દેશના દુશ્મનોને મળશે જડબાતોડ જવાબ: કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહ

Feb 04, 2017 06:07 PM IST | News18 Gujarati
  • મોદી સરકારના ગૃહ મંત્રી રાજનાથસિંહે  નેટવર્ક18ના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂમાં દેશની સુરક્ષા અને પાકિસ્તાનને લઇને અનેક રહસ્યો ખોલ્યા હતા. રાજનાથસિંહે પાકિસ્તાને કડક સંદેશો આપતાં કહ્યું કે, અમે પડોશી દેશ સાથે શાંતિ ઇચ્છિએ છીએ. પરંતુ આ માટે અમે પોકાની સરહદ અને ફોજની સુરક્ષા સાથે સમજુતી નહીં કરીએ. રાજનાથે કહ્યું કે, પાકિસ્તાન આપણો પડોશી દેશ છે. જો સર્જિકલ સ્ટ્રાઇકની સારી અસર છે તો આપણે ફરી આવું પગલું નહીં ઉઠાવીએ પરંતુ જો આતંદવાદી સંગઠન કે પછી કોઇ આપણા દેશને નિશાન બનાવે છે તો અમે ફરીથી સર્જિકલ સ્ટ્રાઇક નહીં થાય એની કોઇ ગેરંટી આપી ન શકાય. સર્જિકલ સ્ટ્રાઇક બાદ રાજનાથસિંહે પહેલીવાર મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો છે. ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું કે, ઇસ્લામાબાદમાં મુબંઇ હુમલાના મુખ્ય ષડયંત્રકારી અને આતંકી સંગઠન જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિજ સઇદની નજરબંદી પાકિસ્તાન માટે આંખ ખોલવા સમાન છે. જો પાકિસ્તાન સરકારે આતંકીઓ વિરૂધ્ધ એક્શન લેવા માટે ખરેખર જો ગંભીર છે તો સઇદ સામે કાર્યવાહી કરવી જોઇએ અને જેલ મોકલી દેવો જોઇએ. તેમણે કહ્યું કે, મને પાક્કી ખાતરી છે કે અમે એને ભારત પરત લાવવામાં સફળ થઇશું. એમાં સમય લાગી શકે છે.  હાફિજ સઇદ વિરૂધ્ધ ચીનના વલણ અંગે રાજનાથસિંહે કહ્યું કે, ચીન આ મામલે સમર્થન નહીં આપે. એનું કારણ એની આંતરિક નીતિ જવાબદાર હોઇ શકે. પરંતુ મને આશા છે કે ભવિષ્યમાં એક દિવસ જરૂર આવશે કે તે આપણો સાથ જરૂર આપશે.

લેટેસ્ટ વીડિયો