ગુજરાત વિધાનસભામાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોની મારામારી, જુઓ Exclusive Video

Feb 23, 2017 03:22 PM IST | News18 Gujarati
  • ગાંધીનગર #કહેવાય છે કે નેતાઓ પ્રેરણાદાયી હોય છે. નેતાઓની કાર્યપ્રણાલી એવી હોય કે જે બીજાને પ્રેરણા આપી શકે, પરંતુ ગુજરાતમાં બનેલી ઘટનાએ આજે ગુજરાતને ક્ષોભજનક સ્થિતિમાં લાવી મુકી દીધું છે. શાંતિપ્રિય કહેવાતા ગુજરાતની આબરૂના લીરે લીરે ઉડાવ્યા છે અને એ પણ લોકશાહીના મંદિરમાં. ગુજરાત વિધાનસભામાં શાસક અને વિપક્ષ સામ સામે આવી ગયા હતા અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં મહિલા મંત્રી નિર્મલાબેન તથા કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરને ઇજાઓ થઇ હતી. આ ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે તો બજેટ સત્ર સુધી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને પરેશ ધાનાણીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ વીડિયો