વાઇબ્રન્ટ ગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, જુઓ વીડિયો

Jan 11, 2017 12:35 PM IST | News18 Gujarati
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભલે પધાર્યા કહી આમંત્રિત મહેમાનું સ્વાગત કરતાં કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જાપાન, નેધરલેન્ડ, ડેન્માર્ક, સ્વિજન, યૂએઇ, ફ્રાન્સ સહિત દેશોએ અહીં આવી અમારૂ ગૌરવ વધાર્યું છે. પાર્ટનર કન્ટ્રીએ અમારૂ માન વધાર્યું છે. હું એ સૌનો આભાર વ્યક્ત કરૂ છું. આપ સૌના સહયોગ વગર આ શક્ય ન હતું. છેલ્લી ત્રણ ઇવેન્ટ ખરેખર મોટી રહી છે. 100 કરતાં વધુ દેશોનો સહયોગ રહ્યો છે. ખરેખર આ ગ્લોબલ ઇવેન્ટ બની છે. આ સમિટથી રાજ્ય અને દેશને ઘણો ફાયદો થયો છે. 100 કરતાં વધુ કંપનીઓ આવી છે. ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ધરતી આજે ભારતમાં વેપાર માટેની ધરતી બની છે. સદી પહેલા લોકો તકની શોધમાં દુર દુર સુધી જતા હતા. આજે પણ આવું જ છે, આપણા ઘણા ખરા લોકો વિદેશમાં છે. આપણે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આપણી ત્રણ ડી શક્તિ છે. ડેમોક્રેસી, ડિમાન્ડ એન્ડ ડિલીવર. છેલ્લા અઢી વર્ષમાં આપણે એક તંદુરસ્ત વાતાવરણ ઉભું કર્યું છે. વર્લ્ડ બેંકે પણ મદદ કરી છે. આપણે સૌથી મોટા બીજા દેશ છીએ કે જ્યાં ઇંગ્લિશ બોલાય છે. વિશાળ સ્થાનિક માર્કેટમાં ઘણી તકો રહેલી છે. આ અમારૂ વિઝન મિશન છે, કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બને. અમે એ દિશામાં પગલાં લઇ રહ્યા છીએ. રિલેસન્સ બેઇઝ સિસ્ટમ બનાવવા પણ પ્રયાસ કરી રહ્યા છીએ. ડિજિટલ ટેકનોલોજી એમાં મહત્વનો ભૂમિકા ભજવશે. યુવાનો માટે તકો ઉભી કરવી એ મારી પ્રથમ પ્રાથમિકતા છે. છેલ્લા કેટલાક વર્ષમાં લોકોનો સરકાર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. એકતા આપણી સંસ્કૃતિ છે. મનોરંજન ક્ષેત્રે ભારત વિશ્વમાં જાણીતું છે. વિશ્વને વૈજ્ઞાનિકો આપવામાં ભારત વિશ્વમાં બીજા નંબરને છે.  હું અનુભવ કરૂ છું કે વિશ્વમાં હું મેઇક ઇન ઇન્ડિયા પાંચ વખત બોલતો હતો તો હોસ્ટ દેશનો લોકો 50 વખત બોલતા હતા. ભારતમાં રાજ્યો અને કેન્દ્ર સરકારનો સહયોગ મેઇક ઇન ઇન્ડિયા માટે ઘણા દ્વાર ખોલી ચુક્યું છે. રાજ્યો વચ્ચે હેલ્થી સ્પર્ધા થાય અને એ પણ ગુડ ગવર્ન્સ સાથે થાય. અગાઉ પણ રાજ્યો વચ્ચે આવું થતું હતું પરંતુ છેવટે કોઇ આવતું ન હતું. પરંતુ જ્યાં બિઝનેશ માટે ફ્રેન્ડ્લી વાતાવરણ ઉભું કરાયું તો આજે સ્થિતિ બદલાઇ છે. આજે મેઇક ઇન ઇન્ડિયા માટે વિશ્વમાં વધુ ખાસ કંઇ કહેવું પડતું નથી. હું ગુજરાત સરકારને અભિનંદન આપું છું કે, એમણે બિઝનેશ માટે ઘણું સારૂ વાતાવરણ ઉભું કર્યુ છે. આગામી પાંચ વર્ષમાં ભારત કૃષિ ક્ષેત્રે, ઓટો માર્કેટમાં ઘણું આગળ નીકળી જશે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારને નજીક લાવશે. આપણી નીતિ ગામ અને શહેરને સમાંત્તર લાભ આપવાની છે. ભારત રોજગાર, આવક અને ખરીદ શક્તિ ધરાવતો દેશ છે. વિકાસ એજ આપણો એજન્ડા છે. દરેક ગરીબને પોતાનું ઘર હોવું જોઇએ એ સપનું લઇને અમે ચાલીએ છીએ. 800 મિલિયન યુવાઓ કે જેમની ઉંમર 35થી ઓછી છે. એમના હાથમાં કામનું હુન્નર છે. યુવા ભારત છે. સંભાવનાઓ ઘણી પડી છે. રેલવેને ગતિ આપશું, રોડ બનાવશું અને ક્વોલિટી સુધારશું.

લેટેસ્ટ વીડિયો