વાઇબ્રન્ટ ગુજરાત : PM મોદીના થ્રી ડી, કયા મહાનુભાવે શું કહ્યું? જાણો

Jan 11, 2017 09:02 AM IST
1 of 10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભલે પધાર્યા કહી આમંત્રિત મહેમાનું સ્વાગત કરતાં કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જાપાન, નેધરલેન્ડ, ડેન્માર્ક, સ્વિજન, યૂએઇ, ફ્રાન્સ સહિત દેશોએ અહીં આવી અમારૂ ગૌરવ વધાર્યું છે. પાર્ટનર કન્ટ્રીએ અમારૂ માન વધાર્યું છે. હું એ સૌનો આભાર વ્યક્ત કરૂ છું. આપ સૌના સહયોગ વગર આ શક્ય ન હતું. છેલ્લી ત્રણ ઇવેન્ટ ખરેખર મોટી રહી છે. 100 કરતાં વધુ દેશોનો સહયોગ રહ્યો છે. ખરેખર આ ગ્લોબલ ઇવેન્ટ બની છે. આ સમિટથી રાજ્ય અને દેશને ઘણો ફાયદો થયો છે. 100 કરતાં વધુ કંપનીઓ આવી છે.આ અમારૂ વિઝન મિશન છે, કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બને. અમે એ દિશામાં પગલાં લઇ રહ્યા છીએ. રિલેસન્સ બેઇઝ સિસ્ટમ બનાવવા પણ પ્રયાસ કરી રહ્યા છીએ. ડિજિટલ ટેકનોલોજી એમાં મહત્વનો ભૂમિકા ભજવશે. યુવાનો માટે તકો ઉભી કરવી એ મારી પ્રથમ પ્રાથમિકતા છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભલે પધાર્યા કહી આમંત્રિત મહેમાનું સ્વાગત કરતાં કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જાપાન, નેધરલેન્ડ, ડેન્માર્ક, સ્વિજન, યૂએઇ, ફ્રાન્સ સહિત દેશોએ અહીં આવી અમારૂ ગૌરવ વધાર્યું છે. પાર્ટનર કન્ટ્રીએ અમારૂ માન વધાર્યું છે. હું એ સૌનો આભાર વ્યક્ત કરૂ છું. આપ સૌના સહયોગ વગર આ શક્ય ન હતું. છેલ્લી ત્રણ ઇવેન્ટ ખરેખર મોટી રહી છે. 100 કરતાં વધુ દેશોનો સહયોગ રહ્યો છે. ખરેખર આ ગ્લોબલ ઇવેન્ટ બની છે. આ સમિટથી રાજ્ય અને દેશને ઘણો ફાયદો થયો છે. 100 કરતાં વધુ કંપનીઓ આવી છે.આ અમારૂ વિઝન મિશન છે, કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત બને. અમે એ દિશામાં પગલાં લઇ રહ્યા છીએ. રિલેસન્સ બેઇઝ સિસ્ટમ બનાવવા પણ પ્રયાસ કરી રહ્યા છીએ. ડિજિટલ ટેકનોલોજી એમાં મહત્વનો ભૂમિકા ભજવશે. યુવાનો માટે તકો ઉભી કરવી એ મારી પ્રથમ પ્રાથમિકતા છે.

 • રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પધારેલા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, વાઇબ્રન્ટના સ્વપ્ન પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એમના વાઇબ્રન્ટ ગુજરાતમાં સ્વાગત છે. રશિયા, ડેન્માર્ક, સ્વીડન સહિત દેશોના વડાઓ, ખ્યાતનામ ઉદ્યોગપતિઓનું હ્રદયપૂર્વક સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે આ સૌનું આપના ગુજરાતમાં સ્વાગત છે. ગુજરાત વિકાસ માટે તૈયાર છે. વિકાસએ ગુજરાતનો ગોલ છે. વેપાર ઉદ્યોગ માટે સૌહાર્દપૂર્ણ વાતાવરણ એ ગુજરાતની ખાસિયત છે. હું તમને ખાતરી આપું છે કે આ સમિટ આપને ગુજરાત સાથે જોડાવા માટેની પ્રેરણા આપશે. ગુજરાતીઓ પોઝીટીવ એટીટ્યૂટ સાથે જીવે છે. મારા વ્હાલા ગુજરાતીઓ વર્ષ 2003માં આપણા નરેન્દ્રભાઇએ વાઇબ્રન્ટ શરૂ કર્યું, પરંતુ આજે આ સમિટ નથી પરંતુ વિકાસનું બીજુ નામ છે. છેલ્લા 15 વર્ષમાં રોજગારી આપવામાં ગુજરાત આગળ રહ્યું છે. નીત નવા પડકારો વચ્ચે ગુજરાતી યુવાઓ નોકરીને બદલે બિઝનેશ કરતા થયા છે. ગુજરાતને વિકાસ સંતુલિત અને સાર્વિત્રિક છે. આ તકને ઝડપી લઇ મારા ગુજરાતીઓ નવી ક્ષિતિજે પહોંચાડશે એની મને ખાતરી છે.

  રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પધારેલા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે, વાઇબ્રન્ટના સ્વપ્ન પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એમના વાઇબ્રન્ટ ગુજરાતમાં સ્વાગત છે. રશિયા, ડેન્માર્ક, સ્વીડન સહિત દેશોના વડાઓ, ખ્યાતનામ ઉદ્યોગપતિઓનું હ્રદયપૂર્વક સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે આ સૌનું આપના ગુજરાતમાં સ્વાગત છે. ગુજરાત વિકાસ માટે તૈયાર છે. વિકાસએ ગુજરાતનો ગોલ છે. વેપાર ઉદ્યોગ માટે સૌહાર્દપૂર્ણ વાતાવરણ એ ગુજરાતની ખાસિયત છે. હું તમને ખાતરી આપું છે કે આ સમિટ આપને ગુજરાત સાથે જોડાવા માટેની પ્રેરણા આપશે. ગુજરાતીઓ પોઝીટીવ એટીટ્યૂટ સાથે જીવે છે. મારા વ્હાલા ગુજરાતીઓ વર્ષ 2003માં આપણા નરેન્દ્રભાઇએ વાઇબ્રન્ટ શરૂ કર્યું, પરંતુ આજે આ સમિટ નથી પરંતુ વિકાસનું બીજુ નામ છે. છેલ્લા 15 વર્ષમાં રોજગારી આપવામાં ગુજરાત આગળ રહ્યું છે. નીત નવા પડકારો વચ્ચે ગુજરાતી યુવાઓ નોકરીને બદલે બિઝનેશ કરતા થયા છે. ગુજરાતને વિકાસ સંતુલિત અને સાર્વિત્રિક છે. આ તકને ઝડપી લઇ મારા ગુજરાતીઓ નવી ક્ષિતિજે પહોંચાડશે એની મને ખાતરી છે.

 • દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યું કે, મને ગર્વ છે કે હું વાઇબ્રન્ટ ગુજરાતનો શરૂઆતથી જ સહભાગી રહ્યો છું. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી અંગે એટલું કહીશ કે એમણે પહેલા ગુજરાતને વિકાસની કેડીએ પહોંચાડ્યું અને હવે તેઓ દેશને વિકાસના આસમાને લઇ જઇ રહ્યા છે. હું આભાર માનું છે કે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ ગુજરાતની કેડીની સાચવી રાખી છે. આ માટે હું ગુજરાતની આખી ટીમને અભિનંદન પાઠવું છું. અમને ગર્વ છે રિલાયન્સ એ ગુજરાતી કંપની છે. મારા પિતા ધીરુભાઇ અંબાણી ગુજરાતમાં જન્મ્યા અને ઉછર્યા હતા. મને કહેતાં આનંદ થાય છે કે આ વાઇબ્રન્ટમાં પણ અમે વધુ 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહ્યા છીએ. દેશમાં જીયો દ્વારા ડિજિટલ ઇન્ડિયામાં જોડાયા છીએ. આગામી દિવાળી સુધી દેશના તમામ વિસ્તારમાં વિસ્તાર થશે. આગામી સમયમાં તમામ સ્કૂલો, કોલેજ, હોસ્પિટલ સહિતના સ્થળોને જીયો દ્વારા સાંકળી લેવાશે. રિલાયન્સ એ ગુજરાત સાથે જોડાયેલું છે. અશક્યને શક્ય કરવાના સ્પિરીટથી અમે જોડાયા છીએ અને એ ગતિથી આગળ વધી રહ્યા છે જેનો આનંદ છે.

  દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કહ્યું કે, મને ગર્વ છે કે હું વાઇબ્રન્ટ ગુજરાતનો શરૂઆતથી જ સહભાગી રહ્યો છું. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી અંગે એટલું કહીશ કે એમણે પહેલા ગુજરાતને વિકાસની કેડીએ પહોંચાડ્યું અને હવે તેઓ દેશને વિકાસના આસમાને લઇ જઇ રહ્યા છે. હું આભાર માનું છે કે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાઇબ્રન્ટ ગુજરાતની કેડીની સાચવી રાખી છે. આ માટે હું ગુજરાતની આખી ટીમને અભિનંદન પાઠવું છું. અમને ગર્વ છે રિલાયન્સ એ ગુજરાતી કંપની છે. મારા પિતા ધીરુભાઇ અંબાણી ગુજરાતમાં જન્મ્યા અને ઉછર્યા હતા. મને કહેતાં આનંદ થાય છે કે આ વાઇબ્રન્ટમાં પણ અમે વધુ 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઇ રહ્યા છીએ. દેશમાં જીયો દ્વારા ડિજિટલ ઇન્ડિયામાં જોડાયા છીએ. આગામી દિવાળી સુધી દેશના તમામ વિસ્તારમાં વિસ્તાર થશે. આગામી સમયમાં તમામ સ્કૂલો, કોલેજ, હોસ્પિટલ સહિતના સ્થળોને જીયો દ્વારા સાંકળી લેવાશે. રિલાયન્સ એ ગુજરાત સાથે જોડાયેલું છે. અશક્યને શક્ય કરવાના સ્પિરીટથી અમે જોડાયા છીએ અને એ ગતિથી આગળ વધી રહ્યા છે જેનો આનંદ છે.

 • ઉદ્યોગપતિ રતન ટાટાએ કહ્યું કે, ગુજરાત એ આજે દેશમાં મોખરાનું રાજ્ય છે. ન્યૂ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા સહિત મામલે ગુજરાત દેશમાં અવ્વલ થવા જઇ રહ્યું છે. મને આ બાબતનું આજે ગર્વ છે કે હું પણ ગુજરાતી છુ અને પાછા ગુજરાતમાં આવ્યા છીએ. જો અમે ગુજરાતમાં રોકાણ ના કર્યું હોત તો અમે સ્ટુપીડ કહેવાત.

  ઉદ્યોગપતિ રતન ટાટાએ કહ્યું કે, ગુજરાત એ આજે દેશમાં મોખરાનું રાજ્ય છે. ન્યૂ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા સહિત મામલે ગુજરાત દેશમાં અવ્વલ થવા જઇ રહ્યું છે. મને આ બાબતનું આજે ગર્વ છે કે હું પણ ગુજરાતી છુ અને પાછા ગુજરાતમાં આવ્યા છીએ. જો અમે ગુજરાતમાં રોકાણ ના કર્યું હોત તો અમે સ્ટુપીડ કહેવાત.

 • જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કહ્યું કે મને ગર્વ છે કે હું પણ ગુજરાતી છું. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ વાઇબ્રન્ટ ગુજરાત આજે વિકાસની કેડી બની ગયું છે. આજે ગુજરાત મોડલને અન્ય રાજ્યો પણ અપનાવી રહ્યા છે. આજે વાઇબ્રન્ટ ગુજરાતની સુવાસ દેશ વિદેશમાં પહોંચી છે. ગુજરાતએ અદાણી ગ્રુપની કર્મ ભૂમિ છે. નાના પાયેથી શરૂ થયેલ આ ગ્રુપ આજે વિસ્તર્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં અમે 48000 કરોડ રૂપિયા રોકાણ કર્યું છે. 60700 કરોડ રૂપિયાના ખર્ચે કંપનીનું વિસ્તરણ કરાશે. ન્યૂ કન્ટેનર પ્લાન બનાવાશે. એલપીજી ટર્મિનલ વિસ્તારાશે. આજે દેશ વિશ્વમાં પણ અગ્રેસર થવા જઇ રહ્યો છે. સોલર સેલ અને મોડ્યુલ પ્લાન્ટ વિકસાવશું. અદાણી વિનમાર્ટ એ દેશની મોટી બ્રાન્ડ છે. પાણી અને સિમેન્ટ ક્ષેત્રે કંપની રોકાણ કરશે. મુદ્રા આજે વર્લ્ડમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોખરે છે. એક ગુજરાતી હોવાનું મને ગર્વ છે. આવનારા પાંચ વર્ષમાં 49000 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે અને સ્થાનિક લોકોને રોજગારી અપાશે.

  જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ કહ્યું કે મને ગર્વ છે કે હું પણ ગુજરાતી છું. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ વાઇબ્રન્ટ ગુજરાત આજે વિકાસની કેડી બની ગયું છે. આજે ગુજરાત મોડલને અન્ય રાજ્યો પણ અપનાવી રહ્યા છે. આજે વાઇબ્રન્ટ ગુજરાતની સુવાસ દેશ વિદેશમાં પહોંચી છે. ગુજરાતએ અદાણી ગ્રુપની કર્મ ભૂમિ છે. નાના પાયેથી શરૂ થયેલ આ ગ્રુપ આજે વિસ્તર્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં અમે 48000 કરોડ રૂપિયા રોકાણ કર્યું છે. 60700 કરોડ રૂપિયાના ખર્ચે કંપનીનું વિસ્તરણ કરાશે. ન્યૂ કન્ટેનર પ્લાન બનાવાશે. એલપીજી ટર્મિનલ વિસ્તારાશે. આજે દેશ વિશ્વમાં પણ અગ્રેસર થવા જઇ રહ્યો છે. સોલર સેલ અને મોડ્યુલ પ્લાન્ટ વિકસાવશું. અદાણી વિનમાર્ટ એ દેશની મોટી બ્રાન્ડ છે. પાણી અને સિમેન્ટ ક્ષેત્રે કંપની રોકાણ કરશે. મુદ્રા આજે વર્લ્ડમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોખરે છે. એક ગુજરાતી હોવાનું મને ગર્વ છે. આવનારા પાંચ વર્ષમાં 49000 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે અને સ્થાનિક લોકોને રોજગારી અપાશે.

 • એશિયન ઇન્ડસ્ટ્રીયલ બેંકના લિંગમેને કહ્યું કે, ભારત એક મોટો અને મહત્વનો દેશ છે કે જે અમારો સભ્ય છે. ભારત સાથે કામ કરવામાં આનંદની લાગણી થઇ રહી છે. એઆઇઆઇઇ એ ઝડપથી વિકસતી બેંક છે. હું મુખ્યમંત્રીને ખાતરી આપુ છું કે ગુજરાતમાં ઇન્ફાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણ કરીશું.

  એશિયન ઇન્ડસ્ટ્રીયલ બેંકના લિંગમેને કહ્યું કે, ભારત એક મોટો અને મહત્વનો દેશ છે કે જે અમારો સભ્ય છે. ભારત સાથે કામ કરવામાં આનંદની લાગણી થઇ રહી છે. એઆઇઆઇઇ એ ઝડપથી વિકસતી બેંક છે. હું મુખ્યમંત્રીને ખાતરી આપુ છું કે ગુજરાતમાં ઇન્ફાસ્ટ્રક્ચર ક્ષેત્રે રોકાણ કરીશું.

 • સિસ્કોના ચેરમેન જ્હોન ચેમ્બરે કહ્યું કે, આજે ભારત વિકાસનું ગ્રોથ એંજિન બની રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા આ તમામ બાબતો એ ગ્રેટ લીડરશીપનું જ પરિણામ છે. યૂએસ-ઇન્ડિયા બિઝનેશ માટે એકબીજાના પૂરક બનવા જઇ રહ્યા છે અને એ મોદીજીની લીડરશીપનું જ પરિણામ છે. ગુજરાત અને દેશના અન્ય શહેરો કે રાજ્યો એનર્જીથી ભરેલા છે. 27 મિલિયન ડોલર જેટલું આગામી બે વર્ષમાં રોકાણ કરવા જઇ રહ્યા છીએ. દેશમાં જ મેન્યુફેક્ચરીંગ કરાશે.

  સિસ્કોના ચેરમેન જ્હોન ચેમ્બરે કહ્યું કે, આજે ભારત વિકાસનું ગ્રોથ એંજિન બની રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયા, મેઇક ઇન ઇન્ડિયા આ તમામ બાબતો એ ગ્રેટ લીડરશીપનું જ પરિણામ છે. યૂએસ-ઇન્ડિયા બિઝનેશ માટે એકબીજાના પૂરક બનવા જઇ રહ્યા છે અને એ મોદીજીની લીડરશીપનું જ પરિણામ છે. ગુજરાત અને દેશના અન્ય શહેરો કે રાજ્યો એનર્જીથી ભરેલા છે. 27 મિલિયન ડોલર જેટલું આગામી બે વર્ષમાં રોકાણ કરવા જઇ રહ્યા છીએ. દેશમાં જ મેન્યુફેક્ચરીંગ કરાશે.

 • સીઇઓ પ્રેમ વત્સે કહ્યું કે, મે ગર્વ છે કે હું આ સમિટનો હિસ્સો બની શક્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આભાર માનું છું. વિશ્વમાં વેપાર કરૂ છું પરંતુ ભારતમાં સૌથી સૌહાર્દપૂર્ણ વાતાવરણનો અનુભવ થાય છે. નરેન્દ્ર મોદીના આવ્યા પછી દેશમાં વેપાર માટે સારો માહોલ સર્જાયો છે. ભારતની સૌથી મોટી અેગ્રીકલ્ચર કંપની શરૂ કરવાનો ગર્વ છે. 5 મિલિયમ ડોલર રોકાણનો અમારો વિચાર છે. વિશ્વમાં રોકાણ માટે આજે ભારત સૌથી સારૂ છે એવો મારો મત છે.

  સીઇઓ પ્રેમ વત્સે કહ્યું કે, મે ગર્વ છે કે હું આ સમિટનો હિસ્સો બની શક્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આભાર માનું છું. વિશ્વમાં વેપાર કરૂ છું પરંતુ ભારતમાં સૌથી સૌહાર્દપૂર્ણ વાતાવરણનો અનુભવ થાય છે. નરેન્દ્ર મોદીના આવ્યા પછી દેશમાં વેપાર માટે સારો માહોલ સર્જાયો છે. ભારતની સૌથી મોટી અેગ્રીકલ્ચર કંપની શરૂ કરવાનો ગર્વ છે. 5 મિલિયમ ડોલર રોકાણનો અમારો વિચાર છે. વિશ્વમાં રોકાણ માટે આજે ભારત સૌથી સારૂ છે એવો મારો મત છે.

 • યુએસ કંપનીના સીઇઓ પીટર હંસમેને કહ્યું કે, હંસમેન કંપની આજે ગુજરાત અને ભારતમાં વેપારમાં વિકાસ કરી રહી છે. ગુજરાતમાં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી માહોલ છે. મારા પિતાની એક વાત કરુ છું. ધીરૂભાઇ અંબાણી એ વખતે હેન્ડસમ હતા. મારા પિતા અમને કહેતા હતા કે અંબાણીના પુત્રોને ફોલો કરો.

  યુએસ કંપનીના સીઇઓ પીટર હંસમેને કહ્યું કે, હંસમેન કંપની આજે ગુજરાત અને ભારતમાં વેપારમાં વિકાસ કરી રહી છે. ગુજરાતમાં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી માહોલ છે. મારા પિતાની એક વાત કરુ છું. ધીરૂભાઇ અંબાણી એ વખતે હેન્ડસમ હતા. મારા પિતા અમને કહેતા હતા કે અંબાણીના પુત્રોને ફોલો કરો.

 • યૂએસની એમરસન કંપનીના ડેવિડ ફોર્ડે જણાવ્યું કે, ગુજરાત અને ભારત સાથે જોડાયાનો ગર્વ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભારી છું. હું આશા વ્યક્ત કરૂ છું કે આવો જ સહયોગ આગળ પણ મળતો રહેશે. મધ્યમ વર્ગનો વિકાસ અમારો ધ્યેય છે. પાવર જનરેશન ક્ષેત્રે અમે અમારો રોલ જવાબદારી પૂર્ણ નિભાવી છું. દેશ આગામી 2020 સુધીમાં 20 ટકા ગ્રોથ રેટ સાથે આગળ વધશે એવી આશા છે. વર્ષ 1981થી ભારત સાથે વેપાર ધંધાથી સંકળાયેલા છીએ. અમે ડિજિટલ ટેકનોલોજી અને સેફ પર્યાવરણ અપનાવશું. અમને ગર્વ છે કે અમે ભારત સાથે જોડાયા છીએ. ગુજરાત આવવાની તક મળી એ બદલ આપ સૌનો આભાર

  યૂએસની એમરસન કંપનીના ડેવિડ ફોર્ડે જણાવ્યું કે, ગુજરાત અને ભારત સાથે જોડાયાનો ગર્વ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભારી છું. હું આશા વ્યક્ત કરૂ છું કે આવો જ સહયોગ આગળ પણ મળતો રહેશે. મધ્યમ વર્ગનો વિકાસ અમારો ધ્યેય છે. પાવર જનરેશન ક્ષેત્રે અમે અમારો રોલ જવાબદારી પૂર્ણ નિભાવી છું. દેશ આગામી 2020 સુધીમાં 20 ટકા ગ્રોથ રેટ સાથે આગળ વધશે એવી આશા છે. વર્ષ 1981થી ભારત સાથે વેપાર ધંધાથી સંકળાયેલા છીએ. અમે ડિજિટલ ટેકનોલોજી અને સેફ પર્યાવરણ અપનાવશું. અમને ગર્વ છે કે અમે ભારત સાથે જોડાયા છીએ. ગુજરાત આવવાની તક મળી એ બદલ આપ સૌનો આભાર

લેટેસ્ટ ફોટો