એસ ટી કર્મચારીઓની હડતાલ મોકૂફ, શું થયું સમાધાન? જાણો

Mar 15, 2017 03:02 PM IST | News18 Gujarati
  • અમદાવાદઃઆજે મધરાતથી બે દિવસ માટેની એસટી કર્મચારીઓની હડતાળ મોકૂફ રહી છે. ST કર્મચારીઓ બે દિવસ માસ સીએલ પર એક સાથે જવાના હોવાથી એસટીના પૈડા બે દિવસ માટે આમ તો થંભી જવાના હતા. જો એમ થાત તો હાલમાં ચાલી રહેલી બોર્ડની પરિક્ષા તેમજ લાખો ગ્રામજનોને શહેરો સુધી પહોચવા બે દિવસ ભારે હાલાકી ભોગવવી પડે તેમ હતું. જો કે આજે આ હડતાળ મોકુફ રખાતા લોકોને રાહત મળશે. જો કે,હડતાળ મોકૂફ રાખવાની જાહેરાતથી કર્મચારીઓ અસહમત છે.કર્મચારીઓએ મધ્યસ્થ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા.સરકારની લેખિત બાંયધરી બાદ યુનિયન મોકૂફની જાહેરાત કરશે.

લેટેસ્ટ વીડિયો