'લોન વુલ્ફ' મેથડથી થયો મેનહેટનમાં આતંકવાદી હુમલો, શું છે આ મેથડ જાણી લો તમે પણ

Nov 01, 2017 11:05 AM IST | Updated on: Nov 01, 2017 11:05 AM IST

અમેરિકામાં મોટો આંતકી હુમલો થય છે ન્યૂયોર્કનાં લોઅર મેનહટનમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર મેમોરિયલની પાસે એક ટ્રક ડ્રાઇવરે રાહદારીઓ પર ટ્રક ફેરવી દીધી હતી જેમાં આઠ લોકોનાં મોત થઇ ગયા છે આ ઘટનામાં ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. અમેરિકન પોલીસનાં જણાવ્યાં અનુસાર હુમલાખોર 29 વર્ષનો હતો.

'લોન વુલ્ફ' હુમલો શું છે?

'લોન વુલ્ફ' મેથડથી થયો મેનહેટનમાં આતંકવાદી હુમલો, શું છે આ મેથડ જાણી લો તમે પણ

લોન વુલ્ફ હુમલો એક એવો હુમલો છે જેમાં કોઇ ટીમ નથી હોતી. એક એકલો વ્યક્તિ હુમલો કરે છે. આ કોઇ શિયાળની જેમ ખુબજ લુચ્ચાઇ પૂર્વક અચાનક જ કરવામાં આવે છે. એકલા જ આ હુમલાને અંજામ આપે છે. આ માટે નાના હથિયાર જેવા કે, ચાકુ અને ગ્રેનેડનો ઉપયોગ થાય છે. ભીડમાં ગાડી ઘુસાડી હુમલાને અંજામ પણ આપવામાં આવે છે. આતંકવાદી સંગઠન

ISISનાં આતંકવાદીઓ ઘણી વખત આ પ્રકારનાં હુમલા કરે છે.

બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીમાં થઇ ચૂક્યા છે આ પ્રકારનાં હુમલા

આતંકવાદી જ્યારે હુમલા બાદ ટ્રકમાંથી કુદીને ભાગી રહ્યો હતો તે સમયે પોલીસની ગોળી પણ તેને વાગી હતી જે બાદ તેની અટકાયત કરવામાં આવી હતી જોકે પોલીસે હજુ સુધી આતંકીની સ્થિતિ અંગે કોઇ જ ખુલાસો કર્યો નથી. આતંકવાદી પાસે થી એક નકલી બંદુક અને એક પેલેટ ગન મળી આવી હતી. આપને જણાવી દઇએ કે આતંકવાદી સંગઠન IS બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીમાં આ પ્રકારે ભીડ પર ગાડી ચલાવીને હુમલો કરી ચુક્યા છે.

અમેરિકાનાં મેનહટનમાં હમેશા હાઇ સિક્યોરિટી એલર્ટ હોય છે મેનહટન 16 લાખથી વધુની વસ્તીવાળુ શહેર છે. મેનહટન અમેરિકાનું મુખ્ય આર્થિક અને સાંસ્કૃતિક શહેર છે. જે રીતે ભારતનું મુંબઇ શહેર છે. અમેરિકાની ઘણી મોટી મોટી રેડિયો, ટીવી અને દૂરસંચાર કંપનીઓ મેનહેટનમાં આવેલી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર