રાજકોટ: દારૂ મામલે બે પોલીસ કર્મીઓ બાખડ્યા, જુઓ વાયરલ વીડિયો

Jan 31, 2017 12:53 PM IST | News18 Gujarati
  • રાજકોટ #ગુજરાત રાજ્યમાં આમ તો દારૂ બંધી છે. પીવા પર અને વેચવા પર પણ પ્રતિબંધ છે. તાજેતરમાં જ સરકારે આ મામલે કડક નિયમો બનાવ્યા છે અને આકરી શિક્ષાત્મક જોગવાઇઓ પણ સુધારી છે. આમ છતાં દારૂનો વેપલો છડે ચોક થઇ રહ્યો હોવાની રાવ છે. પોલીસની રહેમનજર હેઠળ દારૂ મળતો હોવાની રાવ ઉઠી રહી છે. આ સંજોગોમાં વાયરલ થયેલ એક વીડિયો પોલીસની કામગીરીની સાથોસાથ એમની આબરૂના પણ ધજાગરી કરી જાય છે. રાજકોટ રેલવે સ્ટેશનનો કહેવાતા આ વાયરલ વીડિયોમાં બે પોલીસ કર્મીઓ મુસાફરોની સામે જાહેરમાં ગંદી ગાળો બોલી રહ્યા છે અને મારામારી કરી રહ્યા છે. પ્રજાના રક્ષણની જવાબદારી જેમના શીરે છે એ પોલીસ કર્મીઓને આમ જાહેરમાં ઝઘડતા જોઇ હાજર લોકો પણ અચંબામાં મુકાયા હતા. લોકો પણ વિચારમાં મુકાયા હતા કે, જેમના પોતાના ઠેકાણા નથી એ પ્રજાની શુ રક્ષા કરવાના હતા?

લેટેસ્ટ વીડિયો