બજેટ 2017 : કોંગ્રેસની પ્રતિક્રિયા, સરકાર અને આરબીઆઇ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે

Jan 31, 2017 06:13 PM IST | News18 Gujarati
  • કેન્દ્રિય સરકારનું બુધવારે સામાન્ય બજેટ રજુ થવાનું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી બજેટ અંગે પ્રતિક્રિયા આપી હતી. એમણે વિવિધ મામલે સરકારની નિષ્ફળતાઓ ગણાવી હતી. એમણે કહ્યું કે, ડિઝલ પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી. છુટક છુટક ઘટાડો કરાય છે, પરંતુ મુખ્ય મહત્વની બાબત એ છે કે વિકાસ દર 8 ટકાની જે વાતો ભારતીય જતના પાર્ટીની સરકારો કરતી હતી એ આરબીઆઇ અને અન્ય એજન્સીઓ વૃધ્ધિ દરમાં ઘટાડો થવાનું સુચવી રહ્યા છે. કેગના અહેવાલ પ્રમાણે રાજસ્વ ભાગ 3.9 ટકા હતો એને બદલે હવે 4.30 થવા જાય છે. આના કારણે દેશની આર્થિક સ્થિતિ પર મોટી અસરો થવાની છે. રોજગારી અને તકો ઉપર પણ અસર થશે. આવતીકાલે જે બજેટ આવવાનું છે એ માટે એવુ કહી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે મોટું રોકાણ કરવામાં આવે છે. પરંતુ એ બધુ દેખાય છે એવું નથી.

લેટેસ્ટ વીડિયો