જામનગર: આજના મહામારીના જમાનામાં બીમારીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. આજે બહાર મળતા જંક ફૂડને કારણે બીમાર પડવાનું પ્રમાણ વધી રહ્યું છે. બજારમાં મળતી ચટપટી વાનગી, ફાસ્ટફૂડથી દૂર રહેવાથી બીમારીને આમંત્રણ આપી શકો છો. ત્યારે આવા સમયે ખાસ બાળકોને કેવા પ્રકારનો ખોરાક આપવો તેની માહિતી વાલીઓને હોવી જરૂરી છે. જામનગરમાં રહેતા રિદ્ધિ ભટ્ટ જે ડાયટિશ્યન છે, તેઓએ વેકેશન હોવાથી બાળકો માટે ખાસ સમર કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં બાળકો એ શું શું ખાવું જોઈએ, અને તેનાથી ફાયદો થાય તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી.