આવતી કાલે ટાટા નેનો કંપનીને તાળાબંધી કરવા અલ્પેશ ઠાકોરનો હૂંકાર

Feb 22, 2017 03:19 PM IST | News18 Gujarati
  • અમદાવાદ #ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે આજે ફરી એકવાર રાજ્ય સરકારને નિશાને લીધી છે. ટાટા નેનો કંપની પર ઓળઘોળ થયેલી રાજ્ય સરકાર સામે પ્રહાર કર્યા છે અને આવતી કાલે ટાટા નેનો કંપનીને તાળાબંધી કરવાની હાકલ કરી છે. અલ્પેશ ઠાકોરે આજે સાણંદ ખાતે પત્રકારોને વિગત આપી હતી કે, રાજ્યમાં 40 લાખ જેટલા યુવાઓ બેરોજગાર છે. રાજ્ય સરકાર દ્વારા ટાટા નેનોને 9 હજાર કરોડની લોન આપવામાં આવી છે તો અંદાજે 35 હજાર કરોડ જેટલી વિવિધ સહાય આપવામાં આવી છે. આમ છતાં ટાટા નેનોમાં કેટલા ગુજરાતી યુવાઓને રોજગારી મળી છે. સરકાર આ આંકડા જાહેર કરે.

લેટેસ્ટ વીડિયો