સુરત: હુક્કાની મહેફિલમાં પડ્યો ભંગ, પોલીસે નબીરાઓને ઝડપ્યા, જુઓ વીડિયો

Feb 04, 2017 05:16 PM IST | News18 Gujarati
  • સુરતમાં હુક્કાની મહેફિલ પર દરોડામાં ધનાઢ્ય પરિવારના નબીરાઓ પોલીસના હાથે ઝડપાયા છે.સિટીલાઈટ રોડ પર આલિશાન એપાર્ટમેન્ટમાં હુક્કાની મહેફિલ માણતા હતા ત્યારે પોલીસે 9 શખ્સોની ધરપકડ કરી છે. બહારથી દારૂ પીને આવી ફ્લેટમાં હુક્કાની મહેફિલ માણતા હતા.જોરશોરથી સાઉન્ડ વગાડી હુક્કાની મહેફિલ માણતા હતા.અજાણ્યા શખ્સે જાણ કરતા પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી છે.હુક્કાની મહેફિલમાં મુંબઈના ધનાઢ્ય નબીરાઓનો સમાવેશ થાય છે. સુરતમાં રહેતા અને મુળ ઉત્તર ગુજરાતના અને અરવલ્લી જિલ્લાના વતની રવિ વિજય શાહની બેનના લગ્નનું ફંકશન હતું. આ દરમિયાન રવિ સહિત તેના નવ મિત્રોએ આકાશ અનિલ ગર્ગના આલિશાન બિલ્ડીંગના ફ્લેટ નંબર 1002માં દસમા માળે હુકાની મહેફિલ શરૂ કરી હતી. તેઓ બહારથી દારૂ પીને અહી આવ્યા હતા.

લેટેસ્ટ વીડિયો