ધોનીની દીકરી સાથે મસ્તીનાં મૂડમાં 'કોહલી ચાચૂ' શેર કર્યો વીડિયો

Oct 09, 2017 01:39 PM IST | Updated on: Oct 09, 2017 01:39 PM IST

રાંચીમાં રમાયેલી પહેલી ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ટીમનાં કેપ્ટન M S ધોનીનાં ફાર્મ હાઉસ પર કેપ્ટન કોહલી પહોચ્યો હતો. ત્યાં તેણે ધોનીની દીકરી ઝીવા સાથે ખાસો સમય વીતાવ્યો હતો. અને તેનો એક ક્યુટ વીડિયો તેનાં ટ્વટિર પેજ પર શેર કર્યો છે.

આ વીડિયોમાં તે ધોનીની દીકરી સાથે મસ્તી કરતો નજર આવે છે. આ વીડિયો શેર કરતાંની સાથે જ કોહલીએ ટ્વિટર પર લખ્યું છે કે, ઝીવાને મળવું હમેશાં ખુબ ખાસ હોય છે. આ વીડિયોમાં કોહલી ઝીવા સાથે બિલાડીનો અવાજ કાઢતો નજર આવે છે.

ધોનીની દીકરી સાથે મસ્તીનાં મૂડમાં 'કોહલી ચાચૂ' શેર કર્યો વીડિયો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર