આજથી ટ્રકોની મહા-હડતાલ, રોજીંદા જીવનની વસ્તુઓની સપ્લાય પર થશે અસર

Oct 09, 2017 11:06 AM IST | Updated on: Oct 09, 2017 02:10 PM IST

GSTનાં દબાણ અને ડિઝલની વધતી કિંમતોનાં વિરોધમાં ટ્રક ટ્રાંસપોર્ટરોએ બે દિવસની હડતાલનું એલાન કર્યું છે. હડતાલની અસર આજે સવારે 8 વાગ્યે રસ્તા પર જોવા મળશે છે. 10 ઓક્ટોબરની સાંજે 8 વાગ્યે હડતાળ પૂર્ણ થઇ જશે. આ કારણે લગભગ 80 લાખ ટ્રક હડતાળ પર રહી શકે છે. સાથે સાથે પ્રદેશનાં બસ સંચાલક પણ આ હડતાલને સમર્થન આપી રહ્યાં છે.

બસ સંચાલક પણ ડિઝલની વધતી કિંમતો અને ભાડાં ન વધારવાથી મુશ્કેલીમાં છે.ટ્રકનાં આવન-જાવન બંધ થવાથી દરરોજનાં વપરાસની ચીજ વસ્તુનો સપ્લાય ઠપ થઇ ગયો છે તેનાંથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઓઇલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ અને કલકત્તા ગુડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોશિએશન ગત દિવસોમાં હડતાળનું એલાન કરી ચુક્યા હતા. બસ સંચાલકો દ્વારા લાંબા સમયથી બસનાં ભાડાં વધારવાની માંગણી કરવામાં આવી રહી હતી.

ડીઝલનાં ભાવમાં 20 રૂપિયે પ્રતિ લીટર સુધી ઘટાડાની માંગણી

આંતરરાષ્ટ્રિય માર્કેટમાં કાચા તેલની કિંમતો ઘણી ઓછી પણ સરકાર અહીં ડિઝલની કિંમતમાં ઘટાડો નથી કરી રહી. તેમની માંગણી છે કે ડિઝલની કિંમતમાં 20 રૂપિયે પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવે. ચાલકો અને ટ્રાન્સપોર્ટ સંગઠનો દ્વારા સરકારની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું અને GST હેઠળ ડિઝલને લાવવાની માંગણી કરવામાં આવી.

પેટ્રોલ પંપ પણ 13 ઓક્ટોબરથી હડતાળ પર

આપને જણાવી દઇએ કે દેશભરમાં પેટ્રોલ પંપનાં માલિકો પણ હડતાળ પર જવાની જાહેરાત કરી ચુક્યા છે આપને જણાવી દઇએ કે, પોતાની અલગ અલગ માંગણીઓ લઇને પેટ્રોલ પંપનાં માલિકો 13 ઓક્ટોબરથી હડતાળ પર જશે. 13 ઓક્ટોબરથી દેશનાં 54000 પેટ્રોલ પંપ બંધ રહેશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર