મહેસાણા: દુષ્કર્મ કેસનો આરોપી પોલીસને ચકમો આપી નાસી ગયો, જુઓ વીડિયો

Feb 04, 2017 05:22 PM IST | News18 Gujarati
  • મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયેલો દુષ્કર્મ કેસનો આરોપી પોલીસ જાપ્તાને ચકમો આપી નાસી છુટતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.ખેરાલુ મથકમાં દુષ્કર્મના આરોપસર જેલમાં હતો.પેટમાં દુઃખાવાની ફરિયાદ કરતા સિવિલ લઈ જવાયો હતો.ટોઈલેટ જવાનું બહાનું કાઢી પોલીસને ચકમો આપી આરોપી ફરાર થયો છે. ખેરાલુ પોલીસે રોહિત દુબે(ઉ.વ.24, મુળ.બિહાર)ની બે માસ અગાઉ દુષ્કર્મ કેસમાં ધરપકડ કરી હતી. જેને ઉદરપીડાની બિમારીની સારવાર માટે આજે મહેસાણા સિવિલ લવાયો હતો. જો કે પોલીસને ચકમો આપી લઘુક્રિયાના બહાને તે ફરાર થઇ ગયો છે. મહેસાણા જીલ્લા પોલીસે ફરાર આરોપી ને પકડવા ઠેર ઠેર પોલીસ છાવણી કરી તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

લેટેસ્ટ વીડિયો