નર્મદા પોલીસની બાઇક એમ્બ્યુલન્સ યમરાજને માત આપી બચાવશે જીવ!

Jan 27, 2017 03:19 PM IST
1 of 5
 • નર્મદા પોલીસે સમાજલક્ષી પોલીસ કાર્યના ભાગરૂપે નિતનવા આયામો થકી પ્રજાને સુવિધા મળે તે માટે સેવાનો દીપ પ્રગટાવ્યો છે.ત્યારે ભારત ભરમાં સૌપ્રથમવાર બાઇક એમ્બ્યુલન્સ અકસ્માત ઝોનમાં તૈનાત કરવામાં આવશે.જેથી અકસ્માત બાદ તુરંત જ ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવામાં આવશે.

  નર્મદા પોલીસે સમાજલક્ષી પોલીસ કાર્યના ભાગરૂપે નિતનવા આયામો થકી પ્રજાને સુવિધા મળે તે માટે સેવાનો દીપ પ્રગટાવ્યો છે.ત્યારે ભારત ભરમાં સૌપ્રથમવાર બાઇક એમ્બ્યુલન્સ અકસ્માત ઝોનમાં તૈનાત કરવામાં આવશે.જેથી અકસ્માત બાદ તુરંત જ ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવામાં આવશે.

 • તેમજ જયા 108 એમ્બ્યુુલન્સ જઈ શકે તેમ ન હોય ત્યાં આ બાઇક એબ્યુલન્સ આશીર્વાદ સમાન હશે.આ એમ્બ્યુલન્સ પોલીસ કર્મચારી જ ચલાવશે,જેને પ્રાથમિક સારવાર અંગેની તાલીમ આપવામાં આવશે.જેથી આ સેવા થકી પોલીસ અને તબીબી સેવા એકસાથે જ મળી જશે.

  તેમજ જયા 108 એમ્બ્યુુલન્સ જઈ શકે તેમ ન હોય ત્યાં આ બાઇક એબ્યુલન્સ આશીર્વાદ સમાન હશે.આ એમ્બ્યુલન્સ પોલીસ કર્મચારી જ ચલાવશે,જેને પ્રાથમિક સારવાર અંગેની તાલીમ આપવામાં આવશે.જેથી આ સેવા થકી પોલીસ અને તબીબી સેવા એકસાથે જ મળી જશે.

 • નર્મદા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ સુરક્ષા સેતુ સોસાયટી ના માધ્યમથી બાઇક એમ્બ્યુલન્સનો વિચાર અમલમાં લાવ્યા છે.જેનાથી અંતરિયાળ વિસ્તારમાં ૧૦૮ નહીં પહોંચી શકે ત્યાં પોલીસ સંચાલિત બાઇક એમ્બ્યુલન્સ પહોંચશે.

  નર્મદા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ સુરક્ષા સેતુ સોસાયટી ના માધ્યમથી બાઇક એમ્બ્યુલન્સનો વિચાર અમલમાં લાવ્યા છે.જેનાથી અંતરિયાળ વિસ્તારમાં ૧૦૮ નહીં પહોંચી શકે ત્યાં પોલીસ સંચાલિત બાઇક એમ્બ્યુલન્સ પહોંચશે.

 • શું હશે આ બાઇક એમ્બ્યુલન્સમાં ? નર્મદા પોલીસે સરકારી બાઇકને મોડીફાઇડ કરીને સાઈડકારસાથે એક બેડ જોડીને એક એમ્બ્યુલન્સ બનાવવામાં આવી છે.જેને અકસ્માત ઝોન તેમજ નો કવરેજ એરિયામાં 10 જગ્યાએ તૈનાત કરાશે. આ એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવારની કીટ,મોબાઈલ ફોન,વાયરલેસ સેટ તેમજ gps સુવિધા હશે.અને આ એમ્બ્યુલન્સમાં વરસાદથી બચવા માટે પણ ખાસ વ્યવસ્થા હશે.પોલીસ કન્ટ્રોલ રૂમ સાથે એટેચ હોવાના કારણે અકસ્માત,મેડિકલ ઇમરજન્સી તેમજ મારામારી સહિતના ગંભીર બનાવો માં ઘટનાસ્થળે પોલીસ પહોંચી જશે.

  શું હશે આ બાઇક એમ્બ્યુલન્સમાં ? નર્મદા પોલીસે સરકારી બાઇકને મોડીફાઇડ કરીને સાઈડકારસાથે એક બેડ જોડીને એક એમ્બ્યુલન્સ બનાવવામાં આવી છે.જેને અકસ્માત ઝોન તેમજ નો કવરેજ એરિયામાં 10 જગ્યાએ તૈનાત કરાશે. આ એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવારની કીટ,મોબાઈલ ફોન,વાયરલેસ સેટ તેમજ gps સુવિધા હશે.અને આ એમ્બ્યુલન્સમાં વરસાદથી બચવા માટે પણ ખાસ વ્યવસ્થા હશે.પોલીસ કન્ટ્રોલ રૂમ સાથે એટેચ હોવાના કારણે અકસ્માત,મેડિકલ ઇમરજન્સી તેમજ મારામારી સહિતના ગંભીર બનાવો માં ઘટનાસ્થળે પોલીસ પહોંચી જશે.

 • જેથી એકસાથે પોલીસ ની સેવા તેમજ મેડિકલ હેલ્પ એકસાથે મળી જશે.પોલીસ કર્મચારી જ આ એમ્બ્યુલન્સ માં હોય એક વિશ્વસનીયતાનું વાતાવરણ સર્જાશે.દર્દીની સાથે બાઇકમાં પાછળની શીટ પર દર્દીના સ્વજન પણ બેસી શકશે.

  જેથી એકસાથે પોલીસ ની સેવા તેમજ મેડિકલ હેલ્પ એકસાથે મળી જશે.પોલીસ કર્મચારી જ આ એમ્બ્યુલન્સ માં હોય એક વિશ્વસનીયતાનું વાતાવરણ સર્જાશે.દર્દીની સાથે બાઇકમાં પાછળની શીટ પર દર્દીના સ્વજન પણ બેસી શકશે.

લેટેસ્ટ ફોટો