23 પાટીદાર યુવકોએ ઓરિસ્સાની લાડી સાથે લીધા સાત ફેરાઃજુવો તસવીરો

Apr 12, 2017 03:58 PM IST
1 of 5
 • પાટીદાર સમાજમાં યુવકોની સરખામણીએ યુવતિઓની સંખ્યા ખૂબ જ ઓછી છે ત્યારે હવે સમાજે આંતરરાજય પાટીદાર લગ્નોત્સવ શરૂ કર્યા છે.અમદાવાદ ખાતે આંતરરાજ્ય સમૂહ લગ્ન યોજાયા હતા.જેમાં 23 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. સૌથી મહત્વની વાત એ હતી કે, આ લગ્નમાં ભાગ લેનારી બધી જ કન્યાઓ ઓરિસ્સાના કુર્મી સમાજની હતી.જયારે યુવાનો ગુજરાતના પાટીદાર છે.

  પાટીદાર સમાજમાં યુવકોની સરખામણીએ યુવતિઓની સંખ્યા ખૂબ જ ઓછી છે ત્યારે હવે સમાજે આંતરરાજય પાટીદાર લગ્નોત્સવ શરૂ કર્યા છે.અમદાવાદ ખાતે આંતરરાજ્ય સમૂહ લગ્ન યોજાયા હતા.જેમાં 23 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. સૌથી મહત્વની વાત એ હતી કે, આ લગ્નમાં ભાગ લેનારી બધી જ કન્યાઓ ઓરિસ્સાના કુર્મી સમાજની હતી.જયારે યુવાનો ગુજરાતના પાટીદાર છે.

 • આ બધી જ કન્યાઓની જવાબદારી પાટીદાર સમાજના અગ્રણીઓએ પાલક માતાપિતા બનીને ઉપાડી છે.ઓરિસ્સાની યુવતિઓ સાથે પાટીદાર યુવાનોના લગ્ન આ કોઈ પહેલી ઘટના નથી.સુરતમાં છેલ્લા ત્રણેક વર્ષમાં 90 જેટલા પાટીદાર યુવાનો ઓરિસ્સાની યુવતિ સાથે ફેરા ફરી ચૂક્યા છે.

  આ બધી જ કન્યાઓની જવાબદારી પાટીદાર સમાજના અગ્રણીઓએ પાલક માતાપિતા બનીને ઉપાડી છે.ઓરિસ્સાની યુવતિઓ સાથે પાટીદાર યુવાનોના લગ્ન આ કોઈ પહેલી ઘટના નથી.સુરતમાં છેલ્લા ત્રણેક વર્ષમાં 90 જેટલા પાટીદાર યુવાનો ઓરિસ્સાની યુવતિ સાથે ફેરા ફરી ચૂક્યા છે.

 • આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વાહન વ્યવહારમંત્રી વલ્લભભાઈ કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.

  આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વાહન વ્યવહારમંત્રી વલ્લભભાઈ કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.

 • વર્તમાન સમાજમાં એક જ સમાજના યુવક યુવતિઓને લગ્ન બાદ અનેક સમસ્યાઓ નડતી હોય છે.ત્યારે હવે પાટીદાર સમાજ દ્વારા આંતરરાજ્ય લગ્ન યોજવામાં આવે છે. જેમાં અનેક યુગલો સુખી લગ્ન જીવન માણી રહ્યા છે.પાટીદાર સમાજમાં કન્યાઓની મોટી ખોટ છે ત્યારે આ લગ્નમાં લગ્નથી વંચિત યુવક યુવતીઓ પસંદગી મેળામાં એકબીજાની પસંદગી કરે છે અને ત્યારબાદ લગ્નગ્રંથીથી જોડાય છે.

  વર્તમાન સમાજમાં એક જ સમાજના યુવક યુવતિઓને લગ્ન બાદ અનેક સમસ્યાઓ નડતી હોય છે.ત્યારે હવે પાટીદાર સમાજ દ્વારા આંતરરાજ્ય લગ્ન યોજવામાં આવે છે. જેમાં અનેક યુગલો સુખી લગ્ન જીવન માણી રહ્યા છે.પાટીદાર સમાજમાં કન્યાઓની મોટી ખોટ છે ત્યારે આ લગ્નમાં લગ્નથી વંચિત યુવક યુવતીઓ પસંદગી મેળામાં એકબીજાની પસંદગી કરે છે અને ત્યારબાદ લગ્નગ્રંથીથી જોડાય છે.

 • વર્તમાન સમાજમાં મહિલાઓની સ્થિતિ કથળી રહી છે ત્યારે એક અંદાજ પ્રમાણે પાટીદાર સમાજમાં પુરુષોની સરખામણીએ 25 લાખ મહિલાઓ ઓછી છે. જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. ત્યારે હવે લગ્નો માટે કોઈ વાડા અંતર રહ્યા નથી.

  વર્તમાન સમાજમાં મહિલાઓની સ્થિતિ કથળી રહી છે ત્યારે એક અંદાજ પ્રમાણે પાટીદાર સમાજમાં પુરુષોની સરખામણીએ 25 લાખ મહિલાઓ ઓછી છે. જે સ્થિતિની ગંભીરતા દર્શાવે છે. ત્યારે હવે લગ્નો માટે કોઈ વાડા અંતર રહ્યા નથી.

લેટેસ્ટ ફોટો