ઉત્તર ભારતમાં હિમવર્ષા, દિલ્હી ઠુઠવાયું, ગુજરાતમાં કાતિલ ઠંડી, જુઓ ખાસ રિપોર્ટ

Jan 11, 2017 04:51 PM IST | News18 Gujarati
  • ઉત્તરાખંડ, હિમાચલ સહિત ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી થઇ રહેલી હિમવર્ષાને કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. સિમલામાં થયેલી ભારે બરફ વર્ષાને કારણે રસ્તા પર બરફના થર જામી ગયા છે. વાહન વ્યવહાર પણ અટવાયો છે. લોકો ઠંડીથી થ્રુજી રહ્યા છે. તો દિલ્હી પણ ઠંડીમાં ઠુઠવાયું છે. છેલ્લા પાંચ વર્ષનો સૌથી ઠંડો દિવસ આજે રહ્યો છે. દિલ્હીમાં તાપમાનનો પારો ગગડીને 4 ડિગ્રી સે. નોંધાયો છે. આ સંજોગોમાં ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. છેલ્લા બે દિવસથી હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. એમાં વળી પવન ફૂંકાતાં વહેલી સવારે અને રાતે ઠંડીનું જોર વધી રહ્યું છે. આ સંજોગોમાં આગામી દિવસો હજુ ઠંડા બની રહેવાની આગાહી છે.

લેટેસ્ટ વીડિયો