સુરત: મકાનની ગેલેરી એકાએક તૂટી પડી, ચાર લોકો થયા ઘાયલ, જુઓ વીડિયો

Feb 06, 2017 01:13 PM IST | News18 Gujarati
  • સુરત # અહીંના વેડરોડ વિસ્તાર આવેલ પંડોળમાં આજે સવારે એક મકાનની ગેલેરી એકાએક તૂટી પડતાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આ ર્દુઘટનામાં ચાર લોકોને ઇજા થયાનું સામે આવ્યું છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પંડોળ વિસ્તારમાં કાપડ વણાટના એકમો વધુ હોવાથી શ્રમિકોની અવરજવર વધુ રહેતી હોય છે. આ મકાનની છત તૂટી પડી ત્યારે અહીં નીચેથી પસાર થઇ રહેલા ચાર લોકોને ઇજા થવા પામી હતી. આ ઘટનાની જાણ કરાતાં ફાયર વિભાગની ટીમો આવી પહોંચી હતી અને રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી. અહીં નોંધનિય છે કે, આ વિસ્તારમાં મોટા ભાગના મકાન જર્જરિત અને જુના હોવાથી આવી ર્દુઘટનાની દહેશત સતત રહેતી હોય છે.

લેટેસ્ટ વીડિયો