જાણી લો લાઇસન્સ કઢાવવાની સરળ ઓનલાઇન પ્રક્રિયા

વાહન ચાલકો પાસે લાઇસન્સ હોવું ફરજીયાત છે નહીં તો હવે નવા નિયમ પ્રમાણે 5 હજાર સુધીનો દંડ થઇ શકે છે.

વિભુ પટેલ, અમદાવાદ : વાહન ચાલકો પાસે લાઇસન્સ હોવું ફરજીયાત છે નહીં તો હવે નવા નિયમ પ્રમાણે 5 હજાર રુપિયા સુધીનો દંડ થઇ શકે છે. જો તમારે લાઇસન્સ કઢાવવાનું બાકી છે તો અહીં આપેલા સરળ સ્ટેપ્સથી તમે ઓનલાઇન પ્રક્રિયાથી લાઇસન્સ કઢાવી શકો છો.અમદાવાદ આરટીઓનાં એસ. પી. મુનિયાએ ન્યુઝ18 ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, 'ઓનલાઇન લાઇસન્સ કઢાવવા માટેની પ્રક્રિયા ઘણી જ સરળ છે. ઓનલાઈ પ્રકિયા પૂર્ણ કર્યા બાદ અરજદારે માત્ર એકવાર ટેસ્ટ આપવા માટે આરટીઓમાં જવું પડે છે.' તો જોઇએ ઓનલાઇન લાઇસન્સ કઢાવવાની પ્રક્રિયા


 કાચા અને પાકા લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયા

 નવા કાચા લાઇસન્સ માટેની પ્રક્રિયા

 

 કાચા લાઇસન્સ માટેની પ્રકિયા પૂર્ણ થયા બાદ કોમ્યુટરની ટેસ્ટ લેવામાં આવે છે અને તે પણ ખૂબ સરળ છે. કોમ્યુટર ટેસ્ટ પાસ કરી લીધા બાદ કાચું લાઇસન્સ મળી જાય છે. કાચા લાઇસન્સ મળ્યા બાદ 1 મહિના પછી પાકા લાઇસન્સ માટે અપોઈમેન્ટ લઇ અને પોતાનું વાહન લઈને ટ્રેક પર ટેસ્ટ આપવાની હોય છે. જેમાં તેમા પાસ થયા બાદ પાકુ લાઇસન્સ ઘરે આવી જાય છે. નાપાસ થાવ તો બીજી વખત ફી ભરીને સાત દિવસમાં ટેસ્ટ આપવા માટે આરટીઓ જવાનુ હોય છે. પરંતુ કાચા લાઇસન્સ બાદ પાકા લાયસન્સની પ્રકિયા શરુ કર્યાં.

Trending Now