રેલવે મંત્રી સુરેશ પ્રભુને પહેરાવ્યો કાળો ખેસ, આપી લોલીપોપ, જુઓ વીડિયો

Feb 06, 2017 11:10 AM IST | News18 Gujarati
  • સુરત# રવિવારે સુરત આવેલા રેલવે મંત્રી સુરેશ પ્રભુને કફોડી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. રેલવે સ્ટેશનના વિવિધ પ્રોજેક્ટના શિલારોપણ અને શિલાન્યાસ પ્રસંગે દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે તેઓ જઇ રહ્યા હતા એ સમયે કોંગી કાર્યકરોએ એમને ઘેરી લીધા હતા અને એમને કાળો ખેસ પહેરાવી દીધો હતો અને એમના ખિસ્સામાં લોલીપોપ મુકી દેતાં મામલો ગરમાયો હતો. કોંગી કાર્યકરોએ આ પ્રસંગે ભાજય વિરૂધ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. જોકે બાદમાં પોલીસ અને સુરક્ષા કર્મીઓએ સ્થિતિ સંભાળી લેતાં મામલો વધુ વણસતાં અટક્યો હતો.

લેટેસ્ટ વીડિયો