણો નફો

Share Market: વિદેશી રોકાણકારોએ 76 Small Caps પર લગાવ્યો દાવ, આ 7 સ્ટોકે 1 વર્ષમાં આપ્યો ત્રણ ગણો નફો

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર

stock market news: કેપ સ્ટોક્સ દર્શાવે છે કે FIIએ 2021ના ​​દરેક ચાર ત્રિમાસિક ગાળામાં લગભગ 76 કંપનીઓમાં તેમનો હિસ્સો સતત વધાર્યો છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (Foreign Institutional Investors, FIIs)એ ગયા વર્ષે એટલે કે 2021માં આશરે રૂ. 25,750 કરોડની ભારતીય ઇક્વિટી ખરીદી હતી. આ જ સમયગાળા દરમિયાન, બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સમાં લગભગ 22 ટકાનો વધારો થયો હતો અને BSE સ્મોલકેપ ઇન્ડેક્સમાં લગભગ 25 ટકાનો વધારો થયો હતો. કેપ સ્ટોક્સ દર્શાવે છે કે FIIએ 2021ના ​​દરેક ચાર ત્રિમાસિક ગાળામાં લગભગ 76 કંપનીઓમાં તેમનો હિસ્સો સતત વધાર્યો છે. રસપ્રદ વાત એ છે કે, આ 76 શેરોમાંથી 26 શેરોએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોની સંપત્તિ બમણી કરી છે અને તેમાંથી 7 મલ્ટિબેગર્સ બન્યા છે. જેમણે રોકાણકારોના પૈસા ત્રણ ગણા કર્યા છે. (ડેટા સ્ત્રોત: ACE ઇક્વિટી).

Saregama India

છેલ્લા એક વર્ષમાં એટલે કે 19 જાન્યુઆરી, 2021એ આ સ્ટોકની કિંમત રૂ. 858 હતી, જે 19 જાન્યુઆરી, 2022એ 514 ટકા વધીને રૂ. 5,267 થઈ ગઈ છે. FIIએ માર્ચ ક્વાર્ટરની જેમ 2021ના ​​દરેક ક્વાર્ટરમાં સ્ટોકમાં તેમનું હોલ્ડિંગ વધાર્યું. જે માર્ચ ક્વાર્ટરમાં 6.94%, જૂન ક્વાર્ટરમાં 7.36%, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 9.52% અને ડિસેમ્બર ક્વાર્ટરમાં 16.55% રહ્યું.

Man InfraConstruction Ltd.

છેલ્લા એક વર્ષમાં એટલે કે 19 જાન્યુઆરી, 2021એ રૂ.26 હતી, જે આ સ્ટોકની કિંમત 406 ટકા વધીને 19 જાન્યુઆરી, 2022એ 118 રૂપિયા થઈ ગઈ છે. FIIએ માર્ચ ક્વાર્ટરની જેમ 2021ના ​​દરેક ક્વાર્ટરમાં સ્ટોકમાં તેમનો હિસ્સો વધાર્યો જેમાં માર્ચમાં 0.03%, જૂન ક્વાર્ટરમાં 0.04%, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 0.25% અને ડિસેમ્બર ક્વાર્ટરમાં 0.86% રહ્યો.

K.P.R. Mill Ltd.

છેલ્લા એક વર્ષમાં એટલે કે 19 જાન્યુઆરી, 2021એ આ સ્ટોકની કિંમત રૂ. 180 હતી, જે 313 ટકા વધીને 19 જાન્યુઆરી, 2022એ 744 રૂપિયા થઈ ગઈ છે. FIIએ માર્ચ ક્વાર્ટરની જેમ 2021ના ​​દરેક ક્વાર્ટરમાં સ્ટોકમાં તેમનો હિસ્સો વધાર્યો, જેમાં માર્ચમાં 2.15%, જૂન ક્વાર્ટરમાં 2.65%, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3.09% અને ડિસેમ્બર ક્વાર્ટરમાં 3.58% રહ્યો.

Cosmo Films Ltd.

છેલ્લા એક વર્ષમાં એટલે કે 19 જાન્યુઆરી, 2021એ આ સ્ટોકની કિંમત રૂ. 441 હતી, જે 283 ટકા વધીને 19 જાન્યુઆરી, 2022એ 1691 રૂપિયા થઈ ગઈ છે. FIIએ માર્ચ ક્વાર્ટરની જેમ 2021ના ​​દરેક ક્વાર્ટરમાં સ્ટોકમાં તેમનો હિસ્સો વધાર્યો. જેમાં માર્ચમાં 3.46%, જૂન ક્વાર્ટરમાં 3.99%, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 4.53% અને ડિસેમ્બર ક્વાર્ટરમાં 5.45% રહ્યો.

Renaissance Global Ltd.

છેલ્લા એક વર્ષમાં એટલે કે 19 જાન્યુઆરી, 2021એ આ સ્ટોકની કિંમત રૂ. 98 હતી, જે 218 ટકા વધીને 19 જાન્યુઆરી, 2022એ 311 રૂપિયા થઈ ગઈ છે. FII એ માર્ચ ક્વાર્ટરની જેમ 2021ના ​​દરેક ક્વાર્ટરમાં સ્ટોકમાં તેમનો હિસ્સો વધાર્યો, જેમાં માર્ચમાં 0.58%, જૂન ક્વાર્ટરમાં 0.75%, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 1.36% અને ડિસેમ્બર ક્વાર્ટરમાં 1.67% રહ્યો.

આ પણ વાંચોઃ-stock market: શેરખાને BSE500માં આ 5 સ્ટોકને કર્યા તેના ટોપ પિક્સમાં સામેલ, જુઓ લીસ્ટ

Panama Petrochem Ltd.

છેલ્લા એક વર્ષમાં એટલે કે 19 જાન્યુઆરી, 2021એ આ સ્ટોકની કિંમત રૂ. 303 હતી, જે 299 ટકા વધીને 19 જાન્યુઆરી, 2022એ 997 રૂપિયા થઈ ગઈ છે. FIIએ માર્ચ ક્વાર્ટરની જેમ 2021ના ​​દરેક ક્વાર્ટરમાં સ્ટોકમાં તેમનો હિસ્સો વધાર્યો, જેમાં માર્ચમાં 1.82%, જૂન ક્વાર્ટરમાં 2.24%, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3.35% અને ડિસેમ્બર ક્વાર્ટરમાં 3.89% રહ્યો.

આ પણ વાંચોઃ-Rajkot: લગ્ન બાદ પણ પત્નીને અજાણ્યા શખ્સ સાથે સંબંધ રાખવા પડ્યા ભારે, પતિએ ગુસ્સામાં ઉતારી મોતને ઘાટ

Dwarikesh Sugar Industries Ltd.

છેલ્લા એક વર્ષમાં એટલે કે 19 જાન્યુઆરી, 2021એ આ સ્ટોકની કિંમત રૂ. 31 હતી, જે 212 ટકા વધીને 19 જાન્યુઆરી, 2022એ 96 રૂપિયા થઈ ગઈ છે. FIIએ માર્ચ ક્વાર્ટરની જેમ 2021ના ​​દરેક ક્વાર્ટરમાં સ્ટોકમાં તેમનો હિસ્સો વધાર્યો, જેમાં માર્ચમાં 0.38%, જૂન ક્વાર્ટરમાં 2.24%, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 2.76% અને ડિસેમ્બર ક્વાર્ટરમાં 4.09% રહ્યો.

Published by: ankit patel
First published: January 20, 2022, 22:13 IST

Tags: Big Stocks Tips , Hot stock , Share marcket